Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સવારે ચા, સાંજે ‘અકિલા' આ લેખ સાચવી રાખો

વેકેશનમાં સહેલગાહે ઉપડવા લોકો ક્રેઝી બની ગયા !

*સિમલા-કુલુમનાલી-ડેલહાઉઝી-લેહ-લદાખ-દાર્જીલિંગ-ગંગટોક-લોનાવાલા-મહાબળેશ્વર-ઇમેજિકા-ગોવા-કેરાલા-આબુ-ઉંટી-કોડાઇકેનાલ-નૈનિતાલ-સોમનાથ-દિવ-સાપુતારા-ચારધામ-આંદામાન નિકોબાર-કોર્બેટ-સાસણ-સપ્ત જયોતિર્લિંગ-દ્વારકા વિગેરે સ્‍થળોએ ફરવા જવા માટે લોકો ગાંડાતૂર. * ફોરેન ટૂરમાં દુબઇ હોટ સિઝનમાં પણ હોટ ફેવરીટ ! * સિંગાપુર-મલેશીયા-થાઇલેન્‍ડ વિથ ક્રુઝ પણ સહેલાણીઓની પહેલી પસંદ. * કોલેજીયન્‍સ અન

વિવિધ કક્ષાઓ અને ધોરણો-વર્ષો તથા કોર્ષીસની વાર્ષિક પરીક્ષાઓનો માહોલ બરાબર જામ્‍યો છે ત્‍યારે વહેલાસર ઉનાળું વેકેશન પડે એટલે બાળકો, વિધાર્થીઓ, વાલીઓ, વડીલો, શિક્ષકો, પ્રોફેસર્સ, પ્રિન્‍સીપાલ વિગરેને હાશકારો થાય. પરીક્ષાનું ટેન્‍શન અને થાક ઉતારવા વેકેશન તથા રજાની સોૈ કોઇ ચાતક નજરે રાહ જોઇ રહયા છે.

 કોમ્‍યુનિકેશન, ટ્રાન્‍સપોર્ટેશન અને ટેકનોલોજીના હાલના ફાસ્‍ટ ફોરવર્ડ તથા પોસ્‍ટ મોર્ડન જમાનામાં ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રવાસન ઉદ્યોગ દિન પ્રતિ દિન જેટગતિએ આગળ વધી રહયો છે. લોકો પણ વિવિધ રજાઓમાં ખાઓ, પીઓ ને મોજ કરો' ની થીયરી અપનાવીને પોતાના બજેટને અનુરુપ મનગમતી જગ્‍યાએ સહેલગાહે નિકળી પડતા જોવા મળે છે.

વર્લ્‍ડ ટ્રેડ એન્‍ડ ટુરીઝમ કાઉન્‍સિલના તાજેતરના જ રીપોર્ટ અનુસાર ભારત દેશ વર્ષ ૨૦૧૮માં સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબરનો સોૈથી મોટો ટુરીઝમ ઇકોનોમીવાળો દેશ બની જશે.

આવનારા ૧૦ વર્ષોમાં ભારતમાં ટુરીઝમ ક્ષેત્રે કરોડો રોજગારી પણ સર્જાશે. સમગ્ર વિશ્વમાં ૨૦૧૮ ના વર્ષમાં ટુરીઝમ ક્ષેત્રે રોજગારીની તકો આશરે ૫.૨ કરોડ જેટલી થઇ જશે. ભારતમાં ટુરીઝમ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહયો છે. તાજેતરમાં ભારત સરકાર દ્રારા ૧૬૩ દેશો માટે ઇ-વિઝા ની સુવિધા પણ શરુ કરવામાં આવી છે. ઇન્‍ક્રેડીબલ ઇન્‍ડિયા ૨.૦ કેમ્‍પેઇન ના લોન્‍ચીંગ દ્રારા પણ સારુ માર્કેટીંગ થઇ રહયું છે.

મોબાઇલ એપ્‍લીકેશન, સોશ્‍યલ મિડિયા, બીગ ડેટા, આર્ટીફીસીયલ ઇન્‍ટેલિજન્‍સ તથા વર્ચ્‍યુઅલ સેગ્‍મેન્‍ટના કારણે પણ પ્રવાસન ઉધોગ ખૂબ જ ઝડપથી વૃધ્‍ધિ કરી રહયો છે. ઓનલાઇન ટ્રાવેલ બુકીંગ સેલ્‍સ ઇ.સ.૨૦૧૭ થી ૨૦૨૧ દરમ્‍યાન વાર્ષિક ૧૪.૮ ટકાના દરે વધવાની સંભાવના છે. ભારત કદાચ ઇ.સ.૨૦૧૯ના અંત સુધીમાં દુનિયાનો છઠ્ઠા ક્રમનો બિઝનેસ ટ્રાવેલ માર્કેટ બની રહેશે. વિશ્વમાં ડીજીટલ ટ્રાવેલ વેચાણોમાં ૨૦૧૭ના વર્ષ દરમ્‍યાન ભારતે ૩.૭ ટકા જેટલો હિસ્‍સો નોંધાવ્‍યો હતો. પાછલા વર્ષોની સરખામણીમાં ટ્રાવેલ, ટુરીઝમ અને હોસ્‍પિટાલિટી ઉદ્યોગે ૧૫.૬ ટકા જેટલી વૃધ્‍ધિ નોંધાવી છે.

ઘણી જગ્‍યાએ ઉનાળુ  વેકેશન તાજેતરમાં જ પડયું છે અથવા તો બધી જ જગ્‍યાએ નજીકના ભવિષ્‍યમાં પડવાનું છે ત્‍યારે રજાઓમાં સોૈરાષ્‍ટ્ર, ગુજરાત, ભારત અને વિદેશોમાં સહેલાણીઓના હોટફેવરીટ ડેસ્‍ટીનેશન્‍સે લોકોમાં જબરુ આકર્ષણ જગાવ્‍યું છે. ફરવા જવાના આવા જબ્‍બરદસ્‍ત ક્રેઝના ભાગરુપે લોકો ફરવા જવા માટે અત્‍યારે તો જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. ટીકીટો તથા હોટલ બુકીંગ માટે દોડાદોડી કરી રહયા છે.

પસંદગીના સ્‍થળોએ જવા માટે ટ્રેઇનોમાં લાંબુ વેઇટીંગ લીસ્‍ટ બની ગયું હોવાનું જાણવા મળે છે. ટ્રેન-પ્‍લેન ઉપરાંત પસંદગીની બસોમાં પણ લાંબા વેઇટીંગ લીસ્‍ટસ ઓપરેટ થઇ રહયા છે. તો સામે ઘણી બધી જગ્‍યાએ જવા માટે  પસંદગીના સ્‍થળોએ અમુક અંશે સહેલાઇથી બુકીંગ પણ આશ્વર્યજનક રીતે મળી રહયા છે.

આ વર્ષે મંદી-જીએસટી- ઇન્‍કમટેક્ષ ઇન્‍કવાયરીનો ડર, ગયા વર્ષની નોટબંધી વિગેરેને કારણે ગયા વેકેશન કરતા ર૦ ટકા જેટલો ઓછો ટ્રાફીક હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહ્યા છે.

તંત્ર દ્વારા અમદાવાદ સહિત અમુક જગ્‍યાએથી હોલી-ડે સ્‍પેશ્‍યલ કે સમર વેકેશન સ્‍પેશ્‍યલ ટ્રેનો દોડાવાઇ રહી છે. જેમાં પસંદગીના સ્‍થળોએ જવા માટે લોકો ધડાધડ બુકીંગ કરાવી રહયા છે.

