Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

શંકા અને નકારાત્મકતા

''શંકાનો મતલબ તમે ચોક્કસ નથી તમે ખુલ્લા મનથી-તપાસ માટે તૈયાર હશે. શંકા શરૂઆત કરવા માટેનું સૌથી ઉતમ બીંદુ છે.''

શંકા ખરાબ નથી નકારાત્મકતા એક સંપૂર્ણ અલગ વસ્તુ છે નકારાત્મકતાનો મતલબ તમે એક સ્થીતી પહેલેથી જ નકકી કરી લીધી છે--વિરોધમાં શંકાનો મતલબ તમે કોઇ સ્થીતી નકકી નથી કરી તમે તપાસ કરવા માટે તૈયાર છો શંકા શરૂઆત કરવા માટે સૌથી ઉતમ બીંદુ છે. શંકાનો સરળ અર્થછે.ખોજ, પ્રશ્ન, નકારાત્મકતા તો અર્થ છે તમને પહેલેથી જ પૂર્વગ્રહ છે તમે પહેલેથી જ નકકી કરી લીધું  છે હવે તમારે એટલું જ કરવાનું છેકે કોઇપણ રીતે તમારો પૂર્વગ્રહ સાચો છે તે સાબીત કરવાનું છે શંકા ખૂબજ આધ્યાત્મીક છે. પરંતુ નકારાત્મકતા બીમારી  છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:44 am IST)