Gujarati News

Gujarati News

News of Wednesday, 13th July 2016


થોડા હૈ, થોડે કી જરૂરત હૈ

બાહુબલી

શરીર ખોરાક અને વાતાવરણની વિષમતાઓથી કયારેય ડરતું નથી, કારણ કે શરીર જન્મથીજ અનેક વિષમતાઓ સાથે સંઘર્ષ કરીને બાહુબલી જેવુ બની જાય છેઃ જીવનની બદલાયેલ પરિસ્થિતનો વિરોધ, અસ્વિકાર, ચીંતા અને ડર જ જીવનમાં સામાન્ય સુધારાવધારા  કરવા દેતા નથી જે આપણાથી સરળતાથી થઇ શકે તેવા હોય છે

મગજ, શરીરના અંગો-સીસ્ટમો-રોગો વિશે  અભ્યાસ અને પ્રયોગો દ્વારા અઢળક માહીત મેળવાયેલ હોવા છતાં 'જાણકારો' તેને હજુ 'ઉપર છલ્લી' કે 'પાશેરામાં પુણી' જેટલી જ માને છે. શરીરની રચના, કામ કરવાની ગુઢ રીતો અને સ્વભાજ એવા અટપટા, ગહન અને રહસ્યોવાળા છે કે તેનો તાગ મેળવવો મુશ્કેલ છે.

ખોરાક, પાણી અને વાતાવરણમાં ઉમેરાતા નુકશાનકારક તત્વો ઉપરાંત જીવન સાથે જોડાયેલી અસંખ્ય બાબતો ચિંતા, ડર અને મુસીબતો વધારતીજ રહે છે. પરંતુ કુદરત, આગળ પાછળનો જ નહી પરંતું દૂર દૂર ની આવી પડનાર મુસીબતોને બરોબર સામનો કરીને જીવનને આગળ વધારવા માટે 'બાહુબલી' જેવા પાણીદાર (૭૦%) અને વિજળી વેગે કામ કરી શકતા શરીરની ભેટ આપેલ છે. જન્મથીજ આવી અનેક તકલીફો સામે બાથભીંડીને જીવન આગળ વધારવાનો સ્વભાવ શરીરને વધુ પાણીદાર બનાવી વીજળીવેગે કામ કરતુ 'બાહુબલી' બનાવે છે.

હાલના બદલાયેલ જીવનની સ્થિતિનો અસ્વિકાર, વિરોધ, ચિંતા,ડર એટલા વધારી દે છેકે મગજની નિર્ણયશકિત ધીમી કે નબળી પડી જીવન માટે જરૂરી અને સરળ  સુધારા વધારા પણ કરી શકાતા  નથી.

શરીર અને આપણા જીવનનું સંચાલન કરનાર નર્વસ સીસ્ટમને (મગજ) વિજળી વેગે કામ કરતી રાખવા માટે શરીરની પહેલી જરૂરીયાત ઓકસીજનની છે. શરીરને પાણીદાર રાખવા માટેની બીજા નંબરની જરૂરીયાત ં પાણીનું લેવલ (૭૦%) જળવાય રહે તેમ ખાવા-પીવા-રહેવાની છે. શરીરના વજનના ૩૦% જેટલા હાડમાસ માટે, ત્રીજા નંબરની જરૂરીયાત ખોરાકની છ.ે

