Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સાતમ-આઠમ આવી ગઇ... ફરવા જવાનું વિચાર્યુ?

ગોવા-કેરાલા-ઇમેજિકા-લોનાવાલા-મહાબળેશ્વર-ઊંટી-કોડાઇકેનાલ-શીરડી-આબુ-કુર્ગ-કબિની-સોમનાથ-સાસણગીર-કેવડીયા વૈનાડ-બેકલ વિગેરે સ્થળોની સહેલગાહે નિકળવા લોકોમાં જબ્બરદસ્ત ક્રેઝ. : ફોરેન ટૂરમાં દૂબઇ ઉપર લોકો વારી ગયા. : સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વિથ ક્રુઝ પણ સહેલાણીઓની 'ગુડબુક'માં. :અબ્રોડના નવા ડેસ્ટીનેશન્સ તરીકે બિસ્કેક, અલ્માટી, બાકુ, ટર્કી, ફૂકેત, ક્રાબી, ચેક રીપબ્લિક જેવા સ્થળો આંખ

મોબાઇલ, ઇન્ટરનેટ સહિતની કોમ્યુનિકેશન, અને તેની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે જબ્બરદસ્ત ક્રાંતિ થવાથી દિવસે-દિવસે ગુજરાત સહિત સમગ્ર ભારતના લોકોની રહેણી કરણી, ખોરાક, પોષાક, ફેશન અને રજાઓનો સમય (ફ્રી ટાઇમ) ગાળવામાં આમૂલ પરિવર્તન દેખાઇ રહ્યું છે. લોકોની વિચારસરણી બદલાઇ રહી છે.

આ પરિવર્તનના ભાગરૂપે લોકો હવે બાર મહિનાના તહેવારો પણ પોતાના વતન કે પછી સગા-વ્હાલાઓ સાથે ગાળવાને બદલે પોતાના પરિવાર અને ગ્રુપ સર્કલ સાથે ભારત અને વિદેશમાં વિવિધ જગ્યાએ ઉમળકાભેર સહેલ કરીને ગાળી રહ્યા છે.

ફરવાના શોખીન સહેલાણીઓ નવા-નવા ડેસ્ટીનેશન્સ શોધી રહ્યા છે. સમગ્ર ભારતમાં મધ્યમ વર્ગના લોકો પણ વિદેશ પ્રવાસ ખેડી રહ્યા છે. કારણ કે હવે લોન પણ ઉપલબ્ધ થાય છે. ર૦૧૬ માં ભારતમાંથી ૪૩ લાખ પ્રવાસીઓએ વિદેશના વિઝા માટે અરજી કરી હતી. જે ર૦૧૭ માં વધીને ૪૭ લાખ જેટલી થઇ ગઇ છે.

આવા મોર્ડન ક્રેઝના ભાગરૂપે આવતા મહિને આવતી જન્માષ્ટમી (સાતમ-આઠમ) ના તહેવાર નિમિતે ફરવા જવા માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટના શોખીનો ગાંડાતૂર બની ગયા છે.

* આ જન્માષ્ટમીમાં પણ લોકો ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, ઇમેજિકા, શીરડી, શનિદેવ, પંચમઢી (મધ્ય પ્રદેશ), કેરાલા, દિવ, માઉન્ટ આબુ, ઉજ્જૈન, દાર્જીલિંગ, ગંગટોક, લાવાસા, હરીદ્વાર, ગોકુલ, મથુરા, સીમલા, કુલુમનાલી, ડેલ હાઉસી, આગ્રા, પંચગીની, એસેલવર્લ્ડ, અંબાજી, શ્રીનાથજી, ઉદેપુર, કુંબલગઢ, સાપુતારા, ઇલોરા, નાસીક, ત્રંબકેશ્વર, ધુષ્મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત આશ્રમ, ઓરંગાબાદ, સાસણ ગીર, જૂનાગઢ, તુલસીશ્યામ, સોમનાથ, બગદાણા, વિરપુર, દ્વારકા, નાગેશ્વર, વૈથ્રી, બેકલ, કુર્ગ, કબિની, આણંદ, અમદાવાદ, રાજકોટ અને તેની આજુ બાજુના સ્થળો (આજી-ન્યારી-ભાદર ડેમ, રીસોર્ટસ, હનુમાનધારા, વોટર પાર્કસ વિગેરે), ખોડલધામ, સત્તાધાર, બગદાણા, પરબ, ચોટીલા, સાળંગપુર (કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ), કેરાલા, સહિતના મનગમતા સ્થળોએ પોત-પોતાના પરિવાર તથા ગ્રુપ સર્કલ સાથે રજાની મોજ માણવા થનગની રહ્યા છે.

* જો કે મંદી, મોંઘવારી, હજુ સુધી જોવા મળતી નોટબંધીની અસર, જીએસટી, વરસાદની ખેંચ વિગેરેને કારણે સાતમ - આઠમમાં ફરવા જનારાઓનો ધસારો ગયા વર્ષની સરખામણીએ ઓછો જોવા મળી રહ્યો છે. મોરબી સહિતના સૌરષ્ટ્રના કારખાનેદારોની ઇન્કવાયરી હજુ સુધી ઠપ્પ હોવાનું ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા. લી. રાજકોટના ડાયરેકટર દિલીપભાઇ મસરાણી, (મો. ૯૮૭૯પ ૪૦૬૩૩) તથા  દર્શીતભાઇ મસરાણીનું કહેવું છે.

