Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

''જીવન ઘોંઘાટીયુ છે અને જગત ખૂબ જ ગીચ છે પરંતુ ઘોંઘાટ સાથે લડવાથી તેનો પીછો ના છોડાવી શકાય, તેનો-સંપૂર્ણ પણે સ્વીકાર કરવાથી જ તેનો પીછો છોડાવી શકાય.''

તમે જેટલા વધારે લડશો તેટલા વધારે હતોત્સાહ થતા જશો કારણ કે તમે જેટલા વધારે લડશો તેટલું જ વધારે તે તમને હેરાન કરશે તેને સ્વીકારો ઘોંઘાટ પણ જીવનનો એક ભાગ છે અને-એકવાર તમે તેને સ્વીકારવાની શરૂઆત કરશો. તમને આશ્ચર્ય થશે કે એ હવે તમને હેરાન નથી કરતું ઘોંઘાટ તરફથી કોઇ તકલીફ જ નથી, તકલીફ ઘોંઘાટ તરફના તમારા અભીગમથી છે.

ઘોંઘાટ વિક્ષેપ નથી, તમારો અભીગમ વિક્ષેપ છે. જો તમે તેના વિરોધી છો તો તને હેરાન થશો. જો તમે તેના વિરોધી નથી તો હેરાન નહી થાવ.

અને તમે કયાં જશો ? ગમે ત્યાં જશો, અમુક પ્રકારનો-ઘોંઘાટ તો ત્યાં હશે જ આખી દુનીયા ઘોંઘાટમય છે જો તમે હીમાલયની ગુફામાં જતા રહેશે તો ત્યાં ઘોંઘાટ નહી હોય પરંતુ તમે જીવનને ચુકી જશો. જીવનને રૂપાંતરીત કરવાની શકયતાઓ અહી નહી હોય અને થોડા જ વારમાં શાંતી નીરસ અને મૃત-લાગવા માંડશે. હું એવું નથી કહેતો કે શાંતીને માણો નહી શાંતીને માણો પરંતુ ઘોંઘાટ શાંતીની વિરોધમાં નથી તે જાણી લો.

શાંતી ઘોંઘાટની વચ્ચે પણ રહી શકે. ખરા અર્થમાં તો જયારે તમે ઘોંઘાટની વચ્ચે શાંત રહી શકો. તે જ ખરી શાંતી છે--હીમાલયમાં તમને જે શાંતી અનુભવ થાય છે. તે તમારી શાંતી- નથી તે હીમાલયની શાંતી છે. પરંતુ જો બજાર વચ્ચે તમે-શાંતીનો અનુભવ કરી શકો એકદમ શાંત રહી શકો તો તે શાંતી તમારી છે. તો હેમાલય તમારા હૃદયની અંદર જ છે અને તે જ સાચી શાંતી છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:33 am IST)