Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

કઇપણ નહી

''શાંત અનુભવવામાં પણ કઇક થઇ રહ્યું છે અનેતેમાં બીજી ઘોંઘાટવાળી ઘટનાઓ કરતા ધવારે કઇક બની રહ્યું છે.''

જયારે તમે રડો અથવા બુમો પાડો છો ત્યારે તમે એવું અનુભવો છો કે કઇક બની રહ્યું છે. જયારે તમે રડતા નથી, બુમો નથી પાડતા ચીસો નથી પાડતા, ફકત ગહન શાંતી અનુભવો છો ત્યારે તમે-- વિચારો છો કે કઇ નથી થઇ રહ્યું તમે નથી જાણતા કે આમા જ બીજી ઘટનાઓ કરતા વધારે થઇ રહ્યું છે હકીકતમાં બીજી ઘટનાઓએ જ આ ઘટના બનવા માટેનો માર્ગ બનાવ્યો છે આ ધ્યેય છે તેઓ-ફકત સાધનો હતા પરંતુ શરૂ-ાતમાં તે ખાલી લાગશે. બધુ જ જતુ રહેશે. તમે બેઠા છો અને કઇ જ નથી થઇ રહ્યું.

કઇજ નથી થઇ રહ્યું અનેતે હકારાત્મક છે તે જગતની-સૌથી હકારાત્મક ઘટના છે. બુધ્ધે તેને નીર્વાણ કહ્યું છે તેવી તેને આવવા દો અને વધારે અને વધારે બનવા દો. તેને આવકારો જયારે પણ તે બને તમારી આંખો બંધ કરી દો અને તેને માણો જેથી તે વધારે વખત બને આ ખજાનો છે પરંતુ શરૂઆતમાં બધા સાથે આવુ બનશે.  અચાનક તેનો વિસ્ફોટ થશે. પછા જયારે તે અદ્રશ્ય થઇ જશે ત્યારે શુ બની ગયું તે તેઓ સમજી નહી શકે. તેઓ ઇચ્છશે કે ફરીથી આ વિસ્ફોટ થાય તેઓ બળજબરી પૂર્વક કરવાની કોશીષ કરશે.

તેથી રાહ જુઓ જો કઇક પોતાની જાતે જ વિસ્ફોટીત થાય તો બરાબર છે, તેને જબરદસ્તીથી નહી કરો. જો શાંતી- વિસ્કોટીત થાય તો તેને માણો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ,

વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:54 am IST)