છતાં પણ છેલ્લા દિવસોમાં પસંદગીના સ્થળોએ જવા માટે બસ-ટ્રેન-પ્લેન સહિતમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ ઓપરેટ થતું હોય છે. ભારતના કેટલાંક રૂટસ ઉપર તો ટ્રેઇન કરતા ફલાઇટ સસ્તી પડે છે. દેશમાં ૧૭ જેટલા રૂટસ એવા છે કે જયાં ટ્રેન કરતાં પ્લેનમાં જવાથી રૂપિયા અને સમય બંનેની બચત થાય. આ રૂટમાં અમદાવાદથી ગોવા, દિલ્હીથી ગોવા, દિલ્હીથી ચેન્નાઇ, દિલ્હીથી મુંબઇ વિગેરેનો સમાવેશ થાય છે. ટ્રેઇનના  એ.સી. કોચ કરતા ફરક જોવા મળે છે.

ફાઇવ સ્ટાર હોટેલોના પેકેજીસ મોંઘા થયા છે અને ઓછા ચાલે છે. કારણ કે તેની ઉપર ર૮ ટકા જીએસટી લાગે છે. જયારે ૭પ૦૦ સુધીના હોટલ રેન્ટ ઉપર ૧૮ ટકા જીએસટી લાગી રહ્યો છે. કોઇપણ પ્રકારના સાઇડ ડેસ્ટીનેશન્સનું હજુ સુધી બુકીંગ શરૂ થયુ ન હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

* પસંદગીના સ્થળોએ ઘણી જગ્યાએ હોટલ્સમાં રૂમ્સની અવેલેબિલીટી ન હોય. લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્ટાન્ડર્ડ થી માંડી સેવન સ્ટાર) માં જયાં પણ કન્ફર્મ બુકીંગ મળે ત્યાં જવા માટે નિકળવાની તૈયારી કરી  લીધી છે, અથવા તો કરી રહ્યા છે.

જો કે રાજકોટના ઘણાં ટ્રાવેલ એજન્ટસ પાસે પસંદગીના ડેસ્ટીનેશન્સના બુકીંગ અવેલેબલ હોવાનું પણ જાણવા મળે છે. અમુક પેકેજીસમાં તો ડીસ્કાઉન્ટ પણ ચાલી રહ્યા છે. મંદીના કારણે અમુક ટ્રાવેલ એજન્ટસ  તો  ટીકીટોનું 'ડ્રાય સેલિંગ' પણ કરી રહ્યા છે. ડ્રાયસેલિંગ એટલે ટુર-પેકેજ વેચવા માટે અગાઉથી લીધેલ ટીકીટ સાથે  પેકેજનું બુકીંગ ન થતા માત્ર ટીકીટ વેચી નાખવામાં આવે તે.

દિવસે-દિવસે ઘણાં નવા-નવા ડેસ્ટીનેશન્સ ખૂલવા માંડતા લોકોને પણ પોતાના બજેટમાં અને પોતાને જોઇતી ફેસેલિટીઝ પ્રમાણે જુદા-જુદા સ્થળે ફરવાનો અમૂલ્ય મોકો હવે મળી રહ્યાનું સનરાઇઝ ટૂર્સ રાજકોટના સમીરભાઇ કારીયા (મો. ૯૮રપ૩ ૭૭૭૦૪) તથા છબીલભાઇ કારીયા સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્ટસનું કહેવું છે.

* જન્માષ્ટમીમાં લોકો રાજસ્થાનમાં આવેલ કુંબલગઢ અને ઉદયપુર જઇ રહ્યા છે. ઉદયપુરથી કુંબલગઢ આશરે ૮૦ કિ. મી. છે. અહીં સહેલાણીઓ પોતાના વાહનમાં રાજકોટથી પણ જઇ શકે છે. અમદાવાદ થી જોધપુર અથવા તો ઉદયપુર ટ્રેઇનમાં પણ જઇ શકાય છે.

એા ડેસ્ટીનેશન પ્રીફર થવાના કારણોમાં નજીકમાં શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર, આબુ-અંબાજી, બસ-ટ્રેન-પ્લેનમાં રીઝર્વેશન ની પળોજણમાં પડયા વિના ગ્રુપ સર્કલ સાથે સેલ્ફ ડ્રાઇવીંગથી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે ગણી શકાય.

* આ ઉપરાંત આ વખતે સાતમ-આઠમ માં મુંબઇ-લોનાવાલા-ખંડાલા-મહાબળેશ્વર -ઇમેજિકા પાર્કના પેકેજીસ લોકો પસંદ  કરી રહ્યા છે. અહીંના કાર સાથેના પ રાત્રી ૬ દિવસના એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્યકિત ૧૪ હજાર આસપાસ (થ્રી સ્ટાર હોટલ) બુક થઇ રહયા છે.

અમદાવાદથી પુના રોજ ફલાઇટ મળે છે. ત્યાંથી ઇમેજિકા જઇ લોનાવાલા જઇ શકાય છે. મુંબઇથી ઇમેજિકા જવા માટે દરરોજ સવારે એ.સી.કોચ પણ ફ્રીલી અવેલેબલ હોય છે. બજેટને અનુરૂપ ઇમેજિકા જવાનો રૂટ અને પેકેજ પસંદ કરી શકાય છે. ઇમેજિકાને કારણે લોનાવાલામાં હોટલ બુકીંગ મેળવવામાં તકલીફ પડે તો મહાબળેશ્વર ખાતે પણ હોટલ બુકીંગ કરાવી શકાય છે.

આ વખતે લાવાસા પ્રમાણમાં ઓછું ચાલતું હોવાનું દેખાઇ રહયું છે.

*કેરાલા માટે પણ ઘણો ટ્રાફીક જોવાઇ રહયો છે. થ્રી સ્ટારથી માંડીને ફાઇવ સ્ટાર હોટલના ૬ રાત્રી તથા ૭ રાત્રીના એકસ અમદાવાદ બાય એર પેકેજીસ ૩૦ હજારથી શરૂ કરીને ૩૯ હજાર સુધી બજારમાં ખપી રહયાં છે.