. હવા-દિવસ દરમ્યાન શરીરને ઓકસીજન મેળવવા લાખો લીટર હવા (ર૦) પ્રોસેર કરવી પડે છે. દર મીનીટે લેવાતા ર૦-રપ શ્વાસ દ્વારા લેવાતી હવામાં ઓકસીજન અને કાર્બનડાયોકસાઇડની અદલા બદલી શરીર વિજળી વેગે કરી લે છે (૦.૩ સેકન્ડ).  ઓકસીજન, જે તત્કાલ શરીરની શકિતમાં વધારો કરવા સાથેે કાર્બન્ડાયોકસાઇડનો નિકાલ   કરી શરીરને સ્વચ્છ રાખવાનું કામ પણ  કરી લે  છે. કુદરતે  ઓકસીજનની અગત્યાતા સમજીને કુદરતે  આપણી જરૂરીયાત કરતા ઘણા વધુ પ્રમાણમાં ઓકસીજનીે વ્યવસ્થા કરી આપેલે છે (૧૦ ગણો). ફેફસાની કેપેસીટીનો આપણે માત્ર ત્રીજા ભાગનો ઉપયોગ કરીને ટુંકા-ટુંકા શ્વાસ લઇ છીએ  રોજ જો ધીમા અને  થોડા ઉંડા ે શ્વાસ લેવાની પ્રેકટીસ તાલબ્ધ્ધ રીતે કરીએ (પ્રાણાયામ) તો કુદરત થોડા સમયમાંજ ફેફસાની શ્વાસ લેવા મુકવાની શકિત વધવા લાગે છે.

 પાણીઃ- શરીરને પોતાના દરેક કામમાં પાણીની જરૂરીયાત પડતી હોવાથી શરીર પોતાના વજનના ૭૦% જેટલું પાણી ભરી રાખે છે. (સેલલેવલે) શરીરની, એક અગત્યના કામ  સાથે બીજા જરૂરી હોય તેવા અનેક કામો કરી લેવાની આદતને કારણે  ખોરાકને પચાવવાના કામ દરમ્યાન છુટા પડતા શુધ્ધ કુદરતી પાણીનો અને  શ્વાસમાં લેવાતી લાખો લીટર હવાના ભેજમાંથી બનતા પાણીનો સદ્દઉપયોગ ં પાણીનું લેવલ જાળવવામાં કરી લે છે. આ ઉપરાંત જયારે શરીરને વધારાના પાણીની જરૂરીયાત પડે તો શરીર તરસ લગાડીને તાત્કાલીક પાણી મેળવી લે છ.ે

પેટમાં કોઇ ખોરાકી ચીજ ન હોય ત્યારે પીવાતા પાણીને શરીર પ-૧૦ મીનીટમાં ન્યુટ્રલ કરી આગળ જવા દે છે જે નાનાઆંતરડાના શરૂઆતના ભાગમાંથીજ લોહીમાંં શોષાયને ભળી જાય છે. તરસ લાગે ત્યારે  શુધ્ધ પાણીને બદલે કોઇ ખાવા કે પીવાની ચીજ લેવાય જાય ત્યારબાદ પીવાયેલ પાણી શરીરને મળી શકતું નથી. પણ ખોરાકની ચીજ ર-૩ કલાકે પ્રોસેસ થઇ ગયા બાદ જ તરસ થોડી હળવી બને છે., એટલે તરસ લાગે ત્યારે  પાણી જ પીવાય અને બેચાર ઘુંટડા ગમે ત્યારે પીવાય. પણ કોઇ ડર કે લાલચને કારણે પરાણે પાણી પીવાની આદતો હૃદય, કીડની, ચામડી અને ફેફસા પર કામનો બિનજરૂરી બોજો વધારી અંગોને નબળા પાડે છે.

. ખોરાક-અંદાજે ૭૦૦ જેટલી વેજનોનવેજ ચીજો ખોરાક બનાવવામાં વાપરી શકાય છ.ે તેલ, ઘી, સુકા લીલા મસાલા, નમક, ખાંડ, ગોળ, તેજાના વિગેરે જેવી ચીજો બધામાં કોમન રીતે વપરાતી હોય છે. આ ખાદ્યચીજોનો  જુદાજુદા સંયોજનોમાં ઉપયોગ કરીને હજારો વાનગીઓ બનાવાય છે.

