Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

વેકેશન આવ્યું, ફરવા નથી જવુ ? નિકળી પડો...

સિમલા-કુલુમનાલી- ચારધામ-દાર્જીલિંગ-ગંગટોક-લાચુંગ- પેલિંગ-યુમ્થાંગ-બેંગ્લોર-ઊંટી-કોડાઇ કેનાલ- કૂર્ગ-કબિની- સ્ટેચ્યુ ઓફ યુનિટી-નેૈનિતાલ-ધરમશાલા-ઇમેજિકા-ગોવા- મહાબળેશ્વર- સાસણ-બેકલ- વેૈનાડ- કાલીકટ- સાપુતારા- દ્વારકા- સપ્ત જયોતિર્લિંગ-ડેલહાઉસી વિગેરે સ્થળોએ વેકેશનની મોજ માણવા સહેલાણીઓ અધીરા! : હોટ...હોટ સમરમાં ફરવા જવામાં એવરગ્રીન દુબઇ ''હોટ ફેવરીટ'' બન્યું : સિંગાપુર-મલેશીયા-થાઇલે

વિવિધ કક્ષાઓ અને ધોરણો-વર્ષો તથા કોર્ષીસની વાર્ષિક પરીક્ષાઓનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે ત્યારે વહેલાસર ઉનાળું વેકેશન પડે તેની બાળકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, વડીલો, શિક્ષકો, પ્રોફેસર્સ, પ્રિન્સીપાલ,વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલીસ્ટસ, પ્રોફેશનલ્સ વિગેેરે સૌ કોઇ ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે.

મોબાઇલ ઇન્ટરનેટ સહિતની કોમ્યુનિકેશન અને તેની સાથે - સાથે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે જબ્બરદસ્ત ક્રાંતિ થવાથી સમયને અનુરૂપ લોકોની વિચારસરણીમાં પણ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. મોજશોખના ભાગરૂપે તથા 'જીંદગી ન મિલેગી દોબારા' અને 'ચાલ જીવી લઇએ' સૂત્રને સાર્થક કરતા લોકોમાં મનગમતી જગ્યાએ પ્રવાસ ઉપર નિકળીને હરવા ફરવાનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. અન્ય બાબતોની માફક લોકો હવે ફરવા જવાનું બજેટ પણ એકથી પાંચ વર્ષ દરમ્યાન અલગ બનાવવા માંડયા છે.  ''ખાઓ, પીઓ ને મોજ કરો''ની થીયરી અનુસાર પોતાના બજેટને અનુરૂપ મનગમતી જગ્યાએ લોકો સહેલગાહે નિકળી પડે છે.

ભારત ઇ.સ. ૨૦૨૮માં દુનિયાભરમાં ટુરીઝમ ક્ષેત્રે ત્રીજી સૌથી મોટી ઇકોનોમિ બની જવાની ધારણા છે. વર્લ્ડ ટ્રેડ એન્ડ ટુરીઝમ કાઉન્સિલના અહેવાલ પ્રમાણે આવનાર ૧૦ વર્ષોમાં ભારતમાં ટુરીઝમ સેકટરમાં જોરદાર તેજી આવશે અને ભારત ટુરીઝમ ક્ષેત્રમાં ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની જશે. રોજગારીની પણ એક કરોડ જેટલી તક સર્જાઇ શકે છે. ૨૦૨૮માં ટુરીઝમમાં રોજગારની તકનો આંકડો પ.ર કરોડ સુધી પહોંચી જશે. હાલમાં ભારત ટુરીઝમક્ષેત્રે સાતમાં સૌથી મોટા અર્થતંત્ર તરીકે સ્થાન ધરાવે છે. ટુરીઝમ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપર વધુ ધ્યાન કેન્દ્રીય થવાની આવશ્યકતા દેખાઇ રહી છે.

સતત ઘટી રહેલા વિમાન ભાડાને કારણે તથા વિવિધ એરલાઇન્સ વચ્ચે મુસાફરો ખેંચવાની ગળાકાપ હરીફાઇને કારણે વિમાનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે. સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં ૪ અબજ લોકો વિમાનમાં ઉડયા છે. ભારતમાં વર્ષ ૨૦૧૮માં ૧૩.૮૯ કરોડ જેટલા લોકોએ વિમાનની મુસાફરી કરી હતી. જે સંખ્યા ૨૦૧૭ કરતાં ૧૮.૬ ટકા વધુ છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા-જવા માટે વિમાન સરળ લાગે છે. ૧૯૯૫માં ફલાઇટની ટીકીટનો જે ભાવ હતો તે ૨૦૧૭ના એક અભ્યાસ મુજબ ૬૦ ટકા જેટલો ઘટી ગયો છે. દર વર્ષે મુસફરોની સંખ્યામાં સરેરાશ પ ટકાનો વધારો થઇ રહ્યો છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસો.ના અહેવાલ મુજબ એક વર્ષમાં સરેરાશ ૪ અબજ જેટલી ફલાઇટની ટીકીટો વેચાઇ રહી છે. ૨૦૩૬ સુધીમાં આ સંખ્યા બમણાંથી પણ વધુ ૭.૮ અબજ થઇ શકે છે.

* ચાલુ વર્ષે વિદેશ પ્રવાસ કરતા સહેલાણીઓની સંખ્યામાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કારણકે વિવિધ દેશોની કરન્સી સામે ભારતીય રૂપિયો છેલ્લા છ મહિના દરમ્યાન ૪ થી ૧૦ ટકા જેટલો મજબુત બન્યો છે જેને લીધે ફોરેન પેકેજમાં વ્યકિતદીઠ ૧૨ થી ૧૫ હજાર રૂપિયા જેટલો ફાયદો થાય છે. ખાસ કરીને ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા વધશે.

* લોકસભાની ચૂંટણીની મોસમ પણ બરાબર ખીલેલી હોય, ગુજરાતની ચૂંટણીને જોવા-માણવા ઇચ્છતા વિદેશીઓ 'ચૂંટણી પર્યટન'ના ભાગરૂપે ગુજરાત આવી રહ્યા છે. વિવિધ ટુર ઓપરેટર્સ છ દિવસથી માંડી ૧૫ દિવસોના પેકેજ ૪૦ હજારથી દોઢ લાખ રૂપિયા આસપાસ ફેસેલિટીને અનુરૂપ વેચી રહ્યા છે.

* ઘણી જગ્યાએ ઉનાળુ વેકેશન તાજેતરમાં જ પડયું છે અથવા તો બધી જ જગ્યાએ નજીકના ભવિષ્યમાં પડવાનું છે ત્યારે રજાઓમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત અને વિદેશોમાં સહેલાણીઓના હોટ ફેવરીટ ડેસ્ટીનેશન્સે લોકોમાં જબરૂ આકર્ષણ જગાવ્યું છે. ફરવા જવાના આવા જબ્બરદસ્ત ક્રેઝના ભાગરૂપે લોકો ફરવા જવા માટે અત્યારે તો જોરદાર તેેૈયારીમાં લાગી ગયા છે. ટીકીટો તથા હોટલ  બુકીંગ માટે દોડાદોડી કરી રહ્યા છે.

પસંદગીના સ્થળોએ જવા માટે ટ્રેઇનોમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ બની ગયું હોવાનું જાણવા મળે છે. ટ્રેન-પ્લેન ઉપરાંત પસંદગીની બસોમાં પણ લાંબા વેઇટીંગ લીસ્ટસ ઓપરેટ થઇ રહ્યા છે. તો સામે ઘણી બધી જગ્યાએ જવા માટે પસંદગીના સ્થળોએ અમુક અંશે સહેલાઇથી આશ્ચર્યજનક રીતે બુકીંગ મળી રહ્યા છે.