* આ વેકેશનમાં લોકો લેહ- લદાખ, દાર્જીલીંગ-ગંગટોક-સિકિકમ, નૈનિતાલ, રાનીખેત-કોર્બેટ, કુલુમનાલી-સિમલા- ધરમશાલા,કાશ્‍મીર, ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શીરડી,શનિદેવ, પંચમઢી(મધ્‍યપ્રદેશ), દિવ, માઉન્‍ટઆબુ, ઉજજૈન,ઇમેજિકા, હરીદ્રાર, ગોકુળ, મથુરા,દિલ્‍હી,સિમલા,ડેલહાઉઝી, આગ્રા, પંચગીની,એસેલવર્લ્‍ડ, અંબાજી, શ્રીનાથજી, વૈષ્‍ણોદેવી, ઉદયપુર, કુંબલગઢ, સાપુતારા, ઇલોરા, નાસિક, ત્રંબકેશ્રવર,ઘુષ્‍મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દતઆશ્રમ, ઓૈરંગાબાદ, સાસણગીર, સોમનાથ, દ્વારકા, બેંગ્‍લોર, મૈસૂર, ઊંટી, કોડાઇકેનાલ, રામોજી સ્‍ટુડીયો(હૈદ્રાબાદ), હોલી-ડે કેમ્‍પ,તિરુપતી બાલાજી, રામેશ્વર, ગીરનાર, જુનાગઢ, તુલસીશ્‍યામ, વીરપુર, બગદાણા, પરબ, સતાધાર, ખજજીયાર, અમૃતસર, કેરાલા, કૈલાસ માનસરોવર, ભૂજ,માંડવી, માતાનોમઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, સફેદરણ, કાળો ડુંગર, સાળંગપુર(કષ્‍ટભંજનદેવ-હનુમાનદાદા), પોરબંદર, હાથલા(શનિદેવ), ચારધામ યાત્રા સહિતના ભારત-ગુજરાત અને  સોૈરાષ્‍ટ્રના વિવિધ સ્‍થળોએ વેકેશનની મોજ માણવા અધીરા બન્‍યા હોવાનું જોવા મળે છે.

* પસંદગીના સ્‍થળોએ જવા માટે ટ્રાફીકના કારણે સારા ડેસ્‍ટીનેશન્‍સની એર ટીકીટસ ઘણી ઊંચી કિંમતમાં મળી રહી છે. જેને કારણે પેકેજની કિંમત ઘણી વધી જતી જોવા મળે છે.

ઘણાં કિસ્‍સામાં તો ડોમેસ્‍ટીક કરતા ઇન્‍ટરનેશનલ પેકેજીસ સસ્‍તા પડતા હોવાનું જોવા મળે છે. આને કારણે ફરવાના શોખીનો વિદેશ તરફ વધુ ઢળી રહયાનું દેખાય છે. ફોરેન ટૂર મારીને ફોરેન રીટર્ન' કહેવડાવાની મજા પણ કંઇક ઓર જ હોય છે. ઘણી વખત સસ્‍તા કરતા કવોલિટી પેકેજીસ' સોનામાં સુગંધ ભેળવી દે છે. માઉન્‍ટ એવરેસ્‍ટ તથા જયાં શકય હોય ત્‍યાં બરફાચ્‍છાદિત વિસ્‍તારમાં સાઇકિંલગ જેવી એડવેન્‍ચર ટુરનો ક્રેઝ પણ વધતો જોવા મળી રહયો છે.

* જો કે મંદી, મોંઘવારી, જીએસટી, ઇન્‍કમટેક્ષ ઇન્‍કવાયરીનો ડર, બેન્‍ક ટ્રાન્‍ઝેકશન બાબતે પૂછપરછ વિગેરેને કારણે આ વર્ષે વેકેશનમાં ર૦ ટકા જેટલો ઓછો ટ્રાફીક દેખાઇ રહયો હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહયા છે. ઉપરાંત લોંગ ડીસ્‍ટન્‍સવાળા પેકેજીસને બદલે શોર્ટ ડીસ્‍ટન્‍સ, ઇઝી ટ્રાન્‍સપોર્ટેશન અને વાહન વ્‍યવ્‍હારની પ્રાપ્‍યતા હોય તેવા પેકેજીસ વધુ ચાલતા હોવાનું ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા.લી. ના ડાયરેકટર દિલીપભાઇ મસરાણી (મો-૯૮૭૯૫૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણીનું કહેવું છે.

* પસંદગીના સ્‍થળોએ ઘણી જગ્‍યાએ હોટલ્‍સમાં રૂમ્‍સની અવેલેબિલિટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (ર્સ્‍ટાન્‍ડર્ડ થી માંડી સેવન સ્‍ટાર) માં જયાં પણ કન્‍ફર્મ બુકીંગ મળે ત્‍યાં જવા માટે નિકળવાની તૈયારી લીધી છે અથવા તો કરી રહયા છે.

* દિવસે-દિવસે ઘણાં નવા-નવા ડેસ્‍ટીનેશન્‍સ ખુલવા માંડતા લોકોને પણ પોતાનું બજેટ, જોઇતી ફેસેલિટીઝ, શોખ તથા અનુકુળતા પ્રમાણે જુદાં-જુદાં સ્‍થળોએ ફરવાનો અમૂલ્‍ય મોકો હવે મળી રહયાનું  ટીપટોપ ટૂર્સ તથા હેવન્‍સ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ રાજકોટના સંચાલક જુલીબેન લોઢીયા (૯૯૨૪૩ ૯૪૨૭૦), સનરાઇઝ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ રાજકોટ ના સમીરભાઇ કારીયા (૯૮૨૫૩૭૭૭૦૪) તથા જીરાવાલા ટુરીઝમ રાજકોટના બિરેનભાઇ ધ્રુવ (મો-૯૩૭૫૬ ૪૮૫૦૦)સહીતના અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસનું કહેવું છે.

* મુંબઇથી આગળ આવેલ અને મુંબઇથી જવાતું ઇમેજિકા પાર્કનું આકર્ષણ પણ ઘણું જ જોવા મળે છે. રાજકોટ, સોૈરાષ્‍ટ્ર અને ગુજરાતમાંથી પણ ઇમેજિકાના પેકેજીસ  ઉપડે છે. મુંબઇથી પણ રોજે-રોજ વિવિધ જગ્‍યાએથી લકઝરી બસ (એ.સી.,નોન એ.સી.) દ્વારા એક દિવસના પેકેજીસ સતત ઉપડતા હોય છે.

ઘણાં સહેલાણીઓ ઇમેજિકાની સાથે-સાથે લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર, લાવાસા,એસેલ વર્લ્‍ડ વિગેરે પણ લેતાં જોવા મળે છે.

લોનાવાલા, મહાબળેશ્વર અને ઇમેજિકાના ૬ દિવસના એકસ મુંબઇ પેકેજીસ પ્રતિ વ્‍યકિત ૧૨ થી ૧૫ હજાર રૂા.માં ટ્રાવેલ માર્કેટમાં ખપી રહયા છે. રાજકોટથી પણ ટ્રેન-પ્‍લેન- લકઝરી બસ દ્રારા બુકીંગ કરાવી શકાય છે.

