Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોેડીટેશન

બાળક જેવા બની રહો

''આપણે ઉપર-ઉપરથી જ અલગ છીએ, અંદરથી અલગ નથી જે ભાગ દેખાય છે તે જ અલગ છે અદ્રશ્ય ભાગ હજુ પણ એક જ છે.''

ઉપનીષદ કહે છે ''જેઓ વિચારે છે કે હુ બધુ જાણેુ છુ તેઓ કઇ  જાણતા નથી'' કારણ કે તમે બધુ જાણો છો તે વિચાર જ તમને કઇ જાણવા દેતો નથી તમે કઇ જાણતા નથી તે વિચાર તમનેનીર્બળ અને ખૂલ્લા બનાવે છ.ે બાળકની જેમ તમારી આંખો વિસ્મયથી ભરેલી છે પછી તે સમજવુ મુશ્કેલ છે કે આ વિચાર તમારા છે કે તે બહારની તમારી અંદર દાખલ થયેલા છે પરંતુ ચિંતા કરવા જેવુ કઇ નથી કારણ કે મન એકજ છે, તે વિશ્વવ્યાપી મન છે તેને ભગવાન કહી શકો અથવા તો બીજી ભાષામાં તે કહેવાય છે  ''સામુહીક અચેતન''

આપણે ઉપર-ઉપરથી જ અલગ છીએ અંદરથી અલગ નથી જે ભાગ દેખાય છે તે જ અલગ છે. અદ્રશ્ય ભાગ હજુ પણ એક જ છે તેથી તમે જ્યારે વિશ્રામ કરો અને શાંત થઇ જાઓ, તમે વધારે નમ્ર બની જાઓ હવે, વધારે બાળક જેવા વધારે નિર્દોષ, તેથી શરૂઆતમાં તે જેવુ મુશ્કેલ લાગે છે કે આ વિચારો તમારા જ છે, આકાશમાથી આવે છે અથવા બીજુ કોઇ તેના સંદેશાઓ મોકલે છે અન ેતમે ફકત પ્રાપ્ત  કરનાર છો પરંતુ તેઓ કયાયથી આવતા નથી તેઓ તમારા અસ્તિત્વતા ઉંડાણમાંથી આવે છે અને બધાનો અસ્તિત્વનો મૂળ ભાગ એક જ છે.

તેથી ખરેખર મૂળભૂત વિચારોમાં કોઇના હસ્તાક્ષર હોતા નથી તે સરળ રીતે ત્યા છે અને જ્યારે વ્યકિતગત મન, અહંકારી મન વિશ્રામ કરે છે. વૈશ્વીક મન તમને તરબોળ કરી જાય છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:07 am IST)