Gujarati News

Gujarati News

News of Monday, 16th October 2017

થોડા હૈ, થોડે કી જરૂરત હૈ

શકિત ઓછી હોય ત્યારે આપણા પાવરપ્લાન્ટની સારસંભાળ

માંદગી અને વૃધ્ધાવસ્થામાં શરીર વપરાશના પ્રમાણમાં ખોરાકમાંથી ઉર્જા બનાવી શકતું નથી સાજા થવા તેમજ વૃધ્ધાવસ્થામાં શરીરને સાજુ રાખવા ઉર્જાના વપરાશમાં કરકસર એજ એક માત્ર ઉપાય છે

શરીરની ઉર્જાનો જાવકઆવકનો મેળ રાખવાનું શીખી લેવાય પછી જીવનની દિશા અને ઝડપ જે બાજુ રાખવી હોય અને જેટલી રાખવી હોય તેટલી રાખી શકાય છે.

દરેકના શરીરમાં કુદરતે એક પાવરહાઉસ મુકેલું છે તેની રચના, કામ કરવાની રીતો અને કેપેસીટી બધુ અટપટુ, અજબગજબનું અને ચમત્કારીક છે. પણ આ પાવરહાઉસને ચલાવવાનું એકદમ સરળ છે. પાવરહાઉસની થોડી સારસંભાળ અને ધ્યાન રાખવાનું શીખી લેવાય પછી તેની કેપેસીટી આપણી ઇચ્છા મુજબ વધારી શકાય તેવી છે અને તે ઉપરાંત કોઇવાર શરીરમાં તાકાત ઓછી હોય અને કોઇ અણધારી આફત-ઉપાધી-સંકટ આવી પડે તો તે સમયે ઇમરજન્સી પાવર સપ્લાય  મળી રહે તેવી વ્યવસ્થા કુદરતે શરીરમાંજ કરેલ છે.

એવું માનવામાં આવે છેકે સખત મહેનત કે કસરત કરાય ત્યારે  જ શરીરને વધુ ઉર્જા વાપરવી પડે છે. ખરેખર તો આપણે બેઠા હોઇએ, આરામ કરતા હોઇએ કે સુતા હોઇએ ત્યારે પણ શરીરને ઉર્જા વાપરવી જ પડે છે. પણ જયારે જોવા-સાંભળવા બોલવા જેવી ક્રિયાઓમાં વિવેક ન રહે કે ખાનપાનમાં પ્રમાણભાન ન રહે (વધારે ખવાય જાય) કે મગજ થાકીપાકીજાય તેટલી ચિંતા કે લમણાજીક કરાય ત્યારે  શરીરની ઘણીબધી ઉર્જા વેડફાય જાય છે.

શરીરમાં ઉર્જાનું સંતુલન જાળવવા માટેજ કુદરતે શરીરના મોટાભાગના અંગો ઓટોકંટ્રોલવાળા, ઓટોસ્પીડવાળા, ઓટોહીલીંગવાળા, ઓટોરિચાર્જીગવાળા (કામ કરતા કરતા) અને ઓટોએડજસ્ટેબલ બનાવેલ છે. આ કારણેજ અંગો ઓછામાં ઓછી ઉર્જા વાપરીને શ્રેષ્ઠ કામ કરી શકે છે.કુદરતે આપણને હાથ-પગ જેવા બેચાર અંગો આપણા કંટ્રોલ અને કબજાવાળા આપેલા છે. હાથ-પગના જોડાણ કુદરતે એવી અદ્દભુત રીતે કરેલા છે કે તેને હલાવીએ ચલાવીએ એટલે આખી કરોડરજજુ (મગજ) રીચાર્જ થતી રહે. પણ આજના આધુનિક સુખસગવડો વાળા જીવનમાં હાથપગ હલાવવાની વાત જ સાવ ભુલાઇ ગયેલ છે હવે જીવનના બધાજ કામકાજ આગળીના ટેરવે ફટાફટ થવા લાગ્યા છે. પહેલાનું જીવન બળદગડા અને સાયકલથી ચાલ્યુ પછી મોટરસાયકલ આવ્યા, પછી હેંડલથી ચાલુ થતી મોટરકાર આવી, પછી સેલ્ફસ્ટાર્ટવાળી કાર આવી, પછી ગીરયલેસ પણ કાર આવી ગઇ અને હવે ડ્રાયવરલેસ મોટરકાર આવી જવાની તૈયારીમાં છે પરીણામે હવે જીવન જીવવા શારીરીક શ્રમની જરૂરીાયત ઘટતી ઘટતી ઝીરો લેવલ તરફ જઇ રહી છે.

શરીરની ઉર્જાની  કિંમત માત્ર માંદગી કે વૃધ્ધાવસ્થાની સ્થિતી દરમ્યાનજ થતી હોય છે. માંદગીમાં એક બીમાર અંગને કારણે બધા અંગોને ધીમેધીમે કામ કરવું પડે છે. જયારે વૃધ્ધાવસ્થામાં ઉમરના ઘસારાને કારેણે બધા અંગો નબળા પડે છે.  આ બન્ને સ્થિતીમાં શરીરને વધુ ઉર્જા વાપરાવી પડે છ.ે જરૂરી પ્રમાણમાં ં શરીરમાં ઉર્જા બની શકતી નથી.  બન્ને સ્થિતિમાં મન ખાવાપીવાના શોખને છોડી શકતું નથી અને શરીર ખોરાકને બરોબર પચાવી શકતું નથી  ખોરાકના બીનજરૂરી અને ઉપદ્રવો કરે તેવા ભાગનો બરોબર નિકાલ કરી શકતું નથી. પરીણામે શરીરમાં ઉર્જાની જાવક આવકનું સંતુલન બગડેલુ જ રહે છે.