રાજકોટથી ટીપટોપ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા હેવન્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (જુલીબેન લોઢીયા-૯૯૨૪૩૯૪૨૭૦) દ્વારા ૭ રાત્રી ૮ દિવસના કેરાલાના પેકેજ (કોચીન, ઠેકડી, મુન્નાર, પુવાર, કોલમ, કોવાલમ) ઉપડી રહયા છે. કોલમ બરાબર પાણીની વચ્ચે આવેલું રમણિય સ્થળ છે.

સાથે-સાથે ટીપટોપ ટુર્સ તથા હેવન્સ ટુર્સ દ્વારા ૭ રાત્રી ૮ દિવસના સિક્કીમ (દાર્જીલિંગ-ગંગટોક) ના પેકેજ પણ પ્રતિ વ્યકિત ૩૫ હજાર આસપાસ બુક થઇ રહયાં છે. કેરાલા-સિક્કીમના પેકેજીસનું બુકીંગ અન્ય ટ્રાવેલ્સ એજન્ટસ દ્વારા પણ થઇ રહયું છે.

નોર્થ કેરાલામાં આવેલ વૈનાડ, બેકલ (કાલીકટ્ટ- મેંગ્લોર) ના ફોર સ્ટાર તથા ફાઇવ સ્ટાર, બાય એર, એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૩૭ હજાર આસપાસ ચપોચપ ઉપડી રહયા છે.

* સાઉથ ઇન્ડિયામાં આવેલ કર્ણાટક (કુર્ગ અને કબિની) ના પ રાત્રી ૬ દિવસના એકસ અમદાવાદ પેકેજ કપલ દિઠ ૩૦ હજારથી લઇ ૧ લાખ ૧૦ હજાર સુધી વેચાઇ રહયા છે. અહીં આવેલ અતિ લકઝુરીયસ રીસોર્ટ ઓરેન્જ કાઉન્ટી (નવુનામ-ઇવોલબેક રીસોર્ટ) આકર્ષણનું કેન્દ્ર છે. અહીં મુંબઇનો ટ્રાફીક ઘણો રહે છે. રાજકોટ- અમદાવાદથી થોડું ઓછું બુકીંગ થાય છે. જીએસટી, ફલાઇટની ટીકીટ વિગેરે ગણતરી કરતાં કપલ દીઠ બે લાખ ે જેટલો પેકેજ થઇ જતો હોય છે.

* આ ઉપરાંત ગણપતીફુલે અને અલીબાગના પેકેજ પણ ચાલી રહયા છે. મુંબઇ રત્નાગીરી અને રત્નાગીરીથી આગળ જઇ શકાય છે. ગણપતી ફુલેના ર રાત્રી ૩  દિવસના પેકેજ પ્રતિ વ્યકિત ૯૦૦૦ રૂ. આસપાસ સેલ થઇ રહયા છે. અહીંનો બીચ રમણિય અને આહલાદક છે.

ઇમેજિકા જવા એકસ મુંબઇના પેકેજ સાથે લકઝુરીયસ પ્રોપર્ટી હોટલ નોવાટેલમાં રોકાઇ શકાય છે. જેમાં ઇમેજિકાની ટીકીટ સાથે કપલ દીઠ ૨૫ થી ૨૬ હજાર રૂ.માં એકોમોેડેશન મળે છે.

આ વખતે મોટાભાગે FIT (ફ્રીકવન્ટ ઇન્ડીપેન્ડન્ટ ટ્રાવેલર) પેકેજ બુક થઇ રહયાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહયા છે.

* દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીમાં ફરવા માટે ગોવા 'ધ મોસ્ટ ડીમાન્ડીંગ પ્લેસ' બન્યું છે. જો કે દર વર્ષ કરતા ગોવાના પેકેજ થોડા કોસ્ટલી બન્યા છે. છતાંપણ લોકોને પોતપોતાના બજેટને અનુરૂપ તથા વિવિધ ફેસેલિટીઝ પ્રમાણે ગોવાના પેકેજ મળી રહેતા હોય છે.

કારણકે સહેલાણીઓ અને ટ્રાવેલ એજન્ટસ, બંને માટે ગોવા પોઝીટીવ્લી 'સોફટ ટાર્ગેટ' રહેતું હોય છે. હોટલની કેટેગરી પ્રમાણે ગોવાના ૪ રાત્રી પ દિવસના બાય એર એકસ અમદાવાદ (થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર) પેકેજીસ ૧૭૫૦૦ થી ૩૫૦૦૦ રૂામાં પ્રતિ વ્યકિત સેલ થઇ રહયા છે.

ફલાઇટ વગર એકસ ગોવા પેકેજ પ્રતિ વ્યકિત ૭ થી ૧૪ હજાર આસપાસ મળી રહયા છે.

* રાજકોટ સહિતનું હાલનું યુવાધન લેહ-લદાખ જવા માટે ક્રેઝી હોવાનું જોવા મળે છે. એમાં પણ બુલેટ કે બાઇક લઇને જવાનો ટ્રેંડ જોવા મળે છે. ઘણાં ઉત્સાહી જુવાનીયાઓ દિલ્હીથી કે બીજા સેન્ટર પરથી સિંગલ બુલેટ લઇને લેહ-લદાખ પહોંચે છે અને ૧૩-૧૪ દિવસે પાછા આવે છે. સાથે ફોટોગ્રાફર, પેટ્રોલ, મિકેનિક, ઓકસીજનનો નાનો બાટલો વિગેરે પણ સાથે લઇ જાય છે. ' ખાર ડુંગ્લા પાસ' નામનો વિશ્વનો સોૈથી ઉંચો રોડ અહીં આવેલો હોવાનું કહેવાય છે.

