Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

શ્રાવણ સત્સંગ

પાવન પવિત્ર શ્રાવણ માસ ઓમ નમઃ શિવાય

દેવાધિદેવ મહાદેવજી એટલા ભોળા સીધા અને સરળ છે કે જેઓ એક લોટો જળ પુષ્પ અને બીલીપત્ર માત્રથી શિવભકત પર અતિ પ્રસન્ન થઇ જાય છે

એક લોટો જળ થોડા પુષ્પો અને બીલીપત્ર દિપ જયોતિ, અગરબત્તી, ધુપથી ભોળાનાથ મહાદેવ પ્રસન્ન રહે છે.

અને તેમાંએ તેની સાથે રૂદ્રાક્ષની માળાથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના જપ કરવાથી આ ઔઢરદાની શિવભકતની દરેક પ્રકારની મનોકામના પૂરી કરી દે છ.ે અને રૂદ્રાક્ષધારી માનવી પર તો ભગવાન શિવજી અતિ પ્રસન્નતા બની રહે છ.ે

શિવ ઉપાસના શિવ પૂજન સાથે રૂદ્રાક્ષ કરવાથી કે ઘરમાં રાખવાથી દરેક પ્રકારના દુઃખોનું નિવારણ થાય છે. રૂદ્રાક્ષ આવી પ્રભાવ શાળી ચીજ છ.ે

આજ પ્રકારે પાવન પવિત્ર શ્રાવણ માસના પવિત્ર દિનોમાં ભોળાનાથની ભકિત ઉપાસના અને પુજા પાઠ કરવાથી ભકત પરિવારનું શ્રેય થાય છે માટે આ પવિત્ર શ્રાવણ માસમાં દરેક ભકતજને ભોળાનાથ મહાદેવજીની પુજાનો લાભ ઉઠાવવો જોઇએ.

શ્રાવણ માસમાં ભોળાનાથની પુજા ઉપાસના સારા ભાગ્યથી જ થાય છે. જેને વ્યકિતએ ચુકવી જોઇએ નહી.

શ્રાવણ માસમાં કેવળ દરરોજ મંદિરમાં ભોળનાથ મહાદેવજીના દર્શન માત્રથી દરેક પ્રકારની સુખ, સમૃધ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. સાથોસાથ શ્રાવણ માસ દરમિયાન કોઇ પણ આત્માને દુઃખાવવો જોઇએ નહી આ ઉપરાંત બેઇમાની જુઠ હેરાફેરી અનીતી જેવા દુષણોથી દુર રહેવુ જોઇએ.

શ્રાવણ માસના પવિત્ર દિનોમાં ઉપાસના પુજા પાઠ કરવાથી અનેક ગણુ ફળદાયી બને છે.

માટેજ શ્રાવણ માસ આદરણીય, પુજનીય અને સ્વચ્છ સત્યનુ પાલન કરવા વાળો માસ છે. અને એટલે જ શ્રાવણ માસમાં સર્વોચ્ચ તરીકાથી ભોળાનાથ મહાદેવજીની ઉપાસના કરવી જોઇએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:16 am IST)