મંદી, જીએસટી, ઇન્કમટેક્ષ ઇન્કવાયરીનો ડર, નોટબંધીની હજુ સુધી વર્તાતી અસર વિગેરેને કારણે ટ્રાફીક પ્રમાણમાં ઓછો હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

તંત્ર દ્વારા અમદાવાદ સહિત અમૂક જગ્યાએથી હોલી-ડે સ્પેશ્યલ કે સમર વેકેશન સ્પેશ્યલ ટ્રેનો દોડાવાઇ રહી છે. જેમાં પસંદગીના સ્થળોએ જવા માટે લોકો ધડાધડ બુકીંગ કરાવી રહ્યા છે.

* આ વેકશનમાં લોકો લેહ-લદાખ, દાર્જીંલિંગ, ગંગટોક - સિક્કિમ - નૈનિતાલ - રાનીખેત - કોર્બેટ - કુલુમનાલી - સિમલા - ધરમશાલા - ગોવા - મહાબળેશ્વર - લોનાવાલા - ખંડાલા -શીરડી - શનિદેવ -પંચ મઢી  (મધ્યપ્રદેશ), દિવ -માઉન્ટ આબુ- ઉજજ્ેૈન -ઇમેજિકા -હરીદ્વાર -ગોકુળ - મથુરા -દિલ્હી -આગ્રા -ડેલ હાઉસી - પંચગીની - એસલવર્લ્ડ -અંબાજી -શ્રીનાથજી -વૈષ્ણોદેવી -ઉદયપુર- કુંબલગઢ-સાપુતારા - ઇલોરા -નાસિક -ત્રંબકેશ્વર -ઘુષ્મેશ્વર - ગાંધીનગર- પાવાગઢ -દત્ત આશ્રમ - ઓૈરંગાબાદ - સાસણગીર - સોમનાથ -દ્વારકા - બેંગ્લોર -મેસૂર - ઊંટી - કોડાઇકેનાલ - રામોજી સ્ટુડીયો (હેૈદ્રાબાદ) - હોલી -ડે કેમ્પ - તિરૂપતી બાલાજી - રામેશ્વર- ગીરનાર - જૂનાગઢ - તુલસીશ્યામ -વીરપુર - બગદાણા -પરબ -સત્તાધાર -ખજજીયાર - અમૃતસર -કેરાલા -કૈલાસ માનસરોવર - ભૂજ - માંડવી -માતાનો મઢ- નારાયણ સરોવર -કોટેશ્વર- સફેદ રણ- કાળો ડુંગર- સાળંગપુર (કષ્ટભંજન દેવ-હનુમાન દાદા)- પોરબંદર - હાથલા (શનિદેવ) - ચારધામ યાત્રા -કૂર્ગ, કબિની, લાચુંગ - પેલિંગ - યુમ્થાંગ-નોર્થ કેરાલા (બેકલ, વૈનાડ, કાલીકટ) - સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના ભારત-ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ વેકેશનની મોજ માણવા અધીરા બન્યા હોવાનું જોવા મળે છે.

* પસંદગીના સ્થળોએ જવા માટે ટ્રાફીકના કારણે સારા ડેસ્ટીનેશન્સની એરટીકીટ ઘણી ઊંચી કિંમતમાં મળી રહી છે. જેને કારણે પેકેજની કોસ્ટ ઘણી વધી જતી હોવાનું જોવા મળે છે.

ઘણા કિસ્સામાં તો ડોમેસ્ટીક કરતાં ઇન્ટરનેશનલ પેકેજીસ સસ્તા પડતા હોવાનું જોવા મળે છે. આને કારણે ફરવાના શોખીનો વિદેશ તરફ વધુ ઢળી રહ્યાનું દેખાય છે. ફોરેન ટૂર મારીને 'ફોરેન રીટર્ન' કહેવડાવાની મજા પણ કંઇક ઓર જ હોય છે. ઘણી વખત સસ્તા કરતા 'કવોલિટી પેકેજીસ' સોનામાં સુગંધ ભેળવી દે છે. માઉન્ટ એવરેસ્ટ તથા જયાં શકય હોય ત્યાં બરફાચ્છાદિત વિસ્તારમાં સાઇકલિંગ જેવી એડવેન્ચર ટૂરનો ક્રેઝ પણ વધતો જોવા મળી રહ્યો છે. સમર વેકેશનની લંબાઇને કારણે આ સમયમાં પ્રમાણમાં મોટા પેકેજ (વધારે દિવસોવાળા) ઇઝી ટ્રાન્સપોર્ટેશન અને વાહન વ્યવહારની પ્રાપ્યતા હોય તેવા પેકેજીસ વધુ ચાલતા હોવાનું ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી.ના ડાયરેકટર દિલીપભાઇ મસરાણી (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણીનું કહેવું છે.

* પસંદગીના સ્થળોએ ઘણી જગ્યાએ હોટલ્સમાં રૂમ્સની અવેલેબિલિટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્ટાન્ડર્ડ થી માંડી સેવન સ્ટાર) માં જયા પણ કન્ફર્મ બુકીંગ મળે ત્યાં જવા માટે નિકળવાની તૈયારી કરી લીધી છે, અથવા તો કરી રહ્યા છે.

* દિવસે-દિવસે ઘણાં નવા-નવા ડેસ્ટીનેશન્સ ખૂલવા માંડતા લોકોને પણ પોતાનું બજેટ, જોઇતી ફેસેલિટીઝ, શોખ તથા અનુ કૂળતા પ્રમાણે જુદા-જુદાં સ્થળોએ ફરવાનો અમૂલ્ય મોકો હવે મળી રહ્યાનું સનરાઇઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજકોટના સમીરભાઇ કારીયા (મો. ૯૮૨૫૩ ૭૭૭૦૪) તથાા જીરાવાલા ટુરીઝમ રાજકોટના બિરેનભાઇ ધ્રુવ (મો. ૯૩૭૫૬ ૪૮૫૦૦) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્ટનું કહેવું છે.

* મુંબઇની આગળ આવેલ અને મુંબઇથી જવાતું ઇમેજિકા પાર્કનું આકર્ષણ પણ ઘણું જ જોવા મળે છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી પણ ઇમેજિકાના પેકેજીસ ઉપડે છે. મુંબઇથી પણ રોજેરોજ વિવિધ જગ્યાએથી લકઝરી બસ (એ.સી., નોન એ.સી.) દ્વારા એક દિવસના પેકેજીસ સતત ઉપડતા હોય છે.

ઘણાં પ્રવાસીઓ ઇમેજિકાની સાથે-સાથે લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર, લાવાસા, એસેલવર્લ્ડ વિગેરે પણ લેતાં જોવા મળે છે.

રાજકોટથી પણ ટ્રેન- પ્લેન- લકઝરી બસ દ્વારા બુકીંગ કરાવી શકાય છે.

* ઉનાળાના વેકેશન માટે આ વખતે બેંગ્લોર- મૈસૂર - કૂર્ગ, કબિની માટેના ૭ રાત્રી ૮ દિવસના બાય એર એકસ અમદાવાદ  પેકેજ પ્રતિ વ્યકિત ૪૦ હજાર  આસપાસ બુક થઇ રહ્યા છે.

