Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

ચિંતાથી મુકત થવું છે?

આધ્યાત્મીક દ્રષ્ટિએ ગીતામાં બધા વેદો તથા ઉપનીષદોનો સાર રહેલો છે તે જીવાત્માને પરમાત્મા સાથે જોડવાનું તેમજ માનવીની આંતરીક ચેતનાને વિરાટ ચેતનામાં વિકસીત કરવાનું જ્ઞાન રજુ કરે છે એમાં કર્મ, વિચાર અને ભાવનાઓના ઉત્કર્ષ તથા પરલક્ષયની પ્રાપ્તીના સરળ તેમજ યોગીક ઉપાયો બતાવ્યા છે.

ગીતાનું પ્રાચિન સમયમાં માનવીય નિદાનની વિદ્યા હતી એમ મનાય છે તેનો ઉપદેશ ગમે તેવી વિષય પરિસ્થિતિઓમાં મન વિકાસગ્રસ્ત થઇ જાય ત્યારે માનવીને ભકિત, વિશ્વાસ, કર્તવ્ય, ધર્મ, નીતી વગેરે જીવન મુલ્યોનું શિક્ષણ પણ આપે છે.

જીવનની દરેક બાબતમાં માર્ગદર્શન આપતી હોવાને લીધે તે અત્યંત ઉપયોગી છે.

ગીતામાં તામસીક રાજસીક અને સાત્વીક એમ ત્રણ પ્રકારના વ્યકિતત્વોની ચર્ચા કરવામાં આવી છે.

ગીતામાં ચિંતાથી પેદા થયેલી સમસ્યાઓને આસુરી સંપદાના લક્ષણના રૂપમાં બતાવવામાં આવી છે.

જેમાં શારીરીક માનસીક તથા ભાવનાત્મક સમસ્યાઓ પ્રગટ થાય છે. જેવી કે ખોટી આશા, ખોટુ કર્મ, નકામુ જ્ઞાન, તેમજ ઉન્માદી ચિતવાળા અજ્ઞાની લોકો આસુરી પ્રકૃતિવાળા હોય છે.

ભગવત ગીતામાં ચિંતા તથા અવસાદનું નિરાકરણ તેમજ યૌગીક ઉપાય થઇ શકે છે. કર્મયોગ, ભકિતયોગ, અને જ્ઞાન યોગ દ્વારા ક્રમશઃ આશકિતમાંથી મુકિત, ભાવોની શુધ્ધી, અને વિવેકના જાગરણનું વિવેચન વિસ્તારપુર્વક કરવામાં આવ્યું છે.

ગીતામાં તમામ સંકટોનું કારણ આશકિતને બતાવવામાં આવી છે.

આ આશકિત માનવમાં હોય છે અને તેને કારણે એ ચિંતાગ્રસ્ત તેમજ અવસાદગ્રસ્ત થઇ જાય છે.

આ દશામાંથી મુકત થવા માટે ગીતામાં કર્મયોગનું વિવેચન કરવામાં આવ્યું છે. આ કર્મયોગ માનવીને કુશળતાપુર્વક કાર્ય કરવાનું શિક્ષણ આપે છે કુશળતાપુર્વક એટલે કે આશકિત છોડીને પરીણામની આશા રાખ્યા વગર કર્મ કરવુ઼.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:01 am IST)