* ઉનાળાના વેકેશન માટે આ વખતે સિમલા -કુલુમનાલી-ધરમશાલા-ડેલહાઉઝી તથા અમૃતસરના પેકેજીસ વધુ ચાલ્‍યા હોવાનું દેખાય છે. ૯ રાત્રી ૧૦ દિવસના એકસ દિલ્‍હી થ્રી સ્‍ટાર હોટલ સાથેના પેકેજ પ્રતિ વ્‍યકિત ૨૨ થી ૨૫ હજાર માં સેલ થઇ રહયાં છે. રાજકોટ  કે અમદાવાદથી દિલ્‍હી જવા માટે ટ્રેન કે ફલાઇટની ટીકીટ બુક કરાવી શકાય છે.

* લેહ-લદાખ જવાવાળાનો ફલો પણ જોવા મળી રહયો છે. અમદાવાદથી અમદાવાદ બાય એર ૬ રાત્રી ૭ દિવસના ફોર સ્‍ટાર પેકેજ પ્રતિ વ્‍યકિત ૩૫ હજાર આસપાસ વેચાઇ રહયા છે.

હાલનું યુવાધન લેહ-લદાખ જવા માટે ક્રેઝી હોવાનું જોવા મળે છે. એમાં પણ બુલેટ  કે બાઇક લઇને જવાનો ટ્રેન્‍ડ પણહાલમાં જોવા મળી રહ્યો છે. ઘણાં ઉત્‍સાહી જુવાનીયાઓ દિલ્‍હીથી કે બીજા સેન્‍ટર પરથી સિંગલ બુલેટ લઇને લેહ-લદાખ પહોચે છે અને ૧૩-૧૪ દિવસે પાછા આવે છે. સાથે ફોટોગ્રાફર, પેટ્રોલ, મિકેનિક, ઓકસીજનનો નાનો બાટલો વિગેરે પણ સાથે લઇ જાય છે. કુલ ખર્ચ પ્રતિ વ્‍યકિત આશરે ૪૮ હજાર જેટલો થાય છે. ખાર ડુંગ્‍લા પાસ' નામનો વિશ્વનો સોૈથી ઊંચો રોડ અહીં આવેલો હોવાનું કહેવાય છે.

* નોર્થ-ઇસ્‍ટની વાત કરીએ તો દાર્જીલિંગ- ગંગટોક-સિકિકમ ના અમદાવાદ થી અમદાવાદ (બાય એર) ૭ રાત્રી ૮ દિવસના લકઝુરીયસ પેકેજીસ પ્રતિ વ્‍યકિત ૩૮ હજાર આસપાસ જઇ રહયાં છે. ટ્રાવેલ એજન્‍ટ દ્રારા એડવાન્‍સમાં બ્‍લોક બુકીંગ કરાવ્‍યું હોય તેવા કિસ્‍સામાં ઘણી વખતે ફલાઇટની ટીકીટ સસ્‍તી પડતી હોવાનું જોવા મળે છે. બ્‍લોક બુકીંગને કારણે ટીકીટ પણ અવેલેબલ હોય છે, નહીંતર વેઇટીંગનો સામનો કરવો પડતો હોય છે.

* ઉનાળામાં ગરમીને કારણે કેરાલા પ્રમાણમાં ઓછું ચાલતું હોય છે. છતાં પણ તેના ૭ રાત્રી ૮ દિવસના ફોર સ્‍ટાર હોટલ સાથેના એકસ કોચીન પેકેજ પ્રતિ વ્‍યકિત ૨૫ હજાર રૂપિયા આસપાસ અમુક કલાયન્‍ટસ દ્વારા પસંદ કરાઇ રહયા છે. અમદાવાદ થી કોચીન સુધી ફલાઇટ લઇ શકાય છે.

આ ઉપરાંત ગરમીને કારણે બેંગ્‍લોર- મૈસૂર-ઊંટી- કોડાઇકેનાલના પેકેજ પણ પ્રમાણમાં ઓછા પ્રિફર થઇ રહયા છે.

* દર વર્ષની માફક આ વર્ષે પણ એવરગ્રીન એવું ગોવા સહેલાણીઓ માટે  હોટકેક સાબિત થઇ રહ્યું છે. ગોવાનો ૩ રાત્રી ૪ દિવસનો બાય એર એકસ અમદાવાદ થ્રી સ્‍ટાર હોટલ સાથેનો પેકેજ પ્રતિ વ્‍યકિત ૧૭  હજાર રૂા. આસપાસ પસંદ થઇ રહયો છે.

જો કે ગોવાના વિવિધ જગ્‍યાએથી તથા  વિવિધ ફેસેલિટીઝ સાથેના અલગ-અલગ રેઇટસના ઘણા બધા પેકેજ ફરવાના શોખીનોને આકર્ષી રહયા છે.

* ઉનાળા તથા ગરમીના દિવસો સિવાય રાજસ્‍થાન (ઉદયપુર-શ્રીનાથદ્રારા- કુંબલગઢ-જયપુર વિગેરે) ની સહેલગાહે ઉપડવા પણ લોકોમાં ઉમળકો જોવા મળતો હોય છે. પરંતુ હાલના સમયમાં રાજસ્‍થાનનો ઓપ્‍શન છેલ્લે રખાતો હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહયા છે. ઉનાળાના વેકેશન દરમ્‍યાન રાજસ્‍થાન પ્રીફર કરતા કલાયન્‍ટસ માત્ર હોટલ બુકીંગ કરાવીને પોતાનું પર્સનલ વ્‍હીકલ લઇને જવાનું વિચારે છે.

* હાલની રાજકીય તથા આંતરરાષ્‍ટ્રીય સરહદની પરિસ્‍થિતિને કારણે કાશ્‍મીર જવા બાબતે લોકોમાં અસમંજસ પ્રવર્તે છે. છતાં પણ કાશ્‍મીરના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ (બાય એર- શ્રીનગર) પેકેજ પ્રતિ વ્‍યકિત ૪૦ હજાર આસપાસ બજારમાં બોલાઇ રહયા છે.

* સાસણગીર, સાપુતારા, માઉન્‍ટઆબુ, દિવ જેવા ડેસ્‍ટીનેશન્‍સ ઉપર લોકો પોતપોતાની રીતે પ્રાઇવેટ વ્‍હીકલમાં ગૃપસર્કલ સાથે નિકળી પડતા જોવા મળે છે.

* સોૈરાષ્‍ટ્રની વાત કરીએ તો લોકો જુનાગઢ જઇને ત્‍યાં આવેલા પ્રસિધ્‍ધ પ્રેરણાધામ કે કોઇ આજુબાજુના હોટલ-રીસોર્ટ ખાતે એક બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિધ્‍ધ જયોતિર્લિગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્‍યતા અનુભવે છે. દ્વારકા પણ જગતપ્રસિધ્‍ધ કૃષ્‍ણમંદિર તથા નાગેશ્વર જયોતિર્લિંગના દર્શનનો લાભ લેવા લોકોનો ધસારો રહે છે. સાથે-સાથે વીરપુર (પ.પૂ.જલારામબાપા), ખોડલધામ, પરબ, સતાધાર, બગદાણા, ચોટીલા, રાજકોટ સહિતના શહેરોમાં મોલ, મલ્‍ટીપ્‍લેક્ષ થિયેટર, તુલસીશ્‍યામ સહિતના સ્‍થળોનો લાભ ઉનાળાના વેકેશન દરમ્‍યાન લોકો લેશે.

સોૈરાષ્‍ટ્રમાં ખાસ કરીને બહારથી આવીને સગા વ્‍હાલાઓને ત્‍યાં રોકાયેલા લોકો તેમના પરિચિતો સાથે સોૈરાષ્‍ટ્રના વિવિધ ધાર્મિક સ્‍થળોની ટુર કરતાં જોવા મળે છે.