* ગુજરાતનું સાપુતારા, કેવડીયા (નર્મદા-સરદાર સરોવર ડેમ) વિગેરે પણ આ વખતે પ્રવાસીઓને આકર્ષી રહયા છે. આહલાદક વરસાદી વાતાવરણ અને કુદરતી સોૈંદર્ય સાથેનો નઝારો અહીંનું મુખ્ય આર્ષણ છે.

* આ ઉપરાંત લોકોમાં હૈદ્રાબાદ-લીયોના રીસોર્ટ તથા રામોજી સ્ટુડીયો પણ પસંદગીના ડેસ્ટીનેશન્સ બની રહયા છે.

* સાસણગીર અને માઉન્ટઆબુમાં પણ ટ્રાફીક જોવા મળે છે. સસ્તી મુસાફરી અને વાહન વ્યવહારની સુવિધાને કારણે લોકો આવા આકર્ષક ડેસ્ટીનેશનસ ઉપર પોતાની પસંદગી ઉતારે છે.

સાસણમાં નેશનલ પાર્ક- સફારીમાં ઘણી વખત સિંહ જોવા નથી મળતા પરંતુ દેવળીયા પાર્કમાં સહેલાઇથી સિંહ જોવા મળતા હોય છે.

સાસણ ગીરમાં તાજેતરમાં લકઝુરીયસ એવી ફાઇવસ્ટાર ''વુડઝ હોટલ'' શરૂ થઇ છે જે કદાચ ગુજરાતની સોૈથી કોસ્ટલી કહી શકાય. ર રાત્રી ૩ દિવસના કપલ દીઠ ૩૦૭૨૦/- રૂ. આસપાસ પેકેજ ચાલી રહયાનું જાણવા મળે છે. ''એજન્ટ ડીલ'' સંદર્ભે ડીસ્કાઉન્ટ પણ મળી શકે છે.

* સોૈરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જૂનાગઢ-ગીરનાર જઇને ત્યાં આવેલા પ્રસિધ્ધ પ્રેરણાધામ ખાતે એક-બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિધ્ધ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. દ્વારકા પણ જગપ્રસિધ્ધ કૃષ્ણમંદિર તથા નાગેશ્વર જયોતિર્લિંગના દર્શનનો લાભ લેવા પુષ્કળ લોકો ઉમટી પડે છે.

સાથે સાથે વિરપુર (પ.પૂ. જલારામબાપા), પરબ, સતાધાર,બગદાણા, ચોટીલા, ખોડલધામ, રાજકોટ સહિતના ગામમાં લોકમેળા, ડેમ , મોલ, મલ્ટીપ્લેક્ષ થીયેટર, તુલસીશ્યામ સહિતના સ્થળોએ લોકો જન્માષ્ટમીની રજાઓ દરમ્યાન ઉમટી પડશે.

* જો કે આ વખતે મંદી તથા અન્ય કારણોને લીધે મોટાભાગની જગ્યાએ હજુ પણ બુકિંગ ફ્રીલી અવેલેબલ હોવાનુ અગ્રણી ટ્રાવેલ એજ્ન્ટસ કહી રહ્યા છે.  ઉપરાંત અમુક  પેકેજીસમાં તો હેવી ડીસ્કાઉન્ટ પણ મળે છે.

* ગુજરાતમાં નર્મદા જીલ્લામાં પોઇચા ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયનું નિલકંઠધામ પણ ફરવા લાયક અને જોવા લાયક છે. ભકતોનો અવિરત પ્રવાહ આ અલોૈકિક સ્થળે જોવા મળે છે. રાજપીપળા થી ૧૨ કિ.મી. તથા વડોદરાથી ૫૦ કિ.મી. જેટલુ થાય છે.

www.nilkanthdham.org

* રાજકોટ ખાતે ચારેબાજુ લીલીછમ ધરતીના ખોળે ,ન્યારીડેમ રોડ , કાલાવડ રોડ, ઉપર આવેલ લકઝુરીયસ રીસોર્ટ રીજન્સી લગૂનના પેકેજીસ પણ આકર્ષક છે. અહી સમગ્ર ગુજરાતનો સૌથી મોટો કહેવાતો રજવાડી બેન્કવેટ હોલ પણ અસ્તિત્વ ધરાવે છે.

યુરોપિયન કન્ટ્રીઝની લાઇફ સ્ટાઇલનો અનુભવ કરાવતો રીજન્સી લગૂન રીસોર્ટ કવોલીટી ઓફ ફુડઝ, બેસ્ટ હોસ્પિટાલીટી તથા એટ્રેકટીવ એમીનીટીઝ માટે જાણીતો છે. અહીં યાદગાર રજાઓ ગાળી શકાય છે. (મો. ૭૦૬૯૦૫૩૬૧૨/૧૪).

* રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ અને વિવિધ આકર્ષક  એમીનીટીઝ ધરાવતુ એમરલ્ડ કલબ  દ્વારા પણ સાતમ-આઠમના પેકેજીસ બજારમાં મુકાયા છે. ૨ રાત્રી ૩ દિવસ તથા ૩ રાત્રી ૪ દિવસ (કપલ દીઠ)ના પેકેજ અનુક્રમે ૧૧૯૯૯=૦૦ તથા ૧૬૯૯૯=૦૦ રૂ. માં બુક થઇ રહ્યાનુ જાણવા મળે છે.

