Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

રસ્તો તૈયાર કરો

''તમે કાઇના કરી શકો. આત્મસાક્ષાત્કાર થવાનો હશે ત્યારે જ થશે. પરંતુ તમે રસ્તો બનાવી શકો''

તમે આત્મ સાક્ષાત્કારને બળપૂર્વક ના લાવી શકો તે ક્રિયા અને પ્રતિક્રિયા જેવુ નથી. તમે તેના માટે રસ્તો બનાવી શકો તે જયારે બનવાનું હશે ત્યારે બનશે જ પરંતુ જો તમે તૈયાર નહી રહો તો કદાચ તે ફંટાઇને જતુ રહેશે અને કદાચ તમે તેને ઓળખી પણ નહી શકો.

ઘણા બધા લોકોને સમાધી અથવા આત્મ સાક્ષાત્કારની પહેલી ઝલક તેમના સામાન્ય જીવનમાં મળે છે. પરંતુ તેઓ તેને ઓળખી નથી. શકતા કારણ કે તેના માટે તેઓ તૈયાર નથી  તે એવુ જ છે કે કોઇને મૂલ્યવાન હીરો આપવામાં આવેે જેણે હીરા વીશે કયારેય સાંભળ્યું જ નહી તે વીચારશે કે આ પથ્થર છે કારણ કે તેની પાસે તેને ઓળખવાનો કોઇ રસ્તો જ નથી.

વ્યકતીએ ઓળખવા માટે એક પ્રકારનો ઝવેરી બનવું પડશે તે જયારે પણ બનશે ત્યારે જ બનશે તેને બદલવાનો કોઇ રસ્તો નથી તમે તેન જન્માવી ના શકો પરંતુ જો તે બને તો તમે તેને ઓળખવા માટે તૈયાર હોવા જોઇએ જો તમે ધ્યાન બંધ કરી દેશો તો તમારી સતર્કતા જતી રહેશે ધ્યાન ચાલુ રાખો જેથી તમે તૈયાર રહો, જેથી જયારે તે તમારી બાજુમાંથી પસાર થાય, તે તેને સ્વીકારવા માટે તૈયાર છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:20 am IST)