* જો કે આ વખતે મંદી તથા અન્‍ય કારણોને લીધે મોટાભાગની જગ્‍યાએ હજુ પણ બુકીંગ  ફ્રીલી અવેલેબલ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહયા છે. ઉપરાંત અમુક પેકેજીસમાં તો હેવી ડીસ્‍કાઉન્‍ટ પણ મળે છે.

*ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પોઇચા ખાતે સ્‍વામીનારાયણ સંપ્રદાયનું નિલકંઠ ધામ પણ ફરવા લાયક અને જોવા લાયક છે. ભકતોનો અવિરત પ્રવાહ આ અલૌકિક સ્‍થળે જોવા મળે છે. રાજપીપળાથી ૧૨ કિ.મી. તથા વડોદરાથી ૫૦ કિ.મી જેટલું થાય છે. www. nilkanthdham.org.

* રાજકોટ ખાતે ચારેબાજુ લીલીછમ્‍મ ધરતીના ખોળે, ન્‍યારી ડેમ રોડ, કાલાવડ રોડ ઉપર આવેલ લકઝુરીયસ રીસોર્ટ રીજન્‍સી લગૂનના પેકેજીસ પણ આકર્ષક છે. પેકેજમાં બફેટ બ્રેકફાસ્‍ટ, હાઇ-ટી, ડીનર વિગેરે  સામેલ છે. અહીં સમગ્ર ગુજરતનો  સૌથીમોટો કહેવાતો રજવાડી બેન્‍કવેટ હોલ પણ તાજેતરમાં જ બન્‍યો છે.

યુરોપીયન કન્‍ટ્રીઝની લાઇફ સ્‍ટાઇલનો અનુભવ કરાવતો રીજન્‍સી લગૂન રીસોર્ટ કવોલિટી ઓફ ફુડઝ, બેસ્‍ટ હોસ્‍પિટાલિટી તથા એટ્રેકટીવ એમીનિટીઝ માટે જાણીતો છે. અહીં યાદગાર રજાઓ ગાળી શકાય છે. (મો-૭૦૬૯૦૫૩૬૧૨/૧૪)

* રાજકોટના બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા.લી. દ્રારા દાર્જીલિંગ-ગંગટોક, લેહ-લદાખ, સીમલા-મનાલી- ડેલહાઉઝી- અમૃતસર, નૈનિતાલ- કોર્બેટ, ભુતાન વિગેરેના ઉનાળું વેકેશન પ્રવાસો આકર્ષક કિંમતે ઉપડી રહયા છે. મો-૮૦૦૦૫૦૦૦૫૦.

 *રાજકોટ થી ટીપટોપ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ તથા હેવન્‍સ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (મો.-૯૯૨૪૩૯૪૨૭૦) દ્વારા સમર વેકેશન સંદર્ભે વિવિધ જગ્‍યાના ડોમેસ્‍ટીક તથા ઇન્‍ટરનેશનલ પેકેજીસ ઉપડી રહયા છે.

 ટીપટોપ તથા હેવન્‍સ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ નાં સફળ સંચાલક જુલીબેન લોઢીયાના જણાવ્‍યા મુજબ વેકેશનમાં વિધાર્થીઓ જીવનોપયોગી નવી-નવી પ્રવૃતિઓ શીખે અને તેઓનું જનરલ નોલેજ વધે તે માટે મનાલી, માઉન્‍ટઆબુ વિગેરે સ્‍થળોની ખાસ એડવેન્‍ચર ટુર્સ ગોઠવવામાં આવે છે.

આ ઉપરાંત નાના-મોટા દરેક માટે ડોમેસ્‍ટીક ફેમીલી પેકેજ લેહ-લદાખ, સિમલા-કુલુમનાલી, ભુતાન, દાર્જીલીંગ-સિકિકમ-ગંગટોક વિગેરે સ્‍થળોના આકર્ષક કિંમતે ટીપટોપ તથા હેવન્‍સ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ દ્વારા ઉપલબ્‍ધ છે.

* રાજકોટથી જીરાવાલા ટુરીઝમ (બિરેનભાઇ ધ્રુવ-મો-૯૩૭૫૬૪૮૫૦૦) દ્રારા એ.સી., નોન એ.સી. બસ દ્રારા પણ ઉનાળું વેકેશનના સ્‍પેશ્‍યલ પ્રવાસો ઉપડી રહયા છે. જેમાં સિમલા,મનાલી, ડેલહાઉસી, કાશ્‍મીર,વૈષ્‍ણોદેવી, નૈનિતાલ, મસૂરી, કોર્બેટ, કેરાલા, ગોવા, ચારધામયાત્રા, બેંગ્‍લોર, મૈસૂર,ઊંટી, કોડાઇકેનાલ, દાર્જીલિંગ, ગંગટોક, ચંપારણ, ગંગાસાગર, નેપાળ, હરીદ્વાર, સપ્‍ત જયોતિર્લિંગ, જગન્નાથપુરી વિગેરેનો સમાવેશ થાય છે. કેન્‍દ્ર તથા ગુજરાત સરકારના એલટીસી સંદર્ભેના પ્રવાસો પણ ઉપડી રહયા છે.

બસમાં ટ્રાવેલિંગ ન હોય તેવા ભારતભરના વિવિધ લકઝુરીયસ પ્રવાસો શકિત ટ્રાવેલ્‍સ રાજકોટ ( ફોન નં-૦૨૮૧-૨૪૫૨૨૯૯) દ્રારા ઉપડી રહયા છે.

* ઇન્‍ડિયન રેલ્‍વે કેટરીંગ એન્‍ડ ટુરીઝમ કોર્પોરેશન લિ. (આઇઆરસીટીસી) અમદાવાદ દ્રારા એલટીસી  માન્‍ય વિવિધ પ્રવાસો મે-૨૦૧૮ થી ઓગસ્‍ટ-૨૦૧૮ દરમ્‍યાન ઉપડી રહયા છે. જેમાં મથુરા, આગ્રા, હરીદ્રાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્‍ણોદેવી,પુરી, કોણાર્ક, ભુવનેશ્વર, કોલકતા, ગંગાસાગર,કાશી, અલાહાબાદ,સપ્ત જયોતિર્લિંગ દર્શન, નાલંદા, ગયા, વારાણસી, ચિત્રકૂટ, ઉજજૈન,ઓમકારેશ્વર વિગેરેનો સમાવેશ થાય છે.ફોનનં-૦૭૯-૨૬૫૮૨૬૭૫ મો-૯૯૮૭૩૪૩૩૦૪ (રાજકોટ).

*રાજકોટમાં કુવાડવા રોડ ખાતે આવેલ ક્રિષ્‍ના વોટર પાર્ક એન્‍ડ રીસોર્ટ (મો-૮૮૬૬૪૮૪૮૯૭) ખાતે પણ સ્‍કાય ફોલ, રીવર ક્રુઝ,એકવા ટવીસ્‍ટ જેવી અવનવી ૪૮ વોટર રાઇડઝ આકર્ષક- ડીસ્‍કાઉન્‍ટ કિંમતે માણી શકાય છે.