* સમરમાં ગરમી તથા ભેજ વધુ હોવાને લીધે કેરાલા ઓછું ચાલતું હોય છે. છતાં પણ મુન્નાર, ઠેકડી વિગેરે જગ્યાએ જવા માટે ૬ રાત્રી ૭ દિવસના બાય એર એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૩૨ હજાર આસપાસ સેલ થઇ રહ્યા છે.

નોર્થ કેરાલા (બેકલ, વૈનાડ, કાલીકટ) થોડું વધુ ચાલે છે. જેના ૬ રાત્રી ૭ દિવસના ફોર સ્ટાર-ફાઇવ સ્ટાર એકસ બોમ્બે પેકેજીસ પ્રતિવ્યકિત ૪૫ હજાર આસપાસ વેચાઇ રહ્યા છે.

* સમગ્ર વિશ્વમાં આકર્ષણ જગાવનાર અને સૌથી ઊંચી પ્રતિમા એવું ગુજરાતમાં આવેલ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા) ખાતે ટેન્ટ (તંબુ) સાથેનો ર રાત્રિનો પેકેજ પ્રતિ વ્યકિત ૧૫ હજાર રૂપિયા આસપાસ મળી રહ્યો છે. જેમાં રહેવાનું તથા ત્રણે ટાઇમના ભોજન ઇન્કલુડ હોય છે.

* સિમલા- મનાલી -ચંડીગઢના ૬ રાત્રી ૭ દિવસના થ્રી સ્ટાર બાય એર એકસ અમદાવાદ પેકેજીસ પણ ડીમાન્ડેબલ છે. જેની કોસ્ટ ૩૨ હજાર રૂપિયા આસપાસ થાય છે.

* ઉતરાંચલ (ઉત્તરાખંડ) ના પેકેજીસ પણ સહેલાણીઓ દ્વારા પ્રીફર થઇ રહ્યા છે. જેમાં નૈનિતાલ, રાનીખેત, કોર્બેટના ૭ રાત્રી ૮ દિવસના બાય એર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૩૭ હજારમાં ખપી રહ્યા છે. અમદાવાદ-દિલ્હીની એર ટીકીટ પ્રમાણમાં સસ્તી - રીઝનેબલ દેખાઇ રહી છે.

* આ ઉપરાંત ધરમશાલા -ડેલહાઉસી-અમૃતસર-મનાલી- સીમલા ના ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ થ્રી સ્ટાર હોટલ સાથેના પેકેજની ડીમાન્ડ અને ઇન્કવાયરી થઇ રહી છે. જેનું કોસ્ટીંગ પ્રતિવ્યકિત ૪૪ હજાર જેટલું હોવાનું જાણવા મળે છે. દિવસે-દિવસે લોકો લકઝુરીયસ પેકેજ તરફ ઢળી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

* અગ્રણી ટ્રાવેલ એજન્ટના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષોની કમ્પેરીઝનમાં માર્ચ એન્ડીંગ સુધીમાં ભારતમાં ટુરીઝમ ક્ષેત્રે એનઆરઆઇ (નોન રેસીડેન્ટ ઇન્ડિયન્સ) દ્વારા સારો એવો બિઝનેસ મળ્યો છે. જો કે ઓનલાઇન બુકીંગ પણ વધતાં જાય છે અને ઇન્ટરનેટને કારણે ટ્રાવેલ એજન્ટસને પણ અમુક કિસ્સામાં તકલીફો ઉભી થતી જોવા મળે છે. પસંદગીના સ્થળોની ટ્રેઇનોમાં પણ એ.સી. કોચમાં બુકીંગ ફુલ છે. સ્લીપર કોચમાં બુકીંગ મળી શકે છે.

* દર વર્ષની માફક આ વર્ષે પણ એવરગ્રીન એવું ગોવા સહેલાણીઓ માટે હોટકેક સાબિત થઇ રહ્યું છે. ગોવાના ૩ રાત્રીથી માંડીને ૬ રાત્રી સુધીના થ્રી સ્ટાર / ફોર સ્ટાર હોટલ સાથેના બાય એર એકસ અમદાવાદ પેકેજ ૧૫ હજારથી ૩૫ હજાર સુધીમાં પસંદ થઇ રહ્યા છે.

જો કે ગોવાના વિવિધ જગ્યાએથી તથા વિવિધ ફેસેલિટીઝ સાથેના અલગ-અલગ રેેઇટસના ઘણાં બધાં પેકેજીસ ફરવાના શોખીનોને આકર્ષી રહ્યા છે. ગોવા માટે ઓનલાઇન બુકીંગમાં પણ વધારો થતો હોવાનું જોવા મળે છે. જો કે ઘણાં લોકો ઉનાળો હોવાને લીધે ગોવાને એવોઇડ કરી રહ્યાનું પણ જાણવા મળે છે.

* લેહ-લદાખ જવાવાળાનો ફલો પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદથી અમદાવાદ બાય એર ૬ રાત્રી ૭ દિવસના થ્રી સ્ટાર / ફોર સ્ટાર પેકેજ કન્ફર્મ થઇ રહ્યા છે.

હાલનંુ યુવાધન લેહ-લદાખ જવા માટે ક્રેઝી હોવાનું જોવા મળે છે. એમાં પણ સ્ટેટસ સિમ્બોલ સમાન બુલેટ કે બાઇક લઇને જવાનો ટ્રેન્ડ પણ હાલમાં જોવા મળી રહ્યો છે. ઘણાં ઉત્સાહી જુવાનીયાઓ દિલ્હીથી કે બીજા સેન્ટર પરથી સિંગલ બુલેટ લઇને લેહ-લદાખ પહોંચે છે અને ૧૩-૧૪ દિવસે પાછા આવે છે. સાથે ફોટોગ્રાફર, પેટ્રોલ-મિકેનિક, ઓકસીજનનો નાનો બાટલો વિગેરે પણ સાથે લઇ જાય છે. કુલ ખર્ચ પ્રતિ વ્યકિત આશરે ૪૫ થી ૫૦ હજાર જેટલો થાય છે. 'ખાર ડુંગ્લા પાસ' નામનો વિશ્વનો સૌથી ઊંચો રોડ અહીં આવેલો હોવાનું કહેવાય છે. રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય સેન્ટરમાંથી પણ જુવાનીયાઓ અહીં જતા જોવા મળે છે.

* ઉનાળા તથા ગરમીના દિવસો સિવાય રાજસ્થાન( ઉદયપુર,શ્રીનાથદ્વારા કુંબલગઢ, જયપુર વિગેરે)ની સહેલગાહે ઉપડવા લોકોમાં ઉમળકો જોવા મળતો હોય છે. પરંતુ હાલના સમયમાં રાજસ્થાનનો ઓપ્શન છેલ્લે રખાતો હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. ઉનાળા વેકેશન દરમ્યાન રાજસ્થાન પ્રીફર કરતા કલાયન્ટસ માત્ર હોટલ બુકીંગ કરાવીને પોતાનું પર્સનલ વ્હીકલ લઇને જવાનું વિચારે છે.

* ભારતમાં તાજેતરમાં થયેલા ત્રાસવાદી હુમલાને કારણે ટ્રાવેલ એજન્ટસ દ્વારા કાશ્મીરનું બુકીંગ સદંતર બંધ કરાયાનું સંભળાઇ રહ્યું છે. અમદાવાદમાં એક ટ્રાવેલ એજન્ટ દ્વારા કાશ્મીરનું બુકીંગ કરાતું હોવાની વાત કાને પડતા અને હોર્ડીંગ -બેનર લાગતા તે ટ્રાવેલ એજન્ટને લોકોએ 'મેથીપાક' ચખાડયો હોવાની પણ ચર્ચા છે.