* તાજેતરમાં જ મુંબઇ ગોવા વચ્ચે દેશની પ્રથમ ક્રુઝ  સર્વિસ શરૂ થઇ છે. મુંબઇ ક્રુઝ  ટર્મીનલ ઉપરથી 'અંગ્રીયા'નામની આ ક્રુઝ ૧ રાત્રી ર દિવસના પેકેજ સાથે સફર કરી રહી છે.  મુંબઇ થી ગોવા જતુ આ જહાજ વચ્ચે રત્નાગીરી, મલવાન સહિત પાંચેક  જગ્યાએ પ્લાન્ડ હોલ્ટ લે છે. ૭૦૦૦ રૂ. જેવી પેકેજ કોસ્ટ રાખવામાં આવી છે.  દરરોજ સાંજે ૫ કુ્ઝ  મુંબઇથી ઉપડશે. અને સવારે ૯ વાગ્યે ગોવા પહોચશે.'

* ઈન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ (irctc) દ્વારા ભારત દર્શન વિશેષ પ્રવાસી ટ્રેન  રાજકોટ સહિતના સ્થળોએથી (ltcમાન્ય) ઉપડે છે. રામેશ્વરમ, , મદુરાઇ, કન્યાકુમારી, તિરૂપતી, શીરડી, શનિશિંગડાપુર, મથુરા, હરીદ્વાર , અમૃતસર, વૈષ્ણોદેવી, લેહ-લદાખ સહિતના સ્થળો પેકેજમાં આવરી લેવાયા છે. (મો. ૯૪૨૮૦ ૧૭૮૯૮, ૦૭૯ ૨૬૫૮૨૬૭૪) www.irctctourism.com / authorisedagent

* રાજકોટ જામનગર  હાઇવે પર જાંબુડા  જામનગર ખાતે આવેલ ધ હોલી ડે વોટર રીસોર્ટ સહેલાણીઓના મનોરંજન  માટે કાયમી તત્પર હોય  છે. લોકોના ભરોસાને  સાચા અર્થમાં સાર્થક કરતા આકર્ષક વોટર રાઇડઝ સાથેના  આ રીસોર્ટની મુલાકાત લેવા જેવી છે. (મો. ૦૯૦૩૩૫૫૬૬૩૩) theholida ywaterresort.com

* રાજકોટના બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. પુરા જન્માષ્ટમી નિમિત્તે આકર્ષક ટૂર પેકેજીસ ઉપડી રહ્યા છે. જેમા  સિમલા- મનાલી (હિમાચલ)-, કેરલા ,સિક્કીમ, - દાર્જીંલીંગ, ગોવા વિગેરેનો સમાવેશ થાય છે. ૩ સ્ટાર તથા , ૪ સ્ટાર હોટલ સાથેના આ પેકેજમાં બ્રેક ફાસ્ટ , ડીનર , ફલાઇટ , સાઇટસીન્સ વિગેરે ઈન્કલુડ છે. મો. ૮૦૦૦૫૦૦૦૫૦, ૯૨૨૭૫ ૫૯૫૦૦.

* રાજકોટ થી જીરાવાલા ટુરીઝમ (બિરેનભાઇ ધ્રુવ- મો. ૯૩૭૫૬ ૪૮૫૦૦)દ્વારા એ.સી., નોન એ.સી. બસ દ્વારા પણ જન્માષ્ટમી પેકેજીસ ઉપાડી રહ્યા છે.  જેમા  ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, કુલુ-મનાલી, સિમલા, રાજસ્થાન, ડેલહાઉસી, વિગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજકોટ થી ઙ્ગકેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૭૨૮૩૯ ૯૩૯૯૯) દ્વારા જન્માષ્ટમીના વિવિધ પેકેજીસ બસ  દ્વારા  ઉપડી રહયા છે.  જેમા ગોવા , રાજસ્થાન , પંચમઢી, સિમલા , મહાબળેશ્વર, વિગેરેનો સમાવેશ થાય છે. એલટીસી પ્રવાસો પણ જઇ રહ્યા છે.

* રાજકોટમાં કુવાડવા રોડ ખાતે આવેલ ક્રિષ્ના વોટર પાર્ક એન્ડ રીસોર્ટ ખાતે પણ સ્કાય ફોલ, રીવર ક્રુઝ, એકવા  ટવીસ્ટ  જેવી અવનવી ૪૮ જેટલી વોટર રાઇડઝ  માણી શકાય છે.