*આ ઉપરાંત બસ-ટ્રેન-પ્‍લેન એમ વિવિધ રીતે રાજકોટથી ઘણાં બધા ટ્રાવેલ એજન્‍ટસ ડોમેસ્‍ટીક પેકેજીસ લઇ જતા હોય છે. જેમાં માય ટ્રીપ માય વે - ૭૬૦૦૦ ૧૨૯૯૩, કશિશ હોલીડેઝ - ૮૪૮૭૯ ૯૮૯૯૧, ડોલફીન ટુરીઝમ - ૮૪૬૦૩ ૪૪૪૪૦, અક્ષર ટ્રાવેલ્‍સ - ૯૮૨૪૨ ૧૫૪૮૧, ક્રિષ્‍ના યાત્રા સંઘ - જામનગર -  ૭૮૭૪૯ ૬૦૪૬૫, સાગર ટ્રાવેલ્‍સ - ૯૪૨૬૦ ૨૦૩૯૦, પ્રફુલભાઇ ગઢવી પ્રેરીત દક્ષિણ ભારત વિમાન યાત્રા - ૯૪૦૮૧ ૦૧૧૨૦, એરબસ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ - ૯૮૨૪૦ ૪૧૮૫૬, યશ ટ્રાવેલ્‍સ - ૯૬૩૮૩ ૬૯૮૬૮, શ્રી રામ હોલીડેઝ - ૯૮૨૫૮ ૦૪૨૬૪, સ્‍કાય ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ - ૯૭૩૭૪ ૭૩૭૨૩, નોવા ટુર્સ - ૯૯૦૫૪ ૯૯૦૫૯, અપ્‍સરા ટુર્સ - ૯૮૨૪૫ ૬૮૦૧૩, નૂતન ટ્રાવેલ્‍સ - અમદાવાદ - ૯૪૨૭૪ ૫૫૨૭૪, ચોૈધરી યાત્રા કંપની - ૭૦૪૬૦ ૧૨૫૧૧,ફેવરીટ ટૂર્સ-૯૮૭૯પ ૪૦૬૩૩, બેસ્‍ટ ટુર્સ - ૯૭૧૨૭ ૫૮૪૦૦, શિવ ટ્રાવેલ્‍સ - ૯૩૭૪૬ ૩૧૮૫૪, ઓમ ટુર્સ - ૯૬૬૨૪ ૪૩૦૦૫, રાધે ક્રિષ્‍ના ટુરીઝમ - ૯૯૭૯૯ ૨૮૧૧૧, ફેસ્‍ટીવ હોલીડેઝ - ૯૭૩૭૮ ૭૭૭૭૯, ટીપટોપ ટૂર્સ તથા હેવન્‍સ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ-૯૯૨૪૩ ૯૪૨૭૦,શ્રી જલારામ ટુર્સ - ૯૬૮૭૫ ૭૧૬૬૧, રીમા ટુર્સ અમદાવાદ- વડોદરા - ૯૪૨૭૦ ૮૩૭૩૦, નવકાર હોલીડેઝ - ૯૦૯૯૮ ૯૯૯૫૦, રૈવત ટુરીઝમ - ૯૮૨૫૭ ૦૮૨૨૬, ગામા ટુર એન્‍ડ પેકેજ - ૯૨૨૮૮ ૮૮૦૦૩, ડોલર ટુર - ૯૪૨૮૨ ૯૬૪૬૪, માધવ યાત્રા સંઘ - ૯૮૯૮૩ ૧૪૦૦૪, ગાંધી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ - અમદાવાદ ૯૦૩૩૩ ૪૩૨૨૨, સફારી ટુરીઝમ - ૯૫૫૮૯ ૫૫૧૯૯, અખિલ ભારત ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ - ૯૮૨૫૯ ૧૧૯૨૦, કેશવી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ - ૯૫૮૬૩ ૨૮૦૮૦, પટેલ હોલીડેઝ - ૯૪૨૯૦ ૪૩૫૮૮, જય ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ અમદાવાદ - ૯૯૦૪૯ ૨૭૩૩૩, વૃંદાવન યાત્રા સંઘ - ૯૮૯૮૩ ૫૦૦૯૬, પેલીકન ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ - ૯૦૧૬૨ ૧૮૯૧૮, પ્રમુખ હોલીડેઝ - ૯૮૨૪૦ ૪૧૮૫૬, પર્યટન ટુર્સ - ૯૫૮૬૫ ૪૦૫૪૦, કલ્‍યાણ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ - ૯૮૨૪૬ ૩૬૧૧૧, નવભારત ટુર્સ - ૭૪૦૫૦૯૦૦૯૦, નવભારત હોલીડેઝ - ૯૮૨૫૮ ૦૪૦૭૬E 3 હોલીડેઝ ૯૨૨૭૬ ૧૪૩૮૫, વિગેરેનો સમાવેશ થાય છે. કમ્‍પેરેટીવ રેઇટસ મળી શકે છે.

ફોરેન ટૂરના વિવિધ પેકેજીસ

ઉનાળાના વેકેશનમાં આઉટ ઓફ ઇન્‍ડિયા જવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો દુબઇ ‘‘હોટ સિઝનમાં પણ હોટ ફેવરીટ'' દેખાઇ રહયું છે, જે આશ્વર્ય પમાડે તેવી વાત છે. દુબઇના  ૬ રાત્રી સાત દિવસના થ્રી સ્‍ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૫૫ હજાર રૂા. આસપાસ ચપોચપ વેચાઇ રહયા છે. ફેસેલિટીઝ, હોટલ્‍સની કેટેગરી, સાઇટ સીન્‍સ, ફુડ ડીઝાઇન વિગેરેને કારણે ઘણાં પેકેજમાં ફેરફાર પણ જોવા મળતો હોય છે.

 આ વર્ષે ગરમી અને રમઝાન બંને મે મહિનામાં સાથે આવતા લોકો ૧પ મે પહેલા દુબઇ જવાનું પ્રિફર કરી રહ્યા છે.

*રાજકોટથી ફેસ્‍ટીવ હોલીડેઝના (મો- ૯૭૩૭૮ ૭૭૭૭૯) સિંગાપુર, મલેશિયા, થાઇલેન્‍ડ, હોંગકોંગ, મકાઉ, સેન્‍ઝેન (ચાઇના), સહિતના ઇન્‍ટરનેશનલ પેકેજીસ ઉપડી રહયા છે.

* રાજકોટના બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ ( મો- ૯૭૧૨૭ ૫૮૪૦૦) તથા ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ ( મો- ૯૮૭૯૫ ૪૦૬૩૩) ના મોરેસીયસ, માલદિવ્‍ઝ, બાલી, સિંગાપુર, ફુકેત, ક્રાબી, દુબઇ, હોંગકોંગ, મકાઉ,સેન્‍ઝેન, મલેશિયા, થાઇલેન્‍ડ, ન્‍યુઝીલેન્‍ડ, સાઉથ આફ્રીકા, યુરોપ વિગેરે સ્‍થળોના પેકેજ ઉપડી રહ્યા છે. અમુક ટુર ઓપરેટરો જાપાનના હોલીડે - પેકેજ ડીઝાઇન કરી રહયા છે. જાપાન ન્‍યુઝીલેન્‍ડ, સાઉથ આફ્રીકા પ્રમાણમાં નવા ડેસ્‍ટીનેશન્‍સ ગણી શકાય.

* ટીપટોપ તથા હેવન્‍સ  ટુર્સના (મો.૯૯૨૪૩૯૪૨૭૦) આકર્ષક ઇન્‍ટરનેશનલ પેકેજીસની વાત કરીએ તો હોંગકોંગ- મકાઉ (વેનીશીયન હોટલ) તથા સિંગાપુર-મલેશીયા વિથ ડ્રીમ ક્રૂઝના ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ પેકેજ સહેલાણીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્‍યા છે. ઉપરાંત ઇટાલીયન ધમાકા તથા સ્‍વીસ- પેરીસ નામના કોમ્‍બો યુરોપીયન પેકેજ દ્વારા પણ સુપર્બ હોલીડેઝ માણી શકાય છે.

