Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

અંબિકાપુરના કમિશનરનું ગારબેજ કાફે જયાં પ્લાસ્ટીક લઇને ભોજન વિનામૂલ્યે અપાય છે

સરકારી વિભાગોને સૂચના અપાઇ છે કે ભરતીની પ્રક્રિયા માત્ર ઓજસ પ્લેટફોર્મ પર કરવાની છે : વૃક્ષોને બચાવવાનું કામ રાજા-મહારાજા કરતા હતા, અત્યારના શાસકો તો વૃક્ષછેદનમાં માહિર છે : લોકડાઉનમાં પોલીસ ઓફિસરે દુકાન ખોલવા દીધી નહીં, પણ જરૂરિયાતના રૂપિયા આપી દીધા

ગુજરાતના મુખ્ય શહેરોમાં કામ કરતાં મ્યુનિસિપલ કમિશનરો માટે છત્ત્।ીસગઢ રાજયનો આ કિસ્સો જાણવા જેવો છે. આ રાજયમાં એક એવા ઓફિસર છે જેમણે શહેરને પ્રદૂષણમુકત રાખવા માટે નવતર પ્રયોગ કર્યો છે. શહેરની જનતાનો પ્લાસ્ટીકનો કચરો પોતે ઉઘરાવે છે અને શહેરને પ્લાસ્ટીક મુકત બનાવે છે. ગુજરાતને પ્લાસ્ટીક ફ્રી કરવાના અનેક પ્રયાસ થયાં છે પરંતુ સરકારને નિષ્ફળતા જ મળી છે. છત્ત્।ીસગઢનું અંબિકાપુર એક એવું શહેર છે જે સાફ સફાઇના મુદ્દે એક થી પાંચમા ક્રમમાં આવે છે. આ શહેરના નગર નિગમ કમિશનર અને તેમની પુત્રીએ એક ગારબેજ કાફે ખોલ્યું છે. આ કાફેમાં તેમની એક મજેદાર પણ અનુકરણિય સ્કીમ છે. જો કોઇ વ્યકિત આ કાફેમાં એક કિલોગ્રામ પ્લાસ્ટીક આપે તો તેને મફત ભોજન મળે છે. જો કોઇ વ્યકિત ૫૦૦ ગ્રામ પ્લાસ્ટીક આપે તો તેને વિનામૂલ્યે નાસ્તો આપવામાં આવે છે. આ કાફેમાં ભૂખ્યાંને ભોજન અને નાસ્તો મળે છે અને પ્રકૃત્ત્િ।ની રખેવાળી થાય છે. આ કેફેમાં પ્લાસ્ટીક જમા લઇને તેનો રિસાયકલિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કાફેનું સૂત્ર મોર ધ વેસ્ટ, બેટર ધ ટેસ્ટ છે. આ કારણે અંબિકાપુર સ્વચ્છ અને નિર્મળ શહેર તરીકે ઉભરી આવ્યું છે. આવી સ્કીમ જો ગુજરાતમાં મ્યુનિસિપલ કમિશનર શરૂ કરે તો શહેરને ખરા અર્થમાં નિર્મળ બનાવી શકાય તેમ છે.

વૃક્ષછેદનના કારણે રાજાએ મકાનનો પ્લાન ફેરવાયો...

ગુજરાતના એક પૃથ્વીસિંહ ઝાલાનું ઉત્ત્।મ સંશોધન છે જેમાં તેઓ લખે છે કે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ગોંડલ નામનું દેશી રાજય હતું જે આજે પણ ગોંડલના નામે ઓળખાય છે. આ રાજયમાં રાજા ભગવતસિંહજી ગાદી પર હતા. એક વાર ગોંડલ રાજયના ઇજનેર એક વૃક્ષને કાપવાની મંજૂરી લેવા રાજા પાસે ગયા ત્યારે રાજાએ પૂછ્યું કે— આ વૃક્ષ કેમ કાપી નાંખવા માગો છો. એટલે ઇજનેરે કહ્યું કે — રાજા સાહેબ, આપણે જે નવું મકાન બાંધવા માગીએ છીએ એના પ્લાનમાં આ વૃક્ષ આડું આવે છે. આ સાંભળીને ભગવતસિંહ બોલ્યા — એમ જ હોય તો પ્લાન ફેરવો પણ વૃક્ષ ના કાપશો. ઇજનેરે તેના બચાવમાં કહ્યું કે — પણ સાહેબ... ત્યાં રાજા શાંત અને ગંભીર અવાજે બોલ્યા — જુઓ, તમે લાખો રૂપિયા ખર્ચીને મહિનામાં મકાન તૈયાર કરી શકશો, પરંતુ ગમે તેટલા માણસોને કામે લગાડીને કે ગમે તેટલું નાણું ખર્ચીને મથશો તોય મહિનામાં વૃક્ષની એક ડાળ સુદ્ઘાં તૈયાર નહીં થાય... આ સાંભળીને ઇજનેરે મકાનનો પ્લાન ફેરવ્યો અને વૃક્ષ ઉગરી ગયું... આ વાત એટલા માટે કરી છે કે ગુજરાતમાં જે રજવાડાં હતા તેના રાજા કેટલા કૃપાળું હતા કે વૃક્ષને બચાવવા માટે તેમણે પ્લાન ફેરવાયો, આજે વૃક્ષને કાપવા માટેના પ્લાન ઘડવામાં આવી રહ્યાં છે.