જો કે પોતાના અંગત કલાયન્ટસને દુનિયાના સ્વર્ગસમા કાશ્મીરની સહેલગાહે મોકલવા માટે અમુક ટ્રાવેલ એજન્ટ છૂપી રીતે કાશ્મીરના બુકીંગ કરવાની પેરવી કરતા હોવાની પણ કર્ણોપકર્ણ ચર્ચા છે.

*સાસણગીર, સાપુતારા, માઉન્ટઆબુ, દિવ જેવા ડેસ્ટીનેશન્સ ઉપર લોકો પોતપોતાની રીતે પ્રાઇવેટ વ્હીકલમાં ગૃપ સર્કલ સાથે નિકળી પડતા જોવા મળે છે.

* સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જૂનાગઢ જઇને ત્યાં આવેલ પ્રસિદ્ધ પ્રેરણાધામ કે કોઇ આજુબાજુના હોટલ -રીસોર્ટ ખાતે એક-બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિદ્ધ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. દ્વારકા પણ જગત પ્રસિદ્ધ કૃષ્ણમંદિર તથા નાગેશ્વર જયોતિર્લિંગના દર્શનનો લાભ લેવા લોકોનો ઘસારો રહે છે. સાથે-સાથે વીરપુર (પ.પૂ. જલારામબાપા), ખોડલધામ, પરબ, સત્તાધાર, બગદાણા, ચોટીલા, રાજકોટ સહિતના શહેરોમાં મોલ, મલ્ટીપ્લેક્ષ થિયેટર, તુલસીશ્યામ સહિતના સ્થળોનો લાભ ઉનાળાના વેકેશન દરમ્યાન લેશે.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બહારથી આવીને સગાવ્હાલાઓને ત્યાં રોકાયેલા લોકો તેમના પરિચિતો સાથે સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળોની ટૂર કરતાં જોવા મળે છે.

* ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પોઇચા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનું નિલકંઠ ધામ પણ ફરવાલાયક અને જોવા લાયક છે. ભકતોનો અવિરત પ્રવાહ આ અલોૈકિક સ્થળે જોવા મળે છે. રાજપીપળાથી ૧૨ કિ.મી. તથા વડોદરાથી ૫૦ કિ.મી. જેટલું થાય છે.

www. nilkanthdham.org

* રાજકોટ ખાતે ચારેબાજુ લીલીછમ્મ ધરતીના ખોળે, ન્યારી ડેમ રોડ,  કાલાવડ રોડ ઉપર આવેલ લકઝુરીયસ રીસોર્ટ રીજન્સી લગૂનના પેકેજીસ પણ આકર્ષક છે. પેકેજમાં બફેટ બ્રેકફાસ્ટ,હાઇ-ટી,ડીનર વિગેરે સામેલ છે. અહીં સમગ્ર ગુજરાતનો સૌથી મોટો કહેવાતો રજવાડી બેન્કવેટ હોલ પણ આવેલો છે.

યુરોપીયન કન્ટ્રીઝની લાઇફ સ્ટાઇલનો અનુભવ કરાવતો રીજન્સી લગૂન રીસોર્ટ કવોલિટી ઓફ ફુડઝ, બેસ્ટ હોસ્પિટાલિટી તથા એટ્રેકટીવ એમીનિટીઝ માટે જાણીતો છે. અહીં યાદગાર રજાઓ ગાળી શકાય છે. (મો.નં. ૭૦૬૯૦ ૫૩૬૧૪-૧૩-૧૨)

* નોર્થ ઇસ્ટમાં દાર્જીલિંગ, ગંગટોક, લાચુંગ, પેલિંગ અને યુમ્થાંગ તરફ પણ લોકોનો ફલો રહે છે. જેના ૮ રાત્રી ૯ દિવસના બાય એર એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૪૫ હજાર આસપાસ ચપોચપ ખપી રહ્યા છે.

* સાઉથ ઇન્ડિયામાં બેંગ્લોર, મૈસૂર, ઊંટી અને કોડાઇકેનાલના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિવ્યકિત ૩૫ હજાર આસપાસ ટ્રાવેલ માર્કેટમાં સેલ થઇ રહ્યા છે.

* રાજકોટથી વીર ટ્રાવેલ હાઉસ (મો. ૯૦૮૧૭ ૭૧૭૧૨-૧૩), દ્વારા સીમલા, મનાલી, લેહ, બેંગ્લોર, ગોવા, દાર્જીલિંગ, નેપાળ સહિતના વિવિધ આકર્ષક પેકેજીસ ઉપડી રહ્યા છે.

* કન્સોર્ટીયમ ટ્રાવેલ હબ-રાજકોટ કે જેમાં ફેવરીટ ટુર્સ (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩), સ્ટેલે ટુર્સ (મો. ૯૮૭૯૨ ૬૮૬૪૧), કેમ્પસ ટુર્સ (મો. ૯૪૨૭૪ ૯૫૭૩૩), તથા નિજ હોલીડેઝ (મો. ૯૮૨૫૦ ૭૭૯૬૯)નો સમાવેશ થાય છે તેઓ તમામે સાથે મળીને અલગ-અલગ ૧૨ જેટલા વેકેશન પેકેજીસ બજારમાં મૂકયા છે.

ચારધામ જવા માટેના લકઝુરીયસ પેેકેજ બજારમાં મૂકાયા છે. જેમાં ફોર સ્ટાર / ફાઇવ સ્ટાર હોટલ સાથેના ૧૨ રાત્રી ૧૩ દિવસના પેકેજીસ પ્રતિવ્યકિત ૮૦ હજાર રૂપિયા આસપાસ ડીમાન્ડ ઉપર રહ્યા છે. આ પેકેજમાં ૪ વ્યકિતઓ વચ્ચે ઇનોવા કાર તથા કેદારનાથ જવા આવવા માટે ગુપ્તકાશીથી હેલિકોપ્ટર પ્રવાઇડ કરવામાં આવે છે.

* વેકેશનમાં ભૂટાન જવા માટે પણ લોકો બુકીંગ કરાવી રહ્યાનું જાણવા મળે છે. મોટેભાગે કાશ્મીર બંધ હોવાથી ભૂટાનની ઇન્કવાયરી વધી હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. ભૂટાન માટેના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિવ્યકિત ૪૫ હજાર આસપાસ જઇ રહ્યા છે.

* રાજકોટના જીયા હોલીડેઝ (મો.નં. ૯૬૨૪૭ ૫૫૧૫૫ / ૯૬૨૪૭ ૫૫૨૫૫) દ્વારા ઉનાળંુ વેકેશન દરમ્યાન ઉજજ્ૈન, પંચમઢી, ઇન્દોર, ઓમકારેશ્વર, ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ઇમેજિકા, સિમલા, કુલુ મનાલી, દિલ્હી, ડેલહાઉસી, અમૃતસર, આગ્રા, ધરમશાલા, મથુરા, શ્રીનાથજી, નૈનિતાલ, હરીદ્વાર, કોલકતા, ચંપારણ, જગન્નાથપુરી, દક્ષિણ ભારત, સપ્તજયોતિર્લિંગ વિગેરે સ્થળોના આકર્ષક પેકેજ ઉપડી રહ્યા છે.