* સિંગાપુર-મલેશિયા- થાઇલેન્‍ડ વીથ ક્રૂઝ ના ૧૩ રાત્રી ૧૪ દિવસના ફોર સ્‍ટાર - ફાઇવ સ્‍ટાર હોટલ સાથેના એકસ રાજકોટ પેકેજીસ પ્રતિ વ્‍યકિત ૧ લાખ ૨૫ હજાર આસપાસ મળી રહયા છે. ૧ જાન્‍યુઆરી ૨૦૧૮ થી નવી ડ્રીમ ક્રુઝ આવવાથી તે ફરવાના તથા ક્રુઝના શોખીનો માટે આકર્ષણ નું કેન્‍દ્ર બની છે. નવી ક્રુઝના લોન્‍ચીંગ બાદ આ સોૈપ્રથમ વેકેશન - હોલીડે આવે છે. આ પેકેજ પણ સારો એવો ચાલે છે.

* હોંગકોંગ- મકાઉ- સેન્‍ઝેન ( ચાઇના)ના ૮ રાત્રી ૯ દિવસના ફાઇવ સ્‍ટાર હોટલ સાથેના એકસ રાજકોટ પેકેજીસ ૧ લાખ ૧૦ હજારમાં સેલ થઇ રહયા છે.

* કોલેજીયન અને યંગ ટુરીસ્‍ટસ માટે એટ્રેકટીવ ડેસ્‍ટીનેશન તથા ફોરેનનું ગોવા એવા ઇન્‍ડોનેશીયા (બાલી) ના ૪ રાત્રી ૫ દિવસના એકસ મુંબઇ ફોર સ્‍ટાર પેકેજીસ પ્રતિ વ્‍યકિત ૪૫ હજાર આસપાસ અવેલેબલ થઇ રહયા છે.

* સાઉથ આફ્રીકા ટ્રાવેલ કરવા માંગતા પેસેન્‍જર્સ માટે ૧૦ રાત્રી ૧૧ દિવસના ફોર સ્‍ટાર હોટલ સાથેના એકસ મુંબઇ પેકેજ દોઢ લાખ રૂા. આસપાસ ડીઝાઇન થયેલા છે.

આપણે ફિલ્‍મોમાં જોતા હોઇએ તેવા નેચરલ સીન્‍સ કે જયાં હાઇવે રોડની એક તરફ દરીયો હોય તો બીજી તરફ પર્વતનો નઝારો હોય, તેવા રીયલ સિનિક સીન્‍સ સાઉથ આફ્રીકામાં જોવા મળે છે. અહીંના પેકેજમાં કેપટાઉન- જહોનીસબર્ગ-નાઇસ્‍ના- સનસિટી- ક્રુગર નેશનલપાર્ક( સફારીના ચાહકો માટે) નોસમાવેશ થતો હોય છે.

* રમણિય અને આહ્‌લાદક વાતાવરણ સાથેનાં દેશ ન્‍યુઝીલેન્‍ડ પણ ફલાઇ કરવા માટે પ્રવાસીઓ અધીરા બનતા હોય છે. અહીં નેચરલ બ્‍યુટી ( કુદરતી સોૈદર્ય) તથા સ્‍નો એડવેન્‍ચર સ્‍પોર્ટસ હકીકતમાં અમેઝીંગ છે. ન્‍યુઝીલેન્‍ડ નોર્થ અને સાઉથ આઇલેન્‍ડ નો ૧૩ રાત્રી ૧૪ દિવસનો ફોરસ્‍ટાર હોટલ સાથેનો એકસ રાજકોટ પેકેજ પ્રતિવ્‍યકિત ૨ લાખ ૭૦ હજાર આસપાસ મળી રહયો છે.

* ૧૪ રાત્રી ૧૫ દિવસનો એકસ રાજકોટ યુરોપનો પેકેજ કે જેમાં સ્‍વીટ્‍ઝરલેન્‍ડ,ફ્રાન્‍સ-પેરીસ-રોમ, ઓસ્‍ટ્રીયા, યુ.કે.- બ્રિટન, જર્મની સહિતના ૯ દેશોનો  સમાવેશ થાય છે. તે પ્રતિ વ્‍યકિત ૨ લાખ ૫૧ હજારમાં બુક થઇ રહયા નું જાણવા મળે છે. ફોર સ્‍ટાર હોટલ એકોમોડેશન અપાઇ રહ્યું છે.અબ્રોડ શુટ થયેલ યશરાજ બેનર્સની ઘણી બધી ફિલ્‍મોમાં યુરોપની ફેબ્‍યુલસ સીનસીનરી જોવા મળે છે.

* માત્ર થાઇલેન્‍ડ જવા વાળો વર્ગ પણ જોવા મળે છે. અહીં જવા માટે ફેમીલી ટ્રાફીક પણ ઘણાં કિસ્‍સામાં જોવા મળી રહયો છે. ૫ રાત્રી ૬ દિવસના થ્રી સ્‍ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૩૮ થી ૪૦ રૂા. માં મળતા હોવાનું સંભળાય રહ્યુ઼ં છે.

*મુંબઇ ટુ મુંબઇ ૬ રાત્રી ૭ દિવસના ફાઇવ સ્‍ટાર હોટલ સાથેના મોરેશીયસ ના પેકેજ પ્રતિ વ્‍યકિત ૮૦ હજાર રુ માં પસંદગી પામી રહયા છે.

* આ ઉપરાંત ઓસ્‍ટ્રેલીયા, સ્‍કેન્‍ડેનેવીયા સહિતના સ્‍થળોએ જવા માટે પણ લોકો ઇન્‍કવાયરી કરી રહયાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહયા છે.

એફ આઇટી ( ફ્રીકવન્‍ટ ઇન્‍ડિવિઝયુઅલ ટ્રાવેલર) તથા ( ફ્રી ઇન્‍ડિપેન્‍ડન્‍ટ ટ્રાવેલર) માં પણ ફોરેનના વિવિધ પેકેજીસ લોકો લઇ રહયા છે.

