Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

શ્રાવણ સત્સંગ

અને ભોળાનાથ મહાદેવે તેને કામધેનુ પ્રદાન કરી....!

પાવન ઘડી ત્યારે આવે છે. જયારે જીવ પ્રભુને પોકારી લે અથવા તો ઇશ્વર પોતે તેને પોકારી લે આ સંયોગ જયારે ઘટીત થાય ત્યારે જીવનો ભ્રમ અને તેનું ભ્રમણ સમાપ્ત થઇ જાય છે. અને તેને મળે છે પરમ સુખ અને પરમ શાંતિ....! આ સત્ય ઉજાગર કરતી એક કથા છે.

બાળપણમાં પોતાની માતાને ઉપમન્યુએ કહ્યું મા મારે દુધ પીવુ છ.ે પણ ગરીબ મા દુધ કયાંથી લાવે તેણે ઉપમન્યુને કહ્યું બેટા ! આપણે ગરીબ છીએ ઘરમાંં દુધ નથી પણ ઉપમન્યુ માન્યો નહી બાળહઠ સામે માતા લાચાર બની અને પછી તેણે બીજને પીસીને તેમાં પાણી નાખી તેને આપી દીધુ પણ તેમાં દુધનો સ્વાદ તો કયાંથી આવે ? બાળકની જીદથી માતાએ કહ્યું પુત્ર ! સંસારમાંં તો બધુ જ છે. પણ તેમાંથી પ્રત્યેકની પ્રાપ્તી ભાગ્ય અને પુરૂષાર્થના સંયોગથી થાય છે.

ત્યારે ઉપમન્યુએ પુછયુ માં ભાગ્ય શું છે ? મા એ કહ્યું પૂર્વ જન્મોના કર્મનું ફળ અને પુરૂષાર્થ શું છે ?

મા એ ઉત્તર આપ્યો આ જન્મનું કર્મ તો ઉપમન્યુ કરે શ્રેષ્ઠતમ ભાગ્ય અને શ્રેષ્ઠતમ પુરૂષાર્થ માટે શું કરવૂં જોઇએ ?

મા એ કહ્યું તપ કરવું જોઇએ.

ઉપમન્યુ બાળપણમા ભોળાનાથ મહાદેવજીની પુજા શીખ્યો હતો.

મા એ કહ્યું ભોળાનાથ મહાદેવ સર્વ સમર્થ છે તેઓ તો ભોળા ભગવાન છે પ્રસન્ન થવાથી કંઇપણ આપી શકે.

ઉપમન્યુ તપ કરવા તૈયાર થયો હિમાલય પહોંચી ઘોર તપ શરૂ કર્યું અન્નનો ત્યાગ કર્યો ભકત ઉપમન્યુનુ તપ ઉગ્ર થતું ગયું ભકિત પ્રગાઢ થતી ગઇ ઉપમન્યુના તપથી લોક સંતપ્ત થવા લાગ્યા ત્યારે ભગવાન નારાયણે ભગવાન શિવજી પાસે જઇને વિનંતી કરી ઉપમન્યુને તપમાંથી ઉગારો ભોળાનાથે સંમતિ આપી અને ઉપમન્યુ પાસે જઇ પહોંચ્યા શિવે ઇન્દ્રનું રૂપ લઇ તેની કસોટી કરી પણ ઉપમન્યુ ભકિત અડગ હતી તે પોતાની આરાધનામાં અવિચળ રહ્યો...! અને ત્યારે ભોળનાથ મહાદેવ મહાશકિત માતા પાર્વતી સાથે ઉપમન્યુ સમક્ષ પ્રકટ થયા બોલ્યા, હું તારા પર પ્રસન્ન છું માંગ

ત્યારે ઉપમન્યુએ કહ્યું ભગવાન મેતો શુદ્ધ કામનાથી તપનો આરંભ કર્યો હતો પણ હવ ેકોઇ કામના નથી બસ આપ બંને મારા પર કરૂણા પૂર્ણ બની રહો....!

એ વખતે સદાશિવે તેને કામધેનુ પ્રદાન કરી તે દુધની સાથે તારી તમામ કામના પૂર્ણ કરવા સમર્થ છે. માતા પાર્વતીએ તેન ેયોગ વિદ્યા અને બ્રહ્મવિદ્યાનું વરદાન આપ્યું ભગવાનની કૃપાથી ભકતને બધું મળી ગયું....!!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:46 am IST)