* રાજકોટથી સુરજ ટુરીઝમ (મો. ૯૫૫૮૪ ૪૭૩૮૮-વાસુદેવ જાની) તથા જીરાવાલા ટુરીઝમ (મો. ૯૩૭૫૬ ૪૮૫૦૦-બિરેનભાઇ ધ્રુવ) દ્વારા તથા સંજય યાત્રા સંઘ (મો. ૯૪૨૬૭ ૮૮૧૯૬) આયોજીત રામાનંદ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મોરબી (મો. ૯૪૨૭૨ ૩૬૭૯૯ / ૯૪૨૭૨ ૩૬૭૯૭ ) દ્વારા એ.સી. નોન એ.સી. બસ દ્વારા પણ ઉનાળું વેકશનના સ્પેશ્યલ પ્રવાસો ઉપડી રહ્યા છે. જેમાં સિમલા, મનાલી, ડેલહાઉસી, વૈષ્ણોદેવી, નૈનિતાલ, મસૂરી, હરીદ્વાર, ગોકુલ, મથુરા, દિલ્હી, આગ્રા, નાસિક, ત્રંબકેશ્વર, શિરડી, શનિદેવ, ઇલોરા, મુંબઇ, બદ્રીનાથ,કેદારનાથ, જયપુર, ગંગોત્રી વિગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજકોટથી કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા અમદાવાદથી નૂતન ટ્રાવેલ્સ (મો. ૯૪૨૭૪ ૫૫૨૭૪) દ્વારા પણ સમગ્ર ભારતમાં વિવિધ સ્થળે ગુજરાત સરકાર માન્ય LTC  પ્રવાસો(કપલ/ ફેમીલી) ઉપડી રહ્યા છે.

* ઇન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લી. (IRCTC) (LTC માન્ય) દ્વારા પણ કેરાલા, નોર્થ ઇસ્ટ, કર્ણાટક, વૈષ્ણોદેવી,સમગ્ર ભારત દર્શન, મથુરા, હરીદ્વાર, અમૃતસર, વિગેેરે સ્થળોના અલગ-અલગ તારીખેે વિશેષ પ્રવાસી ટ્રેન દ્વારા આકર્ષક પેકેજીસ ઉપડી રહ્યા છે. ફોન નં. ૦૭૯ ૨૬૫૮૨૬૭૪. (મો. ૯૮૨૫૧૧૩૫૬૩) ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે.

www.irctctourism.com

* રાજકોટમાં કુવાડવા રોડ, અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલ ક્રિષ્ના વોટર પાર્ક એન્ડ રીસોર્ટ (મો. ૯૦૩૩૦ ૫૧૫૧૩/૧૪) ખાતે પણ સ્કાય ફોલ, ટર્બોસ્ટાર, રીવર ક્રુઝ, સેલ્ફીઝોન, વેવ પુલ  સહિતની સગવડ સાથે અવનવી ૫૧ જેટલી થ્રીલીંગ રાઇડસની મજા માણીને ભરઉનાળામાં ઠંડા...ઠંડા...કુલ ...કુલ નો અહેસાસ કરી શકાય છે.

ફોરેન ટૂરના વિવિધ પેકેજીસ

ઉનાળાના વેકેશનમાં આઉટ ઓફ ઈન્ડિયા જવા માટે સહેલાણીઓમાં જબ્બરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.

રાજકોટ સહિતના સમગ્ર ભારતના અગ્રણી ટૂર ઓપરેટર્સ નીતનવા આકર્ષક ફોરેન પેકેજીસ ડીઝાઇન કરીને લોકોને આકર્ષી રહ્યા છે. ઘણાં કિસ્સામાં તો કરોડો રૂપિયાના ટ્રાવેલ માર્કેટને સર કરવા અને ઉત્કૃષ્ટ સેવા આપીને માર્કેટનો લાભ લેવા અલગ અલગ ટૂર ઓપરેટર્સ એકબીજા સાથે કોલાબ્રેશન કરીને સંયુકત રીતે ફોરેન પેકેજીસ ડીઝાઇન કરી રહ્યા છે.

રાજકોટ ખાતે કન્સોર્ટીયમ ટ્રાવેલ હબ કે જેમાં ફેવરીટ ટુર્સ, સ્ટેલે ટુર્સ, કેમ્પસ ટુર્સ તથા નિજ હોલીડેઝનો સમાવેશ થાય છે, કેે જેઓએ અલગ-અલગ ૧ર જેટલા આકર્ષક વેકેશન પેકેજીસ બજારમાં મૂકયા છે. અલગ-અલગ ફેસેલિટીઝ અને રેઇટસ- સ્ટાર કેટેગરીના પેકેજ બજારમાં મૂકયા છે.

રાજકોટ ખાતે જ અન્ય કન્સોર્ટીયમ 'ટ્રાવેલ બાઝાર'ના નામથી બજારમાં આકર્ષક પેકેજીસ ઇન્ટ્રોડયુસ કરી રહ્યા છે. આ ટૂર ઓપરેટર્સમાં ફેસ્ટીવ ટુર્સ (મો. ૯૭૩૭૮ ૭૭૭૭૯), વ્યાસ ટુર્સ (મો. ૯૮૨૪૩ ૩૦૫૫૫), પટેલ હોલીડે (મો. ૯૮૭૯૧ ૨૪૭૭૪) રોયલ ટુર્સ (મો. ૯૯૦૯૯ ૭૭૭૩૧) તથા આરવી હોલીડેેઝ (મો. ૯૭૧૪૯ ૯૯૯૧૪)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પણ બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. (મો. ૮૦૦૦૫ ૦૦૦૫૦), આગમ ટુર્સ (મો. ૯૪૨૮૨ ૮૭૯૧૯), ફલેમિંગો ટ્રાન્સવર્લ્ડ (મો. ૯૩૭૭૭ ૧૬૬૪૨), પ્રભાવ ટ્રાવેલ્સ એન્ડ હોલીડેઝ (મો. ૯૩૨૭૭ ૪૬૨૦૨),  A S ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ  (મો. ૮૩૨૦૧ ૨૧૧૧૮ / ૯૯૨૫૭ ૮૨૮૪૨), મીનાક્ષી ટુરીઝમ એન્ડ ફોરેક્ષ (મો. ૯૭૧૨૦ ૨૯૭૧૩), કલ્યાણ ટુર્સ (મો. ૯૮૨૪૬ ૩૬૧૧૧), આરોહી ટુર્સ (મો. ૮૪૮૭૦ ૦૦૦૭૦) વિગેરે ટૂર ઓપરેટર્સ દુનિયાના વિવિધ દેશોમાં આકર્ષક પેકેજીસ રાજકોટ ખાતેથી બુક કરી રહ્યા છે.

* ઉનાળા જેવી હોટ સિઝનમાં પણ દુબઇના પેકેજીસ 'હોટકેક'ની જેમ ખપી રહ્યા છે, જે આશ્ચર્ય પમાડે તેવી વાત છે.

અલગ-અલગ ફેસિલિટીઝ, એમીનિટીઝ, સાઇટ સીન્સ, ફુડ, ટ્રાવેલ ડીઝાઇન , હોટલ્સ વિગેેર સંદર્ભમાં દુબઇના ૬ રાત્રી ૭ દિવસના પેકેજીસ ૫૦ હજારથી લઇને ૮૦ હજાર સુધી ટ્રાવેલ માર્કેટમાં બોલાઇ રહ્યા છે. ૮૦ હજારનાં પેકેજમાં ૪ રાત્રી દુબઇ, ૧ રાત્રી લાપીતા, ૧ રાત્રી એટલાન્ટીસ અને અબુધાબી પણ સાથે થઇ શકે છે.