સરકારી ભરતીમાં ઓજસના ઉપયોગનો આદેશ...

રાજયના સામાન્ય વહીવટ વિભાગે સરકારના વિભાગોમાં ભરતી કરતી સંસ્થા કે સમિતિને ઓજસ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. આ સાથે ભરતી એજન્સી તેમજ નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર વચ્ચે જરૂરી સંકલન માટે વર્ગ-૧ના અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિયુકિત કરવાનું પણ કહ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને પોલીસ ભરતી બોર્ડ સિવાયની ભરતી એજન્સીએ ઓજસ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો રહેશે. આ આદેશનું પાલન રાજયના બોર્ડ-નિગમોએ પણ કરવાનું રહેશે. ઓજસ એક એવું સોફટવેર છે જે ઇન્ટરનેટ પર વેબસાઇટના સ્વરૂપમાં ઉપલબ્ધ રહે છે. જો કે કરાર આધારિત નિમણૂક સંદર્ભે ઓજસ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે નહીં. ઓજસ પર જાહેરાત માટેની અરજી મંગાવવા ઉપરાંત અજીની પ્રિન્ટ, પોસ્ટ ઓફિસની ફીનું ચલણ, પરીક્ષા માટેનો કોલ લેટર કે હોલ ટીકીટ અને પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરી શકાશે. ઓજસમાં જે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે તેમાં ઉમેદવારની સઘળી માહિતીની ચકાસણી જે તે ભરતી સંસ્થા કે સમિતિએ કરવાની રહેશે. ઓજસ પર પ્રત્યેક વિભાગ, ભરતી સંસ્થા કે ભરતી સમિતિએ એક લોકલ ફોનનંબર અથવા મોબાઇલ નંબર આપવાનો રહેશે કે જેથી ઉમેદવારોના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ લાવી શકાય. સરકારના પ્રત્યેક વિભાગોના નોડલ અધિકારીનો ઇમેઇલ અને મોબાઇલ નંબર ઓજસના પ્લેટફોર્મ માટે એનઆઇસીની કચેરીને આપવાનો રહેશે.

વૃક્ષની કિંમત અમેરિકા સમજે છે પણ ભારત નહીં...

વૃક્ષની મહત્ત્।ા સમજાવતો એક મજેદાર અને ચોંકાવનારો કિસ્સો અમેરિકામાં બન્યો છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના એક ન્યાયાધીશે વૃક્ષ કાપનાર દંપત્ત્િ।ને ચાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પીટર અને ટોની થોમસને તેમના ધરની સુંદરતા વધારવા માટે ત્રણ જૂના ચીડના વૃક્ષ કાપી નાંખ્યા હતા જે પૈકી એક વૃક્ષ ૧૮૦ વર્ષ જૂનું હતું. જો કે આ દંપત્તિ ઘરના આંગણામાં આ વૃક્ષ વાવવાના હતા પરંતુ પ્રયાસો છતાં ફરી વાવી ન શકયાં. કોર્ટના જસ્ટીસે પર્યાવરણના નુકશાન બદલ આ દંડ ફટકાર્યો હતો. અદાલતમાં આ દંપત્ત્િ।એ બચાવમાં એકસાથે બાર વૃક્ષ વાવવાની દલીલ કરી હતી પરંતુ ગુનો કરવાની સાથે ગુનાને છૂપાવવાનો પ્રયાસ હોવાથી કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. આપણે ત્યાં ભારત અને ગુજરાતમાં લોકો આડેધડ વૃક્ષોનું નિંકંદન કાઢી નાંખે છે પરંતુ તેમની સામે પગલાં લેવાતા નથી. જો કોઇ ફરિયાદ કરે તો મામૂલી રકમનો દંડ વસૂલ કરીને ગુનેગારને છોડી મૂકવામાં આવે છે. અહીં તો લોકો જ નહીં ખુદ સરકાર ડેવલપમેન્ટના નામે હજારો વૃક્ષો કાપી નાંખે છે, હવે સરકાર પર કોણ પગલાં લે તે મોટો પ્રશ્ન છે. વૃક્ષછેદનના કાયદામાં કડક કલમ અને સખ્ત સજાની જોગવાઇની આવશ્યકતા છે.