શરીરને પાચનતંત્ર અને મગજના કાર્યો માટે સૌથી વધુ ઉર્જા વાપરવી પડે છે. ખાનપાનમાં વિવેક ચુકાય ત્યારે શરીરની ઘણી  ઉર્જા પાચન તંત્ર દ્વારા વેડફાય જાય છે અને મગજને ચલાવવામાં જયારે વિવેક ચુકાય ત્યારે  ક્રોધ-ડર-ચિંતા જેવા દુશ્મનો સામે લડવામાં શરીરને તેનાથી પણ વધારે ઉર્જા વેડફી નાખવી પડે છે. માંદગી દરમ્યાન જયારે ડર-ચિંતા-સ્ટ્રેસ અસહય બને ત્યારે, ખાવા પીવામાં ખુબજ ધ્યાન રાખેલ  હોવા છતા, ડાયાબીટીશ, બીપી, કોલોસ્ટ્રોલ વિગેરે જેવી અનેક બીમારીઓના  રીપોર્ટ વધેલા રહે છે.   મોટાભાગની ખાદ્યચીજોમાં કુદરતે   બધા પોષકતત્વો, પ્રમાણસર મુકેલા જ હોય છે અને તેવી બધી ખાદ્યચીજો સસ્તી, સુલભ, ઝડપથી બની અને ઝડપથી પચી પણ જતી હોય છે. પણ  જે ખાદ્યચીજોમાં એકાદ  પોષકત્વ વધુ પડતા પ્રમાણમાં  હોય (પ્રોર્ટીન/ફેટ) અને બાકીના પોષકતત્વો સામાન્ય પ્રમાણમાં  હોય તેવી ખાદ્ય ચીજો મોંઘી,  પચવામાં વધુ  સમય લેતી અને તેને શરીરમાં પ્રોસેસ કરવામાં  અને સાંચવવામાં   વધારે ઉર્જા વાપરવી પડતી  હોય છે.

બીમારી અને વૃધ્ધાવસ્થામાં શરીરના નબળા અંગો મોંઘો, પચવામાં અઘરો અને ભારે ખોરાક બરોબર પચાવી શકતા નથી. શરીરને તેવા ખોરાકની બહુ જરૂર હોતી નથી, તેના નકામાં ભાગનો નિકાલ પણ શરીર બરોબર કરી શકતું નથી અને આ તમામ પ્રક્રિયાઓ કરવા શરીરને વધારે ઉર્જા વાપરવી પડે છે.

કુદરતે આપણું શરીર એવુ ચમત્કારીક બનાવેલ છે કે તે હરતું ફરતું હોય ત્યારે તે સસ્તામોંઘા, નબળાસબળા, હલ્કાભારે કે તાજાવાશી ખોરાકની પરવા કે ફરીયાદ કર્યા વિના તેમાથી જોઇતી ઉર્જા બનાવી શકે છે.

પણ માંદગી અન વૃધ્ધાવસ્થામાં ઉર્જા બચાવવા શરીરપોતાની પ્રવૃતી ધીમી પાડવા લાગે છે અને પોષણની જરૂરીયાતો પણ ઘટાડવા લાગે છે જેથી તે બચેલી ઉર્જા સાજા થવામાં કે ઘરડા શરીરને હરતુંફરતું રાખવામાં વપારી શકે.

''બરોબર ખોરાક લેવાય તોજ શરીરમાંં શકિત આવે'' તેવી માન્યતાને કારણે લોકો વધુ પોષણવાળા, અજાણ્યા અને મોંઘા ખોરાકની પાછળ પડી શરીરમાંં શકિત વધારવા પ્રયાસો કરે છે અને આ માટે ભુખ લગાડવા, ખોરાક પચાવવા અને પેટ સાફ રાખવા દવા-ચૂર્ણ-ફાકી વિગેરે લેતા હોયે છે અને પરીણામે શરીરને વધારે નબળું પાડે છે. આજ કારણોસર માંદગી અને  ઘડપણમાં ખોરાક લેવામાં કાળજી રાખવાની, ચિંતા ન કરવાની અને વધુ આરામ કરવાની સલાહ મળતી હોય છે.

માંદગી અને ઘડપણ દરમ્યાન સાદુ, સસ્તુ અને શરીરનું જાણીતું ભોજન પાચનતંત્ર પરનું કામકાજનું ભારણ ઘટાડી શરીરની ઉર્જા બચાવવા સાથે ખોરાકના પાચન અને નિષ્કાશનના પ્રશ્નો પણ ઘટાડે છે.(૬.૩)

(ડો.મારૂએ પ્રાકૃતિક સારવાર, આહાર અને પોષણ, પ્રીવેન્ટીવ એન્ડ પ્રમોટીવ હેલ્થકેર, વ્યાયામ, યોગ, ધ્યાન તેમજ અન્ય સહાયક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનો વિશેષ અભ્યાસ કરેલ છે)

રૂરૂ મુલાકાત માટે સંપર્ક કરો.મો. ૯૪ર૮૮ ૯૪૭૯૪ (એપોઇન્ટમેન્ટ અગાઉથી લેવી જરૂરી છે)

 અન્ના નેચરલ હાઇજીન એન્ડ

       ઓલ્ટરનેટીવ થેરાપી સેંટર

    c/o બકુલ લોઢવીયા ફીઝીયોથેરાપી સેન્ટર

''સંકલ્પ'' એપેક્ષ કલર લેમ્બની બાજુમાં સરદારનગર મેઇન રોડ, રાજકોટ 

સોમ થી શુક્ર   સ.૧૦ થી ૧, સાં. પ થી ૮ 

           મો. ૯૪ર૮૮ ૯૪૭૯૪

 

(9:07 am IST)