૬ મે ૨૦૧૯ થી પ જૂન ૨૦૧૯ દરમ્યાન રમઝાન મહિનો હોવાથી દુબઇમાં અમુક વસ્તુ રીસ્ટ્રીકટ થઇ જતી હોય છે. જેમ કે અમુક કિસ્સામાં પાણી ન પીવાય, બપોરનંું લંચ ન મળે, કાયદા અને નિયમ રીવાજ પ્રમાણે અમુક સંજોગોમાં સ્મોકીંગ ન થાય અને ડ્રીંકસ ન મળે, હોટલમાં ફરજીયાતપણે પડદા વિગેરે બાબતો વિચારી લેવી હિતાવહ છે. દરેક સિઝનમાં દુબઇ તો એવરગ્રીન જ રહેતું હોય છે.

*સિંગાપુર, મલેશીયા, થાઇલેન્ડ વીથ ક્રુઝના ૧૩ દિવસના પેકેજીસની પણ સારી એવી ડીમાન્ડ છે. મોટાભાગના ટૂર ઓપરેટર્સ આ પેકેજીસના જબરા બુકીંગ કરી રહ્યા છે. માર્કેટમાં ૧ લાખ ૨૦ હજારથી માંડીને ૧ લાખ ૩૨ હજાર સુધી આ પેકેજીસ ફેસેલિટી અને હોટલ સ્ટે તથા દિવસો સંદર્ભે વેચાઇ રહ્યા છે. ડીસ્કાઉન્ટની પણ બોલબાલા રહેતી હોય છે.

* ફુકેત-ક્રાબીની મેકસીમમ ડીમાન્ડ દેખાઇ રહી છે. સાત દિવસના થ્રી સ્ટાર / ફોર સ્ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ પેકેજીસ ૬૩ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે.

* શ્રીલંકા તરફ ફલાય કરવા માંગતા પ્રવાસીઓ પણ ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિવ્યકિત ૫૦ હજાર આસપાસ બુક કરી રહ્યા છે. આ પેેકજમાં કોલંબો-કેન્ડી-નુવારાએલીયા-બેન્ટોટા જેવા ડેસ્ટીનેશન્સ સામેલ છે.

* આ વખતે થાઇલેન્ડના બેંગકોક- પટ્ટાયાના ૬ રાત્રી ૭ દિવસના લકઝુરીયસ ૪ સ્ટાર હોટલ સાથેના ફેમીલી પેેકેજ પણ સારા ચાલ્યા છે. આ પેકેજ એકસ અમદાવાદ પ્રતિવ્યકિત ૪૬ હજાર આસપાસ મળી રહ્યા છે.

થાઇલેન્ડના સીંગલ (સ્ટેગ) રૂટીન પેકેજ ૩૦ થી ૩૫ હજારમાં પણ બુક થઇ રહ્યા છે. આ પેકેજ માત્ર જેન્ટસ માટેના છે. જો કે ફેમીલી સાથેના પણ અમુક પેકેજમાં પ્રતિવ્યકિત ૩૦ થી ૩૫ હજાર ચાર્જ થતો જોવા મળે છે.

* FIT (ફ્રી એન્ડ ઈન્ડીપેન્ડન્ટ ટ્રાવેલર)માં મોરેશીયસના ૬ રાત્રી ૭ દિવસના એકસ મુંબઇ પેકેજ હોટલની કેટેગરી અને ફેસેલિટીઝ પ્રમાણે ૬૫ હજારથી ૧ લાખ રૂપિયામાં સેલ થઇ રહ્યા છે.

* આ ઉપરાંત માલદિવ્ઝ માટેના ૪ રાત્રી પ દિવસના ફોર સ્ટાર / ફાઇવ સ્ટાર હોટલ સાથેના એકસ મુંબઇ પેકેજીસ ૧ લાખ રપ હજાર આસપાસના રેઇટમાં પસંદ થઇ રહ્યા છે.

* જે પ્રવાસીઓ માલદિવ્ઝ જેવો જ અનુભવ કરાવતું અન્ય ડેસ્ટીનેશનની શોધમાં છે તેઓ માટે મલેશીયામાં આવેલ પોર્ટ ડીકશન વિચારવા લાયક છે. કોલાલમપુરથી દોઢેક કલાકના અંતરે આવેલ લેકસીસ હીબીસ્કસ રીસોર્ટ ખાતે ૩ રાત્રી ૪ દિવસના એકસ મંુબઇ પેકેજ પ્રતિ વ્યકિત ૬૦ હજાર રૂપિયા આસપાસ સંભળાઇ રહ્યા છે. અહીં ફેમીલી પેેકેજ વિશે અગાઉથી ઇન્કવાયરી કરવી હિતાવહ છે.

* ઇન્ડોનેશિયાના બાલી માટેના ફોર સ્ટાર હોટલ સાથેના ૬ રાત્રી ૭ દિવસના એકસ મુંબઇ પેકજ પ્રતિવ્યકિત ૭૦ હજાર રૂપિયા આસપાસ ડીમાન્ડેબલ છે.

* આ વખતે યુરોપમાં સૌથી વધુ સ્વીટ્ઝરલેન્ડ અને પેરીસનો ૯ રાત્રી ૧૦ દિવસનો એકસ અમદાવાદ પેકેજ ચાલતો હોવાનું અગ્રણી ટૂર ઓપરેટર્સ કહી રહ્યા છે. આ પેકેજ પ્રતિવ્યકિત ૧ લાખ ૭૦ હજાર આસપાસ બોલાઇ રહ્યો છે.

જો કે પ્રિમિયમ યુરોપના અમુક પેકેજ આનાથી પણ ઊંચા ભાવે બુક થઇ રહ્યા છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતીઓમાં સ્વીટ્ઝરલેન્ડની 'બાઇકીંગ ટૂર' ફેમસ અને પોપ્યુલર થતી જાય છે. જેમાં સ્વીટ્ઝરલેન્ડમાં ૨૦ દિવસ બાઇક લઇને ફરવા મળે છે. જુદી-જુદી ૬ જગ્યાઓ ઉપર ત્રણ રાત્રી રોકાઇ શકાય છે, જેમાં ઝયુરીક, લ્યુસન, એન્જલબર્ગ વિગેરેનો સમાવેશ થાય છે. પ્રતિ વ્યકિત ર લાખ ૭૦ હજાર રૂપિયા જેટલું કોસ્ટીંગ આવે છે. પાસપોર્ટ-વીઝા, ટીકીટ ઉપર ઇન્ટરનેશનલ લાયસન્સ મળી શકે છે.

* રેગ્યુલર યુરોપની વાત કરીએ તો લંડન, નેધરલેન્ડ, જર્મની, ઇટાલી, સ્વીટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રીયાનો ૧૪ રાત્રી ૧૫ દિવસનો એકસ અમદાવાદ પેકેજ ર લાખ ૬૦ હજાર આસપાસ પ્રતિ વ્યકિત બોલાઇ  રહ્યો છે.

* ટર્કી- ગ્રીસના ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ પેકેજ (ફોર સ્ટાર હોટલ) પ્રતિ વ્યકિત ૧ લાખ ૭૫ હજાર આસપાસ બુક થઇ રહ્યા હોવાનું જાણવા મળે છે.

*આ વેકેશનમાં સીંગલ (સ્ટેગ) ડેસ્ટીનેશન વિયેટનામની પણ ઇન્કવાયરી આવી રહી છે. વિયેટનામના હાનોઇ અને હોચીમીન્હના ૪ રાત્રી પ દિવસના એકસ રાજકોટ પેેકેજ પ્રતિ વ્યકિત ૬૫ હજાર રૂપિયા આસપાસ કન્ફર્મ થઇ રહ્યા છે.

* બાકુ (અઝરબાયજાન)ના પ રાત્રી ૬ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિવ્યકિત ૭૦ હજાર રૂપિયા આસપાસ પસંદ થઇ રહ્યા છે.