* આ ઉપરાંત બસ-ટ્રેન -પ્લેન  એમ વિવિધ રીતે રાજકોટથી ઘણાં બધા ટ્રાવેલ એજન્ટસ ડોમેસ્ટીક પેકેજીસ લઇ જતા હોય છે. જેમા બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ - ૭૪૩૬૦ ૩૩૩૦૦, ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ - ૯૮૭૯૫ ૪૦૬૩૩, જલારામ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - ૯૭૧૪૭ ૮૫૮૮૮, સન્ની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ  - ૯૯૨૪૧ ૦૯૧૪૦, ડીલાઇટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - ૯૫૭૪૫ ૪૧૪૪૪, કનૈયા ટ્રાવેલ્સ - ૯૮૨૪૨ ૧૦૪૭૭, સ્વામિનારાયણ હોલીડેઝ (અજય મોદીના સહયોગથી ) ૮૯૮૦૩ ૬૯૬૯૯, જીરાવાલા ટુરીઝમ - ૯૩૭૫૬ ૪૮૫૦૦, નિજ ટ્રાવેલ્સ - ૯૮૨૫૦ ૭૭૯૬૯, નૂતન ટ્રાવેલ્સ (અમદાવાદ) - ૯૪૨૭૪ ૫૫૨૭૪, ડોલ્ફીન ટુરીઝમ - ૮૪૬૦૩ ૪૪૪૪૦, અક્ષર ટ્રાવેલ્સ - ૯૮૨૪૨ ૧૫૪૮૧, કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - ઙ્ગ૭૨૮૩૯ ૯૩૯૯૯, કશીશ હોલીડેઝ - ૮૪૮૭૯ ૯૮૯૯૧, અપ્સરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - ૯૮૨૪૫ ૬૮૦૧૩, ભારત દર્શન - ૯૮૨૪૪ ૫૬૬૮૮, અખિલ ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ   - ૯૮૨૫૯ ૧૧૯૨૦, શ્રીજી યુનિ વર્લ્ડ - ૯૦૮૧૨ ૬૦૬૧૭, બાલભદ્ર હોલીડેઝ - ૯૫૮૬૯ ૭૦૨૨૨, શિવ ટ્રાવેલ્સ  - ૯૩૭૪૬ ૩૧૮૫૪, માધવન ટુરીઝમ - ૯૯૯૮૩ ૫૦૦૫૭, પેલિકન - ૯૦૧૬૨ ૧૮૯૧૮, શ્રી જલારામ ટુર્સ - ૯૬૮૭૫ ૭૧૬૬૧, નવભારત હોલીડેઝ - ૯૯૨૫૮૦૪૦૭૬, જરીવાલા હોલીડેઝ - ૯૧૭૩૩૯૧૩૩૩, ટીપટોપ તથા હેવન્સ ટૂર્સ-૯૯ર૪૩ ૯૪ર૭૦, ડેસ્ટીની ટ્રાવેલ્સ પોઇન્ટ (૯૬૬૨૬૯૯૭૯૯), ડોલર ટુર- (૯૪૨૮૨ ૯૬૪૬૪), માધવ ટુર્સ (૯૯૩૫૫ ૮૮૨૨૦), નિલકંઠ ટુરીઝમ (૯૦૩૩૨ ૨૧૧૦૦), સફારી ટુરીઝમ (૯૫૫૮૯ ૫૫૧૯૯), મીનાક્ષી ટુર્સ (૯૪૦૮૧ ૯૭૯૫૮), અંજુ ટ્રાવેલ્સ (૯૯૨૪૪ ૦૫૩૨૫), માધવ યાત્રા સંઘ (૯૮૯૮૩ ૧૪૦૦૪), ગાંધી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-અમદાવાદ (૯૦૩૩૩ ૪૩૨૨૨), પટેલ હોલીડેઝ (૯૪૨૯૦ ૪૩૫૮૮), વૃંદાવન યાત્રા સંઘ (૯૮૯૮૩ ૫૦૦૯૬), ઇ-૩ હોલીડેઝ (૯૨૨૭૬ ૧૪૩૮૫), યાત્રિક ટુર્સ (૮૯૯૯૯ ૫૫૯૫૫), જય અંબે યાત્રા સંઘ (૭૮૭૪૯ ૬૦૪૬૫), સાગર ટ્રાવેલ્સ (૭૪૨૬૦ ૨૦૨૧૦) વિગેરેનો સમાવેશ થાય છે. કમ્પેરેટીવ રેઇટસ મળી શકે છે.

ફોરેન ટૂરના વિવિધ પેકેજીસ

 જન્માષ્ટમીમાં ફોરેન ફલાઇ કરવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો આ વર્ષે પણ દુબઇ ' ધ મોસ્ટ ફેવરીટ ડેસ્ટીનેશન' બન્યું છે. દુબઇના પેકેજ ' હોટકેક' ની જેમ સેલ થઇ રહયા છે. વિવિધ ફેસેલીટીઝ, હોટલની કેટેગરી, દિવસો, ફલાઇટની કવોલિટી, હોસ્પિટાલીટી અને સાઇટ સીન્સના આધારે દુબઇના પેકેજીસ ૬૦ થી ૮૦ હજાર વચ્ચે ટ્રાવેલ એજન્ટસ દ્વારા ટ્રેડ થઇ રહયા છે. એકસ અમદાવાદ છે.

દુબઇના પેકેજમાં રાજકોટના અમુક ટ્રાવેલ્સ એજન્ટ તો એક રાત્રી વિશ્વ પ્રસિધ્ધ સેવન સ્ટાર હોટલ એપ્લાન્ટીસ (હેપી ન્યુ યર મુવી ફેઇમ) માં ઓફર કરી રહયા છે. આકર્ષક લાપીતા આઇલેન્ડ-રીસોર્ટ પણ ઓફર થઇ રહયો છે. ફેવરીટ ટુર્સ (મો.-૯૮૭૯૫ ૪૦૬૩૩), ટીપટોપ તથા હેવન્સ ટુર્સ (જુલીબેન લોઢીયા- ૯૯૨૪૩ ૯૪૨૭૦) અને પટેલ હોલીડેઝ (મો. ૯૮૭૯૦ ૯૫૦૦૨) દ્વારા દુબઇના આકર્ષક પેકેજ ઉપડી રહયા છે.

 આ ઉપરાંત અન્ય ટ્રાવેલ એજન્ટસ દ્વારા પણ દુબઇ કન્ફર્મ થઇ રહયું છે.

* રાજકોટના બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ( મો. ૭૪૩૬૦ ૩૩૩૦૦, ૭૫૭૫૮ ૪૪૪૦૦) દ્વારા આકર્ષક કિંમતે યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલીયા, સ્કેન્ડીવેનીયા, સિંગાપુર, મલેશીયા, થાઇલેન્ડ વીથ ક્રુઝ, સ્પેન-પોર્ટુગલ વિગેરેના પેકેજ ઉપડી રહયા છે. ૧૫ ઓગષ્ટ પહેલાં બુકીંગ કરાવનારને મેગા ડીસ્કાઉન્ટ પણ અપાઇ રહયાનું જાણવા મળે છે.