મુખ્ય પાંચ પોષકતત્વો-કાર્બોહાઇડ્રેટસ, પ્રોટીન, ફેટ, વિટામીન્સ અને મીનરલ્સમાં કુદરતે પોતાનું પાણી ઉમેરીને ખાદ્યચીજને બનાવેલી  હોય છે. આ મુખ્ય પાંચ પોષકતત્વોના પેટાપ્રકારો પણ અનેક હોય છે., ખાદ્યચીજોને મળતા રૂપરંગ, સ્વાદસુગંધ અને બંધારણ જુદા જુદા પોષકતત્વોના પ્રમાણને કારણે હોય છે. દરેક ખાદ્યચીજમાં રહેલ પોષતત્વના વધુ પ્રમાણથી તે અલગ-અલગ પ્રકારે ઓળખાય છે. (ઘંઉચોખા=કાર્બોદીત, ચણામગ=પ્રોટીન, શાકભાજી ફળ= વિટામીનમીનરલ).

ભોજનમાં જે ચીજોની શરીરને ગ્રામના હિસાબે  જરૂર પડે તેવા તત્વો મેક્રોન્યુટ્રીઅન્ટસ તરીકે ઓળખાય છે. અને તેવી ચીજો ભોજનનો મુખ્ય ભાગ પણ હોય છે (સ્ટેપલફુડ) જયારે અમુક તત્વોની શરીરને માઇક્રોગ્રામમાં જરૂર પડતી હોય તે માઇક્રોન્યુટ્રીઅન્ટસ તરીકે ઓળખાય છે.

નાનાબાળકોને તમામ પોષકતત્વોનું ભાથુ કુદરતે તેના જન્મ સાથે જ આપેલ હોય છે તેમાંથી જરૂરીયાત મુજબના પોષકતત્વો માતાના દુધમાં ભેળવીને પોતાના શરીરનો ઝડપી વિકાસ કરી હાલવા ચાલવા લાગે છે થોડો મોટો થયે ખાતા શીખી જઇ આગળ યુવાનીની સફર સુધી  (૩૦વ.)તેના શરીરને ફુલફલેજડ ડાયેટની જરૂરીયાત રહે છે.  ત્યારબાદ તેનું શરીર પ્રૌઢવસ્થા તરફ આગળ વધતા ધીમીધીમે ઢીલું પડવાની શરૂઆત થાય છે. પછીના સમય દરમિયાન તેના શરીરની ખોરાકની જરૂરીયાત ઘટતા ક્રમમાં આગળ વધી બેટાણા જેટલી જ થઇ જાય છે ત્યારબાદ વૃધ્ધાવસ્થા દરમ્યાન માત્ર શરીરની સારસંભાળ પુરતી એક ટાણા જેવી થવાલાગે છે. 

શરીરનું ભોજપ પચાવવાનું અને ઉપયોગમાં આવી શકે તેવા પોષકતત્વો અલગ પાડી લોહી સુધારવાનું કામ અટપટુ, જટીલ અને લાંબા સમયનું છે (૧૨-૧પ કલાક) તેમાય ભારે અને વધુ પ્રમાણમાં લેવાતા ભોજનથી શરીર સૌથી વધુ થાડી-કંટીળી જાય છે. ભોજન થોડુ લેવાય કે પુરૂ લેવાય શરીરને તેમાંથી સારૂ લોહી બનાવવાનું હોવાથી તેને પ્રોસેસ કરવામાં પુરી તકેદારી અને કાળજી રાખી પુરતો સમય આપવો પડે છે. ભોજનને પ્રોસેસ થતા પેટમાં (૩-૪ કલાક), નાના આંતરડામાં (પ-૬ કલાક) અને મોટા આંતરડામાંં -૭-૮ કલાક મળીને  અંદાજે કુલ ૧ર થી ૧પ કલાક જેવો સમય લાગી જાય છે. જે માંદગી દરમ્યાન અને વૃધ્ધાવસ્થામાં  વધતો રહે છ.ે

અમુક ખાદ્યચીજો લાંબા સમય સુધી સાંચવી શકાય છે (લાઇફ) જયારે અમુક ચીજો સીઝનલ અને સાંચવી શકાય તેવી ન હોવાથી તેનો સીઝનલ ઉપયોગ કરી લેવો પડે છે (પેરીશેબલ). રસાયણો, ડીપફ્રીજરો, કોલ્ડસ્ટોરેજ, ઇરેડીએશન તેમજ સાયવણીની પધ્ધતીઓની સગવડોનો ઉપયોગ કરીને તમામ નાશવંત ખાદ્યચીજોને પણ લાંબો સમય સાચવવાના રસ્તા શોધી લેવાયા  છે. કુદરતના કબજામાં હોય ત્યાં સુધીજ ખાદ્યચીજો સહીસલામત રહી શકે  છે, આપણા કબજામાં આવ્યા બાદ તેના પતનની શરૂઆત શરૂ થઇ જતી હોય છે.