* હોંગકોંગ,મકાઉ, સેન્ઝેનના ૭ રાત્રી ૮ દિવસના એકસ રાજકોટ / અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૧ લાખ૧૫ હજારથી ૧ લાખ ૨૫ હજાર સુધી ફેસેલિટીઝને અનુરૂપ પસંદ થઇ રહ્યા છે. આ પેકેજ પણ એટ્રેકટીવ છે.

* આ ઉપરાંત યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, ઇજીપ્ત, સાઉથ આફ્રીકા, ચાઇના, સ્કેન્ડિનેવિયા, રશિયા, સ્પેઇન-પોર્ટુગલ સહિતના વિવિધ પેેકજીસ 'એટ્રેકટીવ ડેસ્ટીનેશન્સ' તરીકે ઉભરી આવ્યા છે.

રાજકોટથી તથા અન્ય જગ્યાએથી ઘણા ટૂર ઓપરેટર્સ વિવિધ ફેસેલિટીઝ અને રેઇટસ સાથેના ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ પેકેજીસ ઉપાડી રહ્યા છે. જેમાં બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો. ૮૦૦૦૫ ૦૦૦૫૦), ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩), ફેસ્ટીવ હોલીડેઝ (મો. ૯૭૩૭૮ ૭૭૭૭૯), પ્રભાવ ટ્રાવેલ્સ (મો. ૯૩૨૭૭ ૪૬૨૦૨), આગમ ટુર્સ (મો. ૮૮૬૬૨ ૨૩૮૯૧), (મો. ૯૪૨૮૨ ૮૭૯૧૯), અપ્સરા ટુર્સ (મો. ૯૮૨૪૫ ૬૮૦૧૩), આરવી હોલીડેઝ (મો. ૯૭૧૪૯ ૯૯૯૧૪), બી ટુરીઝમ (મો. ૭૦૧૬૩ ૦૫૫૬૦), સફારી ટુરીઝમ (મો. ૯૫૫૮૯ ૫૫૧૯૯), અખિલ ભારત ટુર્સ (મો. ૯૮૨૫૯ ૧૧૯૨૦), A S ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૮૩૨૦૧ ૨૧૧૧૮),  ટીપટોપ તથા હેવન્સ ટુર્સ (મો. ૯૯૨૪૩ ૯૪૨૭૦), આર.પી. ટુર્સ (મો. ૮૦૮૦૦ ૦૦૦૯૮), નિજ હોલીડેઝ (મો. ૯૮૨૫૦ ૭૭૯૬૯), વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૯૮૨૪૩ ૩૦૫૫૫), વીર ટ્રાવેલ હાઉસ (મો. ૯૦૮૧૭-૭૧૭૧૩), સંજય યાત્રા સંઘ (મો. ૯૪૨૬૭ ૮૮૧૯૬), એન્જોય હોલીડેઝ (મો. ૯૭૨૩૨ ૮૮૮૮૨), નૂતન ટ્રાવેલ્સ 'અમદાવાદ' (મો. ૯૭૨૪૩ ૦૩૩૭૫), જીયા હોલીડેઝ (મો. ૯૬૨૪૭ ૫૫૧૫૫), રેયાંશ હોલીડે (મો. ૯૦૩૩૪ ૪૫૫૯૯), સૂરજ ટુરીઝમ (મો. ૯૫૫૮૪ ૪૭૩૮૮), બાલભદ્ર હોલીડેઝ (મો. ૯૫૮૬૯ ૭૦૨૨૨), જયેશભાઇ શાહ (મો. ૮૮૬૬૭ ૩૫૬૭૮), મિનાક્ષી ટુરીઝમ (મો. ૯૪૦૮૧ ૯૭૯૫૮), રિદ્ધિ સિદ્ધિ ટ્રાવેલર્સ (મો. ૯૪૨૮૭ ૯૯૬૮૪), ડીસન્ટ ટુર્સ (મો. ૮૨૩૮૫ ૦૮૫૫૧), ડોલફીન ટુરીઝમ (મો. ૮૪૬૦૩ ૪૪૪૪૦), જીરાવાલા ટુરીઝમ (મો. ૭૦૬૯૮ ૮૮૮૪૧), કશીશ હોલીડેઝ (મો. ૬૩૫૬૧ ૦૨૮૬૧), સ્કાય ટુર્સ (મો. ૯૩૭૬૧ ૧૧૧૧૩), અક્ષર ટ્રાવેલ્સ (મો. ૯૮૨૪૨ ૧૫૪૮૧), કોમ્પાસ હોલીડેઝ (મો. ૮૧૪૦૮ ૯૯૯૯૬),જરીવાલા હોલીડેઝ (મો. ૯૧૭૩૩ ૯૧૩૩૩), કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૯૭૧૪૫ ૯૭૧૪૦), સ્ટાર ટુર્સ -અમદાવાદ (૦૭૯૪૦ ૪૦૧૧૧૧), એરેઓ હોલીડેઝ -અમદાવાદ-(મો. ૭૯૬૧૯ ૦૧૧૧૧), માધવન ટુરીઝમ  (મો. ૯૯૯૮૩ ૫૦૦૫૭), વિનસ હોલીડેઝ (મો. ૭૫૭૫૮ ૪૫૫૮૭), કેલાશ યાત્રા પ્રવાસ (મો. ૯૪૨૬૯ ૧૬૩૭૪), સાંઇદિપ ટુર્સ (મો. ૯૮૨૪૪ ૮૪૪૮૪), પટેલ હોલીડેઇઝ (મો. ૯૮૭૯૧ ૨૪૭૭૪), નોવા ટુર્સ, (મો. ૭૮૭૮૨ ૧૦૬૯૬, સ્માઇલ હોલીડેઇઝ (મો. ૯૫૧૨૫ ૦૮૧૮૧), ટ્રાવેલ ટુર્સ-અમદાવાદ ( ૦૭૯૬૭૧૨ ૫૫૫૫), બી ટુરીઝમ (મો. ૮૮૬૬૪ ૩૧૧૧૦), રાધે ક્રિષ્ના ટુરીઝમ(મો. ૭૮૭૮૫ ૫૫૬૫૬), રાધેશ્યામ ટ્રાવેલ્સ (મો. ૯૯૦૯૦ ૩૩૫૩૭), થોમસ કૂક (૦૨૮૧ ૨૪૫૪૪૩૧-૩૨), ફલેમીંગો ટ્રાન્સવર્લ્ડ (મો. ૯૩૭૭૭ ૧૬૬૪૨), શ્રી જલારામ ટુર્સ-રાજકોટ (મો. ૯૬૮૭૫ ૭૧૬૬૧), જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૭૨૦૩૦ ૪૦૯૪૪) સત્સંગી યાત્રા -દક્ષિણ ભારત ટૂર (મો. ૯૪૦૮૧ ૦૧૧૨૦), અંજુ ટ્રાવેલ્સ (મો. ૯૯૨૪૪ ૦૫૩૨૫), સાગર ટ્રાવેલ્સ (મો. ૯૪૨૬૦ ૨૦૨૧૦), કૈલાશ યાત્રા પ્રવાસ (મો.૮૨૦૦૯ ૩૩૭૬૮),  શુભ હોલીડેઇઝ (મો. ૭૨૧૧૧ ૧૧૪૭૦), શ્રી રામ હોલીડેઇઝ (મો. ૯૮૨૫૮ ૦૪૨૬૪), ક્રિષ્ના યાત્રા સંઘ-જામનગર (મો. ૯૭૧૪૮ ૮૭૩૮૭), પર્યટન ટુર્સ (મો. ૯૫૮૬૫ ૪૦૫૪૦), ઓમ ટ્રાવેલ્સ (મો. ૯૬૬૨૪ ૪૩૦૦૫), વિનટેઝ ટુર્સ (મો. ૭૦૯૬૨ ૮૬૦૦૩), ટ્રાવેલમ (મો. ૯૨૭૫૧ ૦૪૧૦૪), રાઇટ ફલાઇટ હોલીડેઇઝ (મો. ૮૭૧૦૦ ૦૨૩૦૦), નિયુ ટુર્સ (મો. ૯૧૦૬૯ ૫૯૮૨૯), રોયલ ટુર્સ (મો. ૯૯૦૯૯ ૭૭૭૩૧), વેદાંશી ટ્રાવેલ્સ (મો. ૮૯૦૫૭ ૭૭૩૩૩), ગાંધી ટુર્સ (મો. ૯૯૭૮૧ ૨૧૯૯૯), નવભારત હોલીડેઇઝ (મો. ૯૮૨૫૮ ૦૪૦૭૯), ઇ-૩ હોલીડેઇઝ (મો. ૯૨૨૭૬ ૧૪૩૮૫), યાત્રિક ટુર્સ (મો. ૮૯૯૯૯ ૫૫૯૫૫), જયઅંબે યાત્રા સંઘ (મો. ૭૮૭૪૯ ૬૦૪૬૫), અજય મોદી ટુર્સ (મો. ૬૩૫૧૯ ૬૯૬૯૯), ઇન્ડિયા દર્શન ટ્રાવેલ્સ (મો. ૯૭૧૪૯ ૯૯૯૨૪), કોકસ એન્ડ કિંગ્સ (મો. ૮૮૬૬૬ ૨૫૬૨૪), આરોહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-રૂદ્ર મહેતા (મો. ૮૪૮૭૦ ૦૦૦૭૦), વૃંદાવન યાત્રા સંઘ   (૯૮૯૮૩ ૫૦૦૯૬), પેલિકન ટૂર્સ (૯૦૧૬૨ ૧૮૯૧૮), અર્ક ટૂર ( ૯૪૨૯૫ ૬૨૯૧૧), કલ્યાણ ટૂર્સ (૯૮૨૪૬ ૩૬૧૧૧)વિગેરેનો સમાવેશ થાય છે. કમ્પેરેટીવ રેઇટસ મળી શકે છે.