* રાજકોટથી તથા અન્‍ય જગ્‍યાએથી ઘણાં  ટૂર ઓપરેટર્સ વિવિધ ફેસેલિટીઝ અને રેઇટસ સાથેના ઇન્‍ટરનેશનલ પેકેજીસ ઉપાડી રહ્યા છે. જેમાં ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ (૯૮૭૯પ ૪૦૬૩૩), બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ (૮૦૦૦પ ૦૦૦પ૦), ફેસ્‍ટીવ હોલીડેઝ ૯૭૩૭૮ ૭૭૭૭૯ટીપટોપ ટૂર્સ તથા હેવન્‍સ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ ૯૯ર૪૩ ૯૪૨૭૦( જુલીબેન લોઢીયા),આરોહી ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ ૮૪૮૭૦ ૦૦૦૭૦, જીરાવાલા ટૂરીઝમ ૯૩૭પ૬ ૪૮પ૦૦, આગમ ટૂર્સ ૮૮૬૬ર ર૩૮૯૧, પર્યટન ટૂર્સ ૯પ૮૬પ ૪૦પ૪૦, નીજ ટ્રાવેલ્‍સ ૯૮રપ૦ ૭૭૯૬૯, નિમ હોલીડેઝ  મુંબઇ - ૦૯૮ર૦૮ ૮૯૮૯૬, મીનાક્ષી ટૂરીઝમ એન્‍ડ ફોરેક્ષ ૯૪૦૮૧ ૯૭૯પ૮, પેલિકન ટુર્સ ૯૦૧૬ર ૧૮૯૧૮, ઇન્‍ડીયન રેલ્‍વે કેટરીંગ એન્‍ડ ટુરીઝમ કોર્પો. લિ. ૯૮૯ર૦ ૦૮પ૮૬, ફન હોલીડેઝ  ૯૭રપ૦ ૧૧૯૧૧, નવકાર હોલીડેઝ ૯૦૯૯૮ ૯૯૯પ૦, કેશવી ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ ૯પ૮૬૩ ૪૮૦૮૦, પટેલ હોલીડેઝ ૯૬૬ર૧ ૬૧૧૦૯, યશ ટ્રાવેલ્‍સ ૯૬૩૮૩ ૬૯૮૬૮, રાધે ક્રિષ્‍ના ટુરીઝમ ૯૮રપ૪ ૪૪૩૭૮, ટ્રાવેલર્સ  સ્‍ટોપ ૯૭ર૩૯ ૦પ૮૦૦, ડીસન્‍ટ ટુર્સ ૮ર૩૮પ ૦૮પપ૧, કૈલાસ હોલીડે ૯૮૭૯૩ પર૬૯પ, ટ્રાવેલ હોલિક ૮૮૬૬૦ ૬પ૭૭૭, બોનટોન હોલીડે ૯૯૦૯૯ ૩૯૬૬૯, જેમ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ મલાડ-મુંબઇ ૯૮ર૦૬ પપ૮૮૯ (સતીષભાઇ મહેતા)  વિગેરેનો સમાવેશ થાય છે.

* વિવિધ ઇન્‍ટરનેશનલ ફ્રેન્‍ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે. જેમાં થોમસ કૂક, કોક્ષ એન્‍ડ કિંગ્‍સ,   SOTC,  કેસરી, વિણા વર્લ્‍ડ, ફલેમિંગો,     ACE ટૂર્સ, ઝેનિથ હોલીડેઝ  વિગેરે છે. ઇન્‍ટરનેટના જમાનામાં મેક માય ટ્રીપ નામનું વેબપોર્ટલ પણ આશીર્વાદરૂપ બન્‍યું છે.

* વિવિધ ડેસ્‍ટીનેશન્‍સ ઉપર ઓન લાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. આવી બધી ફેસેલીટીઝને કારણે ડીસ્‍કાઉન્‍ટ અને બેસ્‍ટ પ્રાઇસ પણ મળી શકે છે, કે જે આજના કોમ્‍પીટીટીવ વર્લ્‍ડનું એક અનિવાર્ય પાસું ગણાય છે.

* ગ્‍લોબલ ટ્રાવેલ સર્ચ એન્‍જિન કાયાક દ્વારા સમર વેકેશન વિશે કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્‍યું છે કે આશરે ૪પ ટકા જેટલા ભારતીયો સમર વેકેશનમાં વ્‍યકિત દીઠ એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવા તૈયાર છે. ભારતીયોમાં હવે ટ્રાવેલિંગની ભૂખ ઉઘડી હોય એમ તેઓ વધુને વધુ સ્‍થળે પ્રવાસ કરવા લાગ્‍યા છે.

આવા હોટ ટ્રાવેલ માર્કેટની સાથે સાથે ટ્રાવેલ એજન્‍ટસની સંખ્‍યા પણ સતત વધતી જાય છે. એટ્રેકટીવ નેશનલ-ઇન્‍ટરનેશનલ પેકેજીસ તથા નીતનવા ડેસ્‍ટીનેશન્‍સ સાથે સહેલાણીઓને આકર્ષવાનો સતત પ્રયાસ વિવિધ ટ્રાવેલ એજન્‍ટસ દ્વારા થતો રહેતો હોય છ.ે

કૂદકે ને ભૂસકે વધતા રહેતા અસામાન્‍ય ટ્રાવેલ માર્કેટની સાથે-સાથે અમુક ટ્રાવેલ એજન્‍ટ દ્વારા કસ્‍ટમર્સ સાથે છેતરપિંડી પણ કરાતી હોવાના કિસ્‍સા અવાર-નવાર જોવા મળતા હોય છે ત્‍યારે વિશ્વાસપાત્ર અને ઓથોરાઇઝડ એજન્‍ટ પાસે બુકીંગ કરાવવું હિતાવહ છે.

બરોડા તથા આસપાસના વિસ્‍તારમાં કાન ફાડી નાખે તેવી ચર્ચા ચાલી રહી છે કે આકાશના તારા જેવું નામ ધરાવતી એક ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ એજન્‍સી માર્કેટ માંથી એક યા બીજી રીતે આશરે ૧૫ કરોડ જેટલા રૂપિયા ઉઘરાવી ઓફિસને તાળા મારીને પોબારા ભરી ગઇ છે. ચર્ચાતી વિગતો મુજબ રાતોરાત છનન.. થઇ ગયેલા આ ટ્રાવેલ એજન્‍ટ દ્વારા આશરે ૨૦૦ જેટલાં પેસેન્‍જર્સ પાસેથી ફોરેન ટુરનાં નામે એડવાન્‍સ રૂપિયા લઇને જે-તે ડેસ્‍ટીનેશન ઉપર લઇ જવા માટે ગલ્લાં-તલ્લાં શરૂ કર્યા હતાં.

આ ટુર એજન્‍સી દ્વારા યુરોપ, થાઇલેન્‍ડ,સાઉદી અરેબિયા સહિતના ઇન્‍ટરનેશનલ પેકેજના નામે સહેલાણીઓ પાસેથી રૂપિયા લઇને બાદમાં છેતરપિંડી કરી હોવાનું સંભળાઇ રહયું છે. ટ્રાવેલ માર્કેટ સાથે સંકળાયેલા એક-બે બિઝનેશ જાયન્‍ટના રૂપિયા પણ આ કિસ્‍સામાં બ્‍લોક થયાની કર્ણોપકર્ણ ચર્ચા ચાલી રહી છે.

(કોઇપણ જગ્‍યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટૂર પેકેજ કે હોટલ પેકેજ વિશેની સંપૂર્ણ માહિતીની ચોખવટ જે-તે જવાબદાર વ્‍યકિત સાથે કરી લેવી હિતાવહ છે.જેથી ટૂર દરમ્‍યાન કંઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય. અહીં લેખમાં આપેલ પેકેજની કિંમતમાં સંજોગોવસાત ફેરફાર પણ શકય છે.)

* આ સાલ મંદી, મોંઘવારી, GST, ઇન્‍કમટેક્ષ ઇન્‍કવાયરી તથા બેન્‍ક ટ્રાન્‍ઝેકશન્‍સ બાબતે પૂછપરછનો ભય વિગેરેને કારણે તથા હવાઇ ભાડા, ફુડ, લોકલ ટ્રાન્‍સપોર્ટેશન, હોટલભાડા, સાઇટસીન્‍સ સહિતના ખર્ચમાં વધ-ઘટ થવાને કારણે વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે.

