Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2016

હિન્દુ સંયુકત કુટુંબનો દરજ્જો આવકવેરા કાયદા હેઠળ કયારે મળે?

એચ. યુ. એફ. ને પણ ટેકસ ફ્રી રૂ.૨,૫૦,૦૦૦ની આવક મળે. એચ.યુ.એફ. બે રીતે ઊભા થઇ શકે છે

ભારત દેશમાં અનેક વસતા હિન્દુની સંખ્યા ધ્યાનમાં રાખીને હિન્દુ સંયુકત કુટુંબની પ્રણાલીકા  અત્યંત પ્રચલીત છે. ઇન્કમટેકસ કાયદામાં પણ હિન્દુ સંયુકત કુટુંબને (એટલે કે એચ. યુ. એફ) ને એક  અલગ ખાસ દરજજો (સ્ટેેટસ) આપવામાં આવ્યો છે. જેથી  દરેક  વ્યકિત (ઇન્ડીવીયુલ) ઇન્કમટેકસની આવક-ગણત્રી. જેમ એચ. યુ.એફ. ને અલગ આવકવેરા કાયદા  હેઠળ અલગ દરજ્જો આપી શકાય છે. તેનું અલગ  દરજ્જો આપી શકાય છે. તેનું અલગ પાનકાર્ડ લઇ વ્યકિતત્વ આવક પત્રક ભરી શકાય છે.  તેવી જ રીતે એચ.યુ.એફ.નું પણ આવકવેરાનુ઼ં અલગ રીર્ટન ભરી તમામ આવકવેરાનાં લાભો લઇ શકાય છે. આમ, કરમુકતઆવક રૂ. ૨,૫૦,૦૦૦ /-  ઉપરાંત કલમ ૮૦/ સી નીચે રૂ. ૧,૫૦,૦૦૦ /- સુધીનાં રોકાણ કરવાથી  એચ.યુ.એફ. પણ કુલ રૂ.૪,૦૦,૦૦૦/- સુધીની  આવક કમાય તો પણ  આવકવેરો ભરવાનો રહેતો  નથી. એચ. યુ.એફ. એ ટેકસ પ્લાનીંગનો એક ભાગ છે. જેનાથી વધારાની ફાઇલ ઉભી થયાની ટેકસ ફી ૨,૫૦,૦૦૦/- આવક  ઊભી થઇ શકે છે.

હિન્દુ સંયુકત કુટુંબ કે હિન્દુ અવિભુકત કુટંુબ અંગે ભારતનાં સંર્વિધાનમાં કોઇ ખાસ  સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવેલ નથી. હિન્દુ કાયદા હેઠળ એક પુરૂષ તથા સ્ત્રીને સરખા ગણવામાં આવે છે. તેઓની અલગ - અલગ ઇન્કમટેકસ રિર્ટન ભરી શકાય છે. અને  તમામ પ્રકારનાં કરમુકિતના લાભો  લઇ શકાય છે.

આવકવેરા કાયદા મુજબ  હિન્દુ સંયુકત કુટુંબ (એચ.યુ. એફ.) એટલે શું? અને તેનું અલગ પાનકાર્ડ તથા દરજ્જો કયારે મળે? તેને પણ  આવકવેરાનાં લાભો કઇ રીતે  મળે તેની વિગતો જાણીએ.