* રાજકોટથી ફેસ્ટીવ હોલીડેઝ (મો. ૯૭૩૭૮ ૭૭૭૭૯) ના સિંગાપુર-મલેશિયા વીથ ડ્રીમ ક્રુઝ, ફુકેત-ક્રાબી-બેંગકોક સહિતના ફોર સ્ટાર તથા ફાઇવ સ્ટાર હોટલ સાથેના પેકેજીસ ઉપડી રહ્યા છે.

* સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વીથ ડ્રીમ ક્રુઝના ૧૩ રાત્રી ૧૪ દિવસના એકસ રાજકોટ પેકેજીસ ૧ લાખ ર૯ હજાર આસપાસ મળી રહ્યા છે. ૧૦ રાત્રી ૧૧ દિવસના સેઇમ પેકેજ ૧ લાખ ૧૦ હજાર આસપાસ પ્રીફર થઇ રહ્યા છે.

* હોંગકોંગ-મકાઉ-સેન્ઝેન (ચાઇના) ના ૭ રાત્રી ૮ દિવસના એકસ રાજકોટ પેકેજ પ્રતિ વ્યકિત ૧ લાખ ૧૦ હજાર આસપાસ બોલાઇ રહ્યા છે. જો કે હજુ સુધી આ રૂટ ઉપર ઓછો ટ્રાફીક દેખાઇ રહ્યો છે.

* ફુકેત-ક્રાબી (થાઇલેન્ડ)ના ૭ રાત્રી ૮ દિવસના એકસ રાજકોટ પેકેજ પ્રતિ વ્યકિત ૬પ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે. પ્રમાણમાં બુકીંગ પણ સારૂ દેખાઇ રહ્યું છે.

* શ્રીલંકાના ૬ રાત્રી ૭ દિવસના એકસ રાજકોટ પેકેજ પ્રતિ વ્યકિત ૪પ થી પ૦ હજાર સુધીમાં મળી રહ્યા છે. કલાયન્ટસ ઇન્કવાયરી પણ સારી દેખાઇ રહી  છે.

* કોમનવેલ્થ ઓફ ઇન્ડીપેન્ડન્ટ સ્ટેટસ કન્ટ્રીઝ (સીઆઇએસ) એવા બિસ્કેેક (કીર્ગીસ્તાન), અલ્માટી (કઝાકીસ્તાન) તથા બાકુ (અઝરબાયજાન) નામના દેશો પણ આઉટ ઓફ ઇન્ડીયા જવા માટે પસંદ થઇ રહ્યા છે. જેમાં બિસ્કેક માટે ફેમીલી પેેકેજ બુક થઇ રહ્યા છે. ૭ રાત્રી ૮ દિવસ ના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૭પ હજાર રૂ. આસપાસ જઇ રહ્યા છે. પેકેજમાં ર રાત્રી ફ્રેશ વોટર સાથેના ઇશીકુલ લેક ખાતે અપાઇ રહી છે.

અલ્માટી તથા બાકુ માટે ફેમીલી ટ્રાફીક નહિવત જોવા મળે છે. આ સ્થળોની નાઇટ લાઇફ ચર્ચામાં રહેતી હોય છે. અલ્માટીના ૪ રાત્રી પ દિવસના એકસ દિલ્હી પેકેજ પ્રતિ વ્યકિત પ૦ હજાર આસપાસ જઇ રહ્યા છે.

જયારે બાકુના પ રાત્રી ૬ દિવસના એકસ દિલ્હી પેકેજ પ્રતિ વ્યકિત ૬પ હજારમાં બુક થઇ રહ્યા છે.

* મોરેશીયસના છ રાત્રી ૭ દિવસના એકસ મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત૬પ હજારથી ૧ લાખ ૧૦ હજાર સુધી સંભળાઇ રહ્યા છે. હોટલની કેટેગરી, ફેસેલિટીઝ, ફુડ , સાઇટ-સીન્સ, એમિનિટીઝ વિગેરને કારણે પ્રાઇસમાં ફલકચ્યુએશન જોવા મળે છે.

* માલદિવ્ઝના ૩ રાત્રી ૪ દિવસના એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્યકિત ૮પ હજાર આસપાસ મળી રહ્યા છે જે પ્રમાણમાં કોસ્ટલી કહી શકાય.

* આ વર્ષે સહેલાણીઓ દ્વારા નવા ડેસ્ટીનેશન્સ તરીકે બિસ્કેક, અલ્માટી, બાકુ, ચેક રિપબ્લીક, ટર્કી અને જાપાન જોવાઇ રહ્યા છે. વિદેશ જનારા પ્રવાસીઓ અમેરિકા, મેલેશીયા, યુ.કે., કેનેડા, ચીન, થાઇલેન્ડ જેવા દેશો પણ પ્રીફર કરી રહ્યા છે. તાશ્કંદ અને બાલી પણ પસંદ થઇ રહ્યા છે.