* છતાં માહિતી  પણ આજના ગ્‍લોબલાઇઝેશન સાથેના માહિતી અને જ્ઞાનના હાઇટેક-ટેકનોસેવી યુગમાં દેશ-પરદેશમાં વિવિધ જગ્‍યાએ ઉનાળાની રજાઓ માણતા અને ‘‘વિશ્વ પ્રવાસી'' તરીકે નામના મેળવતા ગુજરાતીઓ અને સૌરાષ્‍ટ્રવાસીઓ ન મળે તો જ નવાઇ !

ખુશ્‍બુ ગુજરાત કી' તથા સમયની સાથે-સાથે ચાલીને સમગ્ર વિશ્વ સાથે એકસૂત્રતા જાળવી રાખવી એ  જ ગુજરાત-સૌરાષ્‍ટ્રની ખમીરવંતી પ્રજાની સાચી ઓળખ છે.

સર્વેને હેપી જર્ની તથા ફેન્‍ટાસ્‍ટીક-અનફર્ગેટેબલ  વેકેશનની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ. જયશ્રીકૃષ્‍ણ

 

ટૂર ઓપરેટર્સ એન્‍ડ ટ્રાવેલ એજન્‍ટસ એસો. ઓફ ગુજરાત દ્વારા પ્રવાસીઓ માટે અપાયેલ માર્ગદર્શન

(૧) તમે જે ટૂર કંપનીમાં પ્રવાસ કરી રહયા છો તે કોઇ નામાંકિત ટૂર ઓપરેટર એસોસીએશનની (TAG)સભ્‍ય છે કે નહિ તે પણ પ્રવાસીએ ધ્‍યાન રાખવું જોઇએ. (ર) છેલ્લા કેટલા વર્ષથી ટૂર કંપની ચલાવે છે તેની અચૂક જાણકારી મેળવો. (૩) તેની ઓફીસ પોતાની છે કે ભાડાની ?? પોતાની ઓફીસ છે તેમ જણાવે તો તેનો દસ્‍તાવેજ ચેક કરો, તેમજ તેના કંપનીના રજીસ્‍ટ્રેશનની પણ તપાસ કરો. (૪) કેટલા પાર્ટનરો ભેગા થઇને ટ્રાવેલ કંપની ચલાવે છે તેની જાણકારી અચુક મેળવો તેમજ બ્રોશરમાં જેટલી પણ બ્રાન્‍ચના સરનામા લખેલા છે તે ઓફીસ તેની પોતાની છે કે કોઇને બુકીંગ માટે ફ્રેન્‍ચાઇઝી આપેલ છે તેમજ તેમના પાર્ટનરશીપ ડીડની પણ તપાસ કરો. (પ) અમુક લેભાગુ  ટૂર ઓપરેટરો ખોટા આંકડાની માયાજાળ રચીને પ્રવાસીઓને ભરમાવીને સૌથી સસ્‍તા પ્રવાસની ગેરંટી આપીને મુર્ખ બનાવે છે. જેનાથી પ્રવાસીઓને નુકશાન તેમજ માનસિક હેરાનગતી થાય છે અને જેન્‍યુઇન ટ્રાવેલ એજન્‍ટોની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ ઉભો થાય છે.( દા.ત.) દુબઇ પ્રવાસમાં જયારે ચાર-પાંચ જેન્‍યુઇન અને નામાંકિત ટૂર ઓપરેટરોને પ્રવાસ કિંમત આશરે રૂા. પપ,૦૦૦ ની વચ્‍ચે ચાલતી હોય તો રાતોરાત શરૂ થયેલ લેભાગુ ટૂર કંપની પ્રવાસીને આ પેકેજ રૂા. ૪૦,૦૦૦ માં કેવી રીતે આપી શકે? તે પ્રવાસીએ પણ વિચારવું જોઇએ, કારણ કે તેના માટે વકરો તેટલો નફો જ છે.) તેથી પ્રવાસી પ્રવાસન સ્‍થળને બદલે પોલીસ સ્‍ટેશને ધક્કા ખાય છે.  (૬) ટૂર ઓપરેરટરના ઘરનું સરનામું અને ઘરનો ફોન ઇમરજન્‍સી માટે અચૂક મેળવીને રાખવો. (૭) તેની ઓફીસનું ગુમાસ્‍તાધારા સર્ટીફીકેટ તેમજ જીએસટી રજીસ્‍ટ્રેશન સર્ટીફીકેટ તપાસો.  (૮) જે પ્રવાસ કિંમત તેમણે જણાવેલ છે તેમાં કેટલી રાત્રીના રહેવા માટે કેટલા રૂપીયાનો અંદાજીત ખર્ચ કરશે તેની વિગતો પુછો એટલે તમારા રૂમનું-હોટલનું સ્‍ટેટસ ખબર પડી જશે. તેમજ તે પ્રવાસ કિંમત જણાવેલ છે તેમાં કયુ વાહન આવશે તેનો અંદાજીત ખર્ચ  પુછો તેમજ  ભોજનની સગવડો અને મેનુ કયા પ્રકારનું છે તેનો અંદાજીત ખર્ચ ગણી જુઓ.  (૯) ભરેલા પૈસાની પહોંચ ઉપર તેનું સરનામુ લખેલ છે તે ચેક કરો. જીએસટી બચાવવાની લાલચમાં રોકડા કે પર્સનલ નામના ચેક આપવા નહી. શકય હોય ત્‍યાં સુધી રોકડા રૂપીયા ભરવાના બદલે જે તે કંપનીના નામનો એકાઉન્‍ટ-પે બેંકનો ચેક આપવો. (૧૦) અમુક લેભાગુ  ટૂર ઓપરેટરો પ્રવાસીઓને સસ્‍તી એર ટીકીટ અને સસ્‍તા પેકેજની લાલચ આપી પ્રવાસમાં મોકલે છે. પરંતુ પ્રવાસી જયારે એરપોર્ટ  કે સ્‍ટેશને જાય છે ત્‍યાર બાદ જ તેમને ખબર પડે છે કે તેમને આપેલી ટીકીટ ડુપ્‍લીકેટ છે અને પ્રવાસી મજબુરીમાં વધારે કિંમત ચુકવે છે. (૧૧) આવી જ રીતે કોઇ પણ સ્‍થળે જયારે પણ પ્રવાસ મેળાનું આયોજન થતું હોય છે ત્‍યારે ટૂરીઝમ સાથે જેમને સ્‍નાન સુતકનો સંબંધ પણ ન હોય અને પોતાની ઓફીસ, હોટલ કે વાહનનું ટાયર પણ ન હોય તેવી અમુક લેભાગુ અને ટોપીબાજ અને સારી પર્સનાલીટી અને આંજી નાખે તેવી વાકછટા ધરાવનાર વ્‍યકિતઓ તેમાં દેશ વિદેશમાંથી શુટ-બુટ અને ટાઇ પહેરીને પ્રવાસ મેળામાં ભાગ લેતા હોય છે અને પ્રવાસીઓનું ટોકન લઇ રફુચક્કર થઇ જતા હોય છે. (૧ર) પ્રવાસમાં જતા પહેલા તમને ઓફર કરવામાં આવેલા પેકેજની અંદર સમાવેશ કરેલી દરેક સગવડની સંપુર્ણ વિગત લેખીતમાં લેવી તેમજ પ્રવાસ દરમ્‍યાન જે સગવડની કિંમત ડાયરેકટ ચુકવવાની છે તેની સંપુર્ણ માહીતી મેળવી લેવી.  (૧૩) માત્ર લેપટોપ અને મોબાઇલ લઇ ફરતી દુકાન ચલાવતા ટોપીબાજ ટૂર ઓપરેટરોથી હંમેશા સાવધ રહો.

 

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(4:37 pm IST)