Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

હીંસા

''કોઇ જન્મથી હીંસક હોતું નથી, વ્યકિત તે શીખે છે વ્યકિતને હીંસક સમાજનો ચેપ લાગે છે અને તે હીંસક બની જાય છે-નહીતર દરેક બાળક જન્મથી સંપૂર્ણ પણે અહીંસક હોય છે.''

તમારા અસ્તીત્વમાં કોઇ હીંસા નથી. આપણે પરીસ્થીતીઓથી ઘડાઇએ છીએ આપણે ઘણી બધી વસ્તુઓથી આપણી જાતને બચાવવી પડે છે. અને હુમલો કરવો એ બચાવનો સૌથી ઉતમ રસ્તો છે જયારે વ્યકિતને ઘણી બધી વાર પોતાની જાતને બચાવવાની જરૂર પડે છે. ત્યારે તે આક્રમક બની જાય છે. તે હીંસક બની જાય છે. કારણ કે બીજાના સહારાની રાહ જોવા કરતા પહેલો પ્રહાર કરવો સારો છે જે પહેલ પ્રહાર કરે છેતેની જીતવાની તક વધારે છે.

મીસીવેલીએ તેના પ્રખ્યાત પુસ્તક ''રાજકુમાર'' ના આજ કહેલુ છે તે રાજકારણીઓની બાઇબલ છે તે કહે છે કે બચાવની ઉતમ પધ્ધતિ એ હુમલો કરવો છે રાહ નહીજુઓઃ બીજા તમાારા ઉપર પ્રહાર કરે તે પહેલા તમારે પ્રહાર કરવો જ જોઇએ જયારે તમારા ઉપર પ્રહાર કરવામાં આવે છે ત્યારે માસ્તવેલી કહે છે કે તમે ખૂબજ મોડુ કરી દીધું છે તમે પહેલેથી જ હારવાની પરીસ્થીતીમાં આવી ગયા છો.

તેથી જ લોકો હીંસક બની જાય છે. જલદીથી તેઓને સમજાઇ જાય છે. કે નહીતર તેઓને દબાવી દેવામાં આવશે બચાવનો એક જ ઉપાય છે. લડો અને એકવાર તેઓ આ યુકતી શીખી જાય છે ધીમે ધીમે તેઓનો આખો સ્વભાવ તેનાથી વીષયુકત થઇ જાય છે. પરંતુ તે સ્વાભાવીક નથી તેથી તેને છોડી શકાય છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:41 am IST)