Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

યા દેવી શકિતરૂપેણ સંસ્‍થિતાં

નોરતુ ૧ લુ - શ્રી દુર્ગા દ્વાત્રીસન્નામ માલા

નવરાત્રી દરમ્‍યાન મા આરાસુર વાળી અંબાની સ્‍તુતી અને ભકિતથી ભકતજનોના હૃદય છલકાઇ જાય છે. માં તો એકજ છે પણ તેના નામ અનેક છે. તેની લીલા અનેક છે. જાુદા જાુદા સમયે અને સ્‍થાને માતાજીને જાુદા જાુદા રૂપ. લીલાઓ કરી આ દુનિયાનું અને પોતાના ભકતોનું રક્ષણ કરી તેને અભય વરદાન આપેલ છ.ે
માં જગદંબા દુર્ગા સ્‍વરૂપે પણ પૂજાય છે. કલકત્તામાં દુગા પૂજા તો બહુ મોટો ઉત્‍સવ ઉજવાય છે. માં સમસ્‍ત જગતનું કલ્‍યાણ કરવા નવરાત્રી દરમ્‍યાન જાણે કે રૂબરૂ પૃથ્‍વી પર આવતા હોય તેવું પવિત્ર વાતાવરણ ઉભુ થઇ જાય છ.ે
પુરાણો અનુસાર એક સમયે કૈલાસ પર્વત પર બીરાજમાન ભગવાન કૈલાસપતિએ ભગવતી દેવી આવેીતે જણાવેલું કે માં દૂર્ગાના આ સાથે જણાવ્‍યા મુજબ બત્રીસ નામો છે.
(૧) દૂર્ગા (ર) દુર્ગતીશમની (૩) દૂર્ગાવદ્યિ નિવારિણી (૪) દુર્ગમરછેદિની (પ) દુર્ગસાધિની (૬) દુર્ગાનાશિની (૭) દુર્ગતોધારિણી (૮) દુર્ગ નિહન્‍ત્રી (૯) દુર્ગમાયહા (૧૦) દુર્ગમજ્ઞાનદા (૧૧) દુર્ગદેત્‍યલોકદવાનલા (૧ર) દુર્ગમાંપ્રમા (૧૩) દુર્ગમાંલોકા (૧૪) દુર્ગમાભસ્‍વરૂપીણી (૧પ) દુર્ગમાર્ગપ્રદા (૧૬) દુર્ગમવિદ્યા (૧૭) દુર્ગમાશ્રિતા (૧૮) દુર્ગમજ્ઞાન સંમ્‍થાના (૧૯) દુર્ગમધ્‍યાનભામિની (ર૦) દુર્ગમોહા (ર૧) દુર્ગમગા (રર) દુર્ગમાર્થ-સ્‍વરૂપિણી (ર૩) દુર્ગમા સુરસંકન્‍ત્રી (ર૪) દુર્ગમાયુધધારિણી (રપ) દુર્ગમાંગી (ર૬) દુર્ગમતા(ર૭) દુર્ગમ્‍યા (ર૮) દુર્ગશ્વરી (ર૯) દુર્ગભીમા (૩૦) દુર્ગભામા (૩૧) દુર્ગમા (૩ર) દુર્ગદારિણી ભગવાન શિવે આ પ્રમાણે ભગવતી દુર્ગાના ૩ર નામોનો ઉલ્લેખ કરીને જણાવ્‍યું કે જે કોઇ પણ ભકતજન આ દુર્ગાના ૩ર નામની પાઠમાળાનો નિરંતર પાઠ કરે છેતે નિસંદેહ તમામ પ્રકારના ભયથી મુકત બની માં દુર્ગાનો આશ્રય પામે છ.ે
ભગવાન શિવના પરમભકતો દ્વારા શિવકૃપા પ્રાપ્ત કરીને જીવનને સમૃધ્‍ધ બનાવવા માટે આ શિવ પંચાક્ષર માતાનો નિત્‍ય પાઠ કરીએૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય.

દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪


 

(10:44 am IST)