આપણે ભોજન સમયે ે બારેમાસ મળી શકે તેવી ચીજો  પણ માપસર લેવાને બદલે વધુને વધુ પ્રમાણમાં ખાય શકાય તેવા સ્વાદ ઉમેરવાનું અને રીતો અજમાવવાનું શીખી લીધેલ છે. અને સીઝનલ  ચીજો ઓછી કે નામમાત્રની લઇએ છીએ. લાંબો સમય સાંચવી શકાય તેવા અનાજ-કઠોળ-ઘીતેલ વિગેરેમાં શરીર માટે જરૂરી શકિત સારા પ્રમાણમાં ભલે હોય પણ ે શાકભાજી ફળોમાંથી મળતા મીનરલ્સ અને વિટામીનોની હાજરી શરીરમાં ન હોય તો  અનાજ-કઠોળ-ઘીતેલનું પુરૂ પોષણ શરીર મેળવી શકતું નથી.

શરીરને હાલતુ ચાલુતું સ્વસ્થ અને ખુશ રાખવા માટે 'શાનમાં સમજાવવાની' શરીરની ભાષાને સમજવી ખુબ જરૂરી છે.

(૧) લાંબા આયુષ્યાવળબી ખાદ્યચીજો મર્યાદામાં ખાવાય પણ સીઝન ચીજો સારા પ્રમાણમાં ખાવી જરૂરી.

(ર) મોઘી ખાદ્યચીજો ઓછી જ લેવાય પણ સસ્તી ચીજો પુરતા પ્રમાણમાં લેવાય.

(૩) સ્વસ્થ હોઇએ ત્યારે ઓડકાર આવી જાય તેટલું ભોજન લઇ શકાય પણ માંદગી દરમ્યાન જેટલી ભુખ લાગેતેટલું જ ખવાય.

(૪) પાણીદાર ખાદ્યચીજો (શાકભાજી-ફળો) વધુ લેવાય સુકી ચીજો ઓછી ખવાય.

(પ) તરસ લાગ્યે માત્ર પાણીજ પીવાય, પણ ગરમ ઠંડા પીણા-દુધ-છાશ-સૂપ-જયુશ-નાળીયેર વિ. બધા પ્રવાહી ખોરાકજ છેતેમાંથી શરીરને પાણી ન મળે ખોરાક મળે.

ડૉ.એસ.કે. મારૂ

(ડો.મારૂએ પ્રાકૃતિક સારવાર, આહાર અને પોષણ, પ્રીવેન્ટીવ એન્ડ પ્રમોટીવ હેલ્થકેર, વ્યાયામ, યોગ, ધ્યાન તેમજ અન્ય સહાયક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનો વિશેષ અભ્યાસ કરેલ છે)

રૂબરૂ મુલાકાત માટે સંપર્ક કરો.મો. ૯૪ર૮૮ ૯૪૭૯૪ (એપોઇન્ટમેન્ટ અગાઉથી લેવી જરૂરી છે)

અન્ના નેચરલ હાઇજીન એન્ડ ઓલ્ટરનેટીવ થેરાપી સેંટર

C/O  બકુલ લોઢવીયા ફીઝીયોથેરાપી સેન્ટર

''સંકલ્પ'' એપેક્ષ કલર લેમ્બની બાજુમાં સરદારનગર મેઇન રોડ, રાજકોટ  સોમ થી શુક્ર 

સ.૧૦ થી ૧, સાં. પ થી ૮ 

મો. ૯૪ર૮૮ ૯૪૭૯૪

(10:28 am IST)