જૂનાગઢના ડીવાયએસપીને લાખ લાખ સલામ છે

થોડાં સમય પહેલાંની એક વાત છે. જૂનાગઢમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે એક યુવાન આવ્યો. સાહેબને મળીને આ યુવાને કહ્યું, 'સર, જૂનાગઢમાં માંગનાથ રોડ પર મારી કોલ્ડ ડ્રિન્કસની દુકાન છે. મિની લોકડાઉનને કારણે અત્યારે દુકાન બંધ છે. હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આપ એ વિસ્તારના પીઆઇને કહીને મારી દુકાનને બે કે ચાર કલાક માટે ખુલી રાખવાની મંજૂરી આપો.' આવી માંગણી કરનાર યુવાન વેપારીને જાડેજા સાહેબ એ પૂછયું, 'કેમ ભાઇ તારે દુકાન ખોલવી છે?' પેલા માણસે પોતાની પાસે રહેલી ફાઇલ બતાવીને કહ્યું, 'મારા પિતા બીમાર છે. વધુ સારવાર માટે એમને રાજકોટ લઈ ગયા છીએ. સારવારમાં બધી બચત પૂરી થઈ ગઇ છે. પપ્પાની અમુક દવાઓ લેવાની છે પણ એ માટે પૂરતી રકમ નથી. જો મને દુકાન ખોલવાની મંજૂરી આપો તો થોડી કમાણી થાય અને પપ્પાની દવા લઇ શકું.' આ સાંભળી ડીવાયએસપીએ યુવાનને કહ્યું, 'જો ભાઈ હું તારી પરિસ્થિતિ સમજી શકું છું પણ તને એકને દુકાન ખોલવાની મંજૂરી આપું તો બાકીના વેપારીઓને અન્યાય થાય. અત્યારે આપણા જૂનાગઢમાં જાહેરનામું અમલમાં છે જે મુજબ જીવનજરૂરી ચીજવસ્તુ સિવાયની વસ્તુ કે સેવા આપતી દુકાન ખુલી ન રાખી શકાય એટલે તને દુકાન ખોલવાની મંજૂરી તો ન આપી શકાય પણ આપણે વચ્ચેનો કોઈ રસ્તો કાઢીએ જેનાથી નિયમનું પાલન પણ થાય અને તમારું કામ પણ થાય.' તેમણે યુવાનને દવા લેવા માટે જેટલા રૂપિયા જોઇતા હતા તે પોતાના ખિસ્સાના પાકીટમાંથી કાઢીને આપ્યાં અને કહ્યું કે — સરકાર મને ઘણો પગાર આપે છે. તું આ રકમ લઇ લે. અત્યારે તારે જરૂર છે. તારી પાસે વધુ રકમ આવે ત્યારે મને પાછી આપજે. પેલા યુવાનની આંખમાં આંસુ છલકાઇ ગયા.

નેચરમાં ઓકિસજન બચાવવાની જરૂર છેઃ SK નંદા

ગુજરાતના આરોગ્ય વિભાગના પૂર્વ અધિક મુખ્ય સચિવ અને પૂર્વ આઇએએસ ઓફિસર સુદીપકુમાર નંદાએ કોરોના સંક્રમણના સમયમાં આયુર્વેદની ઔષધિઓ અને તેનો કયા રોગમાં ઉપયોગ થાય છે તેની નાનકડી નોંધ સોશ્યલ મિડીયા પર વહેતી કરી છે. ટ્સ્ટ નેચર... એવું લખીને તેમણે આયુર્વેદની વનસ્પતિનો ઉપયોગ સમજાવ્યો છે. તેમના શબ્દોમાં .... બ્રાહ્મી બ્રેઇન માટે છે. અર્જુન હાર્ટ માટે છે. અશ્વગંધા સ્ટ્રેન્થ માટે વપરાય છે. શતાવરી સ્ટેમિના માટે ઉપયોગમાં લેવાય છે. ગડુચી એટલે કે ગિલોય ઇમ્યુનિટીનું બેસ્ટ ઔષધ છે. મુલેથી એ ગળા માટેના રોગમાં લેવાય છે. જીંજર ડાયજેશન માટે, કોકોનટ ઓઇલ મેટાબોલિઝમ માટે, સ્વીટ પોટેટો સ્વાદુપિંડ માટે, કેરટ રેટીના માટે અને તુલસી ઓકિસજન માટે વપરાય છે. એ ઉપરાંત ટોમેટો પ્રોસ્ટેટમાં, પાણી બ્લડમાં, ગ્રેપ્સ લંગ્સમાં, પપૈયું લીવરમાં, એપલ બ્રેધીંગ રેસ્પિરેશનમાં અને મોરીંગા મસલ્સ તેમજ જોઇન્ટ્સ માટે ઉપયોગી અને લાભદાયી છે. કુદરત આપણને પ્રતિદિન શરીર ટકાવવા માટે ઓકિસજન ઉપહારમાં આપે છે, જેના માટે વેન્ટીલેટરમાં લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે. એટલે મેડીશનલ પ્લાન્ટ્સ તેમજ સૌથી વધુ ઓકિસજન આપતાં વૃક્ષ વાવી તેનું જતન કરો અને તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરો તો ઓકિસઝન ઘટવાની કોઇ નોબત નહીં આવે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

 

gpurohit09@gmail.com

(3:43 pm IST)