* વિવિધ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે. જેમાં થોમસકૂક, કોક્ષ એન્ડ કિંગ્સ, SOTC, કેસરી, વિણા વર્લ્ડ, ફલેમિંગો, ACE   ટૂર્સ, ઝેનિથ હોલીડેઝ વિગેરે છે. ઇન્ટરનેટનાં જમાનામાં મેક માય ટ્રીપ નામનું વેબ પોર્ટલ પણ આશીર્વાદરૂપ બન્યંુ છે.  OYO રૂમ્સ તથા GOIBIBO નો લાભ પણ લઇ શકાય છે.

*  વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. આવી બધી ફેસેલિટીઝને કારણે ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ પણ મળી શકે છે, કે જે આજના કોમ્પીટીટીવ વર્લ્ડનું એક અનિવાર્ય પાસું છે.

હાલના હોટ ટ્રાવેલ માર્કેટની સાથે-સાથે ટ્રાવેલ એજન્ટસની સંખ્યા પણ સતત વધતી જાય છે. એટ્રેકટીવ ડોમેસ્ટીક-ઇન્ટરનેશનલ પેકેજીસ તથા નવા-નવા ડેસ્ટીનેશન્સ સાથે સહેલાણીઓને આકર્ષવાનો સતત પ્રયાસ વિવિધ ટ્રાવેલ એજન્ટસ દ્વારા થતો રહે છે.

કૂદકે ને ભૂસકે વધતા રહેતા અસામાન્ય ટ્રાવેલ માર્કેટની સાથે-સાથે અમુક ટ્રાવેલ એજન્ટ દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપીંડી પણ કરાતી હોવાના કિસ્સા અવારનવાર જોવા મળતા હોય છે. જેને કારણે વિશ્વાસપાત્ર અને ઓથોરાઇઝડ એજન્ટ પાસે બુકીંગ કરાવવું હિતાવહ છે.

પેકેજની કિંમતમાં ઘણી વખત માત્ર લેન્ડીંગ કોસ્ટ જ હોય છે. લેન્ડીંગ કોસ્ટમાં ટીકીટ અને વિઝા ચાર્જ આવતો નથી. તેથી યોગ્ય ચોખવટ કરી લેવી હિતાવહ છે.

ઘણાં ટ્રાવેલ એજન્ટસ પાસે અગાઉ લીધેલા ટીકીટોના બ્લોક પડયા હોવાનું જાણવા મળે છે. હોટલ બુકીંગ પણ પડયા હોવાનું સંભળાય છે, જે હજુ વેચવાના બાકી છે. તો, આવી રીતે પડેલા બ્લોક કે હોટલ બુકીંગ ફાયદો કરાવી આપતા હોય છે.

(કોઇપણ જગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટૂર પેકેજ કે હોટલ પેકેજ વિશેની સંપૂર્ણ માહિતીની ચોખવટ  જે-તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટૂર દરમ્યાન કોઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય. અહીં લેખમાં આપેલ પેકેજની કિંમતમાં સંજોગોવસાત ફેરફાર પણ શકય છે.

* આ સાલ મંદી, મોંઘવારી, જીએસટી તથા નોટબંધીની હજુ સુધી દેખાતી અસર, વરસાદની ખેંચ, ઇન્કમટેક્ષ ઇન્કવાયરી તથા બેન્ક ટ્રાન્ઝેકશન બાબતે પૂછપરછનો ભય વિગેરેને કારણે ટ્રાવેલ માર્કેટ પ્રભાવિત દેખાઇ રહ્યું છે.

ઉપરાંત હવાઇભાડા, ફુડ, લોકલ ટ્રાન્સપોર્ટેશન , હોટલ ભાડા, સાઇટસીન્સ સહિતના ખર્ચમાં વધ-ઘટ થવાને કારણે વિવિધ પેેકજીસના રેઇટસમાં પણ ઘણો  ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે.

* છતાં પણ વેકેશન આવે એટલે મોજમજાના દરિયામાં ધૂબાકા મારવા તલપાપડ થઇ જતાં ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ ફરવા ન જાય તો જ નવાઇ!

ગ્લોબલાઇઝેશન સાથેના માહિતી અને જ્ઞાનના હાઇટેક-ટેકનોસેવી યુગમાં દેશ-પરદેશમાં વિવિધ જગ્યાએ ઉનાળાની રજાઓ માણતા અને 'વિશ્વ પ્રવાસી' તરીકે નામના મેળવતા ગુજરાતીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ ચોક્કસપણે હોય જ. કે જેઓ સમગ્ર વિશ્વ સાથે એકસૂત્રતા જાળવીને ખમીરવંતી પ્રજા તરીકેની સાચી ઓળખ આપી રહ્યા છે.

આપ સૌનું ઉનાળું વેકેશન ઇચ્છા પ્રમાણે ખૂબ સારૃં નિવડે અને યાદગાર રજાઓ જીંદગીભરનું જીવંત ભાથું બાંધી આપે એવી ઇશ્વર પાસે હૃદયપૂર્વકની પ્રાર્થના. સર્વેને હેપી જર્ની.. જય શ્રી કૃષ્ણ.

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(3:52 pm IST)