હિન્દુ સંયુકત કુટુંબ એટલે કે હિન્દુ પ્રાણાલીકા મુજબ પતિ તથા પત્નિ જેઓ લગ્નગ્રંથી સમાજની હાજરીમાં પતિ - પત્નિ જાહેર થયા છે. તેઓ, આમ, કોઇપણ યુવક  તથા યુવતી  લગ્નગ્રંંથી  સાથે પતિ - પત્નિ હિન્દુ લગ્નિવિધિ, આર્ય- સમાજ અથવા   સબ - રજીસ્ટ્રાર કે કોર્ટમાં લગ્ન કરી તેઓ યુવક- યુવતીમાંથી પતિ-પત્ની બન્યા છે. ત્યારથી તેઓનું એક હિન્દુ સંયુકત કુટુંબ બને છે. જેમાં પતિને તે કુટુંબનો કર્તા ગણવામાં આવે છે. જ્યારે પત્નીને કો- પાર્સનર સભ્ય ગણવામાં આવે છે.  ત્યારબાદ તેઓ દ્વારા દ્વારા જે પુત્રી અથવા પુત્રનો જન્મ થાય તેઓને એચ.યુ.એફ.નાં મેમ્બર તરીકે આપોઆપ, ગણાય જાય છે. આમ, દેશી ભાષામાં ચોરીનાં ચાર ફેરફર્યા બાદ પતિ-પત્ની તથા એચ.યુ.એફ.ની આવકવેરાની ફાઇલ ઉભી થઇ શકે છે અને ઉપર જણાવ્યા મુજબ રૂ.૪ લાખ સુધી કરમુકત આવક કરી શકાય. એચ.યુ.એફ.એ. ટેકસ પ્લાનીંગનો એક ભાગ છે.

(૧) એચ.યુ.એફ. વડીલો પાર્જીત ખેતીની જમીન તથા અન્ય સ્થાવર અને જંગમ મિલ્કતોના ભાગ પાડવાથી મોટા (બીગર) એચ.યુ.એફ.માંથી નાનું (સ્મોલ) સંયુકત કુટુંબ આપોઆપ થઇ શકે છે.

દા.ત., કુટુંબના વડીલ ખેડુત શ્રી રામજીભાઇને બે પુત્રો છે.તેમનું એચ.યુ.એફ. અલગ કરવામાં આવે છે. એટલે કે ફાળવણી કરવામાં આવે તો તેમનાં બન્ને પુત્રોનાં એચ.યુ.એફ. વડીલો પાર્જીત મિલકતમાંથી ઊભા થઇ જાય છે. સામન્ય રીતે ખેડુતો કુટુંબમાં ૮/૧૨ તથા ૮/અમાં મિલ્કતની ફાળવણીથી નાનું (સ્મોલ) એચ.યુ.એફ ઉભા થાય છે.

(૨) જ્યારે કોઇ દંપતી પાસે વડીલો પાર્જીત મિલ્કતો ન હોય ત્યારે તે દંપતી (પતિ- પત્ની)ને કોઇપણ સગા સંબંધી અથવા મિત્ર દ્વારા ફકત પાંચ/દશ હજારનો ચેક તથા રૂ.૧૦૦૦/- રોકડ આપી એચ.યુ.એફ. ડીડ બનાવીને પણ એચ.યુ.એફ. ઉભું કરી શકાય છે.

જો એચ.યુ.એફ.નાં નામે કોઇપણ ધંધો - વ્યવસાય કરવા હોય તો તે માટે કોઇપણ ધંધાનું નામ દા.ત., બાલાજી એન્ટરપ્રાઇઝ- શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ નામનું ખાતું ખોલાવવું જરૂરી છે. તે ધંધાના માલિક એચ.યુ.એફ. હોવાથી તેની આવક અલગ ગણાય. કોઇપણ એચ.યુ.એફ.નાં સભ્યોની આવક ઉમેરાશે નહીં.

આમ, એચ.યુ.એફ.ની અલગ ફાઇલ ઉભી કરવાથી દરેક કુટુંબને ખુબ ફાયદો થાય. આ ટેકસ પ્લાનીંગનો એક ભાગ બને છે.(૩૮.૨)

નીતીન કામદાર સી.એ.

લાખાજીલાજ લાઇબ્રેરી સામે,

રાજકોટ

ફોન નં.: ૦૨૮૧-૨૨૨૭૬૮૮

મો.૯૮૨૫૨ ૧૭૮૪૮

(4:01 pm IST)