Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

(યાદેવી શકિત રૂપેણ સંસ્થિતા)

વિશ્વ જનની આદ્યશકિત માં જગદંબા માની ઉપાસનાથી સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય

પરમકૃપાળુ આદ્યશકિત માં જગદંબા, જગત નિયંતા છ, તેમને જ આ સૃષ્ટિના સર્જક પાલક અને સંહારક ગણી સર્વોત્તમ શ્રેષ્ઠતમ પદ પામેલ છે. માં જગદંબાના અનુપમ મહિમાના ગુણગાન સૌ કોઇ કરે...!

''સારાયે ત્રિલોકમાં ન સમાય, જે નાનું મારૂ હૈયુ સહેલથી સમાય તે...''

હે ! કરૂણામય માં આપના સગુણ કે નિર્ગુણ સ્વરૂપને હું જાણતો નથી, તો હે ! દેવીમાં ! આપના જે અસંખ્ય ચરિત્રો છે, એને તો હું કયાંથી  જાણું...?

શ્રદ્ધા અને ભકિતની દ્રષ્ટિએ જોઇએ તો માં ભગવતી જગદંબાની ઉપાસના માત્ર અકલ્પ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરનારી છે.

માં જગદંબાની ઉપાસના સર્વમાન્ય છે, અને નિર્વિવાદ પણ છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીએ પણ માં ની સ્તુતિ કરી છે, વાસ્તવમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીમાં રહેલી શાંતિ પોતે જ કાર્ય કરેછે. માં જગદંબાની અદ્દેત શકિતની પરમ દયા છે.

શકિતના સ્વરૂપને માત્ર પ્રકૃતિની જ દ્રષ્ટિથી  જ જો વિચારી હશે તો ત્યાં માત્ર શકિતનું સ્થુળ વર્ણન દ્રષ્ટિગોચર થશે, પરંતુ શકિત એ માત્ર જડ બ્રહ્મમાં રહેલી કોઇ સંહારક તત્વ નથી પરંતુ તે તો વિશ્વજનની છે, અને એ ભાવે જ શકિત હોવી જોઇએ.

શંકરાચાર્યજીએ કહ્યું છે, - ''કુ પુત્રો થયેત કવમિદપી કુમાતા ન ભવતિ'' એ અનુસાર આદ્યશકિત માં જગદંબાએ સર્વ કાર્ય કર્યું.

સ્વયંભુ ભગવાન વિષ્ણુએ પણ વિષ્ણુ સ્વરૂપમાં મધુ-કૈરભના ત્રાસથી મુકત થવા યુદ્ધ કરતા માં ભગવતી જગદંબાની પ્રાર્થના કરી છે.વિશ્ણુની સ્તૃતિ ભગવતી માંનુ પુર્ણ સામર્થ્ય અને બ્રહ્મ શકિતનું એક અદ્વેત સ્વરૂપ છે.

વિષ્ણુ ભગવાન પોતે જ પોતાના કરતા માં જગદંબાને શ્રેષ્ઠ ભાવે અદ્વતિ પોતાની જનનીના ભાવે સ્તુતિ કરી હતી.

હે ! માં જયારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, વરૂણ, કુબેર, યમ, અગ્નિ પણ ન હતા ત્યારે તમે જ હતા...!

વેદવ્યાસ પણ આદ્યશકિત માં જગદંબાનો ખુબજ દીર્ધ, વિશુદ્ધ જ્ઞાનદ્રષ્ટિથી વર્ણવ્યા છે.

માં જગદંબા, કેવળ દેવ જનની જ નહી, વિશ્વજની છે,

યા દેવી સર્વભુતેષુ

માતૃરૂપેણ સંસ્થિતા

નમસ્ત યૈ નમસ્ત યે

નમસ્તે નમો નમઃ

સ્થળ સ્થળ મહી તુ જ વાસરી હો

પલ પલ અદા તુ જાગતી દિનરાત તારા ભરતની સંભાળ માડી રાખતી તે કષ્ટ કાપી ભકતનાને સાંચવે તારો કરી શ્રી માત કલ્યાણી આદ્યશતિ માં પતિત પાવન ઇશ્વરી.....

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:08 am IST)