* રાજકોટથી ઇન્ટરનેશનલ પેકેજીસ લઇ જનારાઓમાં બેસ્ટ ટુર્સ-૭૪૩૬૦ રરર૦૦, ફેવટીટ ટુર્સ- ૯૮૭૯પ ૪૦૬૩૩, પટેલ હોલીડેઝ- ૯૮૭૯૦  ૯૫૦૦ર, ફેસ્ટીવ હોલીડેઝ- ૯પ૭૪પ ૭૭૭૭૯, ટીપટોપ તથા હેવન્સ ટુર્સ- ૯૯ર૪૩ ૯૪ર૭૦, નીજ ટ્રાવેલ્સ- ૯૮રપ૦ ૭૭૯૬૯, કશીશ હોલીડેઝ ૯૪ર૯૭ ૯૦૦પ૪, માય હોલીડે- + ૬૬ ૯૪૪૪ ૯૦પ૦૧, બી-ટુરીઝમ- ૯૪ર૬૪ ૪૭૪૯૬, ઇન્ડીયા દર્શન ટ્રાવેલ- ૯૭૧૪૯ ૯૯૯ર૪, અજય મોદી ટુર્સ- ૯૬૮૭પ ૬૯૬૯૯, આગમ ટુર્સ- ૯૪ર૮ર ૮૭૯૧૯, જીરાવાલા ટુરીઝમ - ૯૩૭પ૬ ૪૮પ૦૦, શ્રીજી યુનીવર્લ્ડ- ૯૯૦૯૯ ૧૧૧૦પ, કોકસ એન્ડ કિંગ્સ- ૮૮૬૬૬ રપ૬ર૪, કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ- ૯પ૮૬૭ ૩૮૦૮૦,  ડેેસ્ટીની ટ્રાવેલ ૯૬૬૨૬ ૯૯૭૯૯, આર.વી. એન્ટરપ્રાઇઝ ટુર્સ ૮૪૬૦૦ ૨૮૮૨૮, બાલભદ્ર હોલીડેેઝ ૯૫૮૬૯ ૭૦૨૨૨, આરોહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ૮૪૮૭૦ ૦૦૦૭૦, મિનાક્ષી ટુરીઝમ ૯૪૦૮૧ ૯૭૯૫૮, જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ૭૨૦૩૦ ૪૦૯૪૪ વિગેરેનો સમાવેશ થાય છે.

* વિવિધ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝી અને ચેેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે. જેમાં થોમસ કૂક,કોક્ષ એન્ડ કિંગ્સ એસઓટીસી, કેસરી, વિણાવર્લ્ડ, ફલેેમિંગો ACE ટૂર્સ, ઝેનિથ હોલીડેઝ વિગેરે છે. ઇન્ટરનેટના જમાનામાં મેક માય ટ્રીપ નામનું વેબ પોર્ટલ પણ આશીર્વાદરૂપ બન્યું છે.  OYO રૂમ્સ તથા ની GOIBIBO  નો લાભ પણ લઇ શકાય છે.

* વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓન લાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. આવી બધી ફેસેલીટીઝને કારણે ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ પણ મળી શકે છે, કે જે આજના  કોમ્પીટીટીવ વર્લ્ડનુંએક અનિવાર્ય પાસું ગણાય છે.

હાલના હોટ ટ્રાવેલ માર્કેટની સાથે સાથે ટ્રાવેલ એજન્ટસ ની સંખ્યા પણ સતત વધતી જાય છે. એટ્રેકટીવ નેશનલ-ઇન્ટરનેશનલ પેકેજીસ તથા નવા-નવા ડેસ્ટીનેસન્સ સાથે સહેલાણીઓને આકર્ષવાનો સતત પ્રયાસ વિવિધ ટ્રાવેલ એજન્ટસ દ્વારા થતો રહે છે.

કુદકે ને ભુસકે વધતા રહેતા અસામાન્ય ટ્રાવેલ માર્કેટની સાથે સાથે અમુક ટ્રાવેલ એજન્ટ દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપીંડી પણ કરાતી હોવાના કિસ્સા અવાર-નવાર જોવા  મળતા હોય છે. જેને કારણે વિશ્વાસપાત્ર અને ઓથોરાઇઝડ એજન્ટ પાસે બુકીંગ કરાવવું હિતાવહ છે.

(કોઇપણ જગ્યા માટેના પેકેજ લેતા પહેલા ક બુકીંગ કરાવતા પહેલો  ટૂર પેેકેજ કે હોટલ પેકેજ વિશેની સંપૂર્ણ માહીતીની ચોખવટ જે તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટૂર દરમ્યાન કોઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય. અહીં લેખમાં આપેલ પેકેજની કિંમતમાં સંજોગોવસાત ફેરફાર પણ શકય છે)

* આ સાલ મંદી, મોંઘવારી, જીીએસટી, વરસાદની ખૈંચ, નોટબંધીની હજુ સુધી ચાલતી અસર, ઇન્કમટેક્ષ ઇન્કવાયરી તથા બેન્ક ટ્રાન્ઝેકશન બાબતે પુછપરછનો ભય વિગેરેને કારણે તથા હવાઇભાડા,  ફુડ, લોકલ ટ્રાન્સપોર્ટેશન હોટલ ભાડા, સાઇટસીન્સ, સહિતના ખર્ચમાં વધ-ઘટ થવાને કારણે વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે.

*  છતાં પણ આજની આ ૨૧ મી સદીમાં આમૂલ પરિવર્તનના ભાગરૂપે લોકો તમામ તહેવારોને વિવિધ રીતે યાદગાર બનાવતા હોવાનું જોવા મળે છે.

ટુંકમાં વિશ્વમાં કોઇપણ જગ્યાએ જઇએ ત્યાં ગુજરાતીઓ-સોૈરાષ્ટ્રવાસીઓ ન હોય તો જ નવાઇ! પછી તે વેપાર અર્થે હોય કે પછી ફરવા અર્થે. અને એ જ ગુજરાત-સોૈરાષ્ટ્રની ખમીરવંતી પ્રગતિશીલ અને સંવેદનશીલ પ્રજાની સાચી ઓળખ છે.  જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપી જર્ની તથા જન્માષ્ટમીની હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ. જયશ્રી કુષ્ણ.

-: આલેખન :-

ડૅા. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(3:52 pm IST)