Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

શ્રાવણ સત્સંગ

ભલા બનો, ભલું કરો..

પરોપકાર માટે સૂર્ય પ્રકાશે છે નદીઓ વહે છે વૃક્ષો ફળ આપે છે. તેમજ સંતો મહંતો કાર્યરત રહે છે. આ સૃષ્ટિમાં માનવ જીવનમાં પરોપકારનું અનોખુ મહાત્મ્ય છે.

એક જાણતી ઉકિત છે કે સૂર્ય, ચંદ્ર વાદળો વૃક્ષ નદી ગાય અને સજજનોઆ સૌને આ યુગમાં પરોપકાર અર્થે સર્જેલા છે.

અન્ય કોઇને મદદ કરવાનો આશય હોય કે પછી તેનું સારૂ કરવાનો કલ્યાણકારી પ્રયાસ એક પરોપકાર જ છે દુધનું સત્ય મલાઇ, જીવનનું સત્ય ભલાઇ ભલા બનો અને ભલુ કરો.

બુરાઇ સામે ભલાઇને જીવનમંત્ર બનાવીએ તો કલ્યાણના દ્વાર ખુલે છે ભલા બનો માનવીનો જીવનમંત્ર ભલુ કરવાનો હોય છે, આપણે કોઇ પર કરેલો ઉપકાર યાદ કરવો ક ેનહી યાદ કરાવવો કે નહી આ વાત યાદ રાખવા જેવી છે.

રામચરિત માનસમા કહેવાયું છે કે, પરોપકાર ગમે ત્યારે, કરો, પરોપકારની પહેચાનની જરૂર નથી. પરોપકાર ગમે ત્યારે ગમે તેના પર થઇ શકે.

પરોપકારનું પવિત્ર ઝરણું અંતરમાંથી વહે છે ે પરોપકારમાં અંગત સ્વાર્થ કે હેતુ માટે હોઇ શકે નહી.

પરોપકાર કરનાર કોઇ માંગણી કે શરતો રાખતા નથી પરોપકાર સાહજિક છે. સ્વાભાવિક છે.

કવિ કાલીદાસ શાકુંતલમાં લખ્યું હતું કે ફળ આવવાથી વૃક્ષો નીચા નમે છે. વાદળો પાણી ભરીને નીચેે લટકે છે. પરોપકારીનો પણ આ સ્વભાવ છે.

અંધ વ્યકિતને રસ્તો ક્રોસ કરવો હોય તો બહુ બહુ ઓછા લોકો તેને મદદ કરવા આગળ આવે છે અન્ય કોઇની જરૂરીયાતને મદદ કે ઉપકારમાં સજજનો પલટી શકે છે.

પરોપકાર કરનારની જીત થાય છે. અને તેને દુઃખી લોકોના આશિષ મળે છે.

બીજા કોઇનું ભલુ ઇચ્છનારને કુદરતી સારૂ ફળ આપે છે.

સત્ય અસત્યના વિવેક શાસ્ત્રમાં અને વ્યવહારમાંં પણ જોવા મળે છે. આમ અસત્ય પણ કયારેક સત્ય, ધર્મ, અને માનવતાને બચાવી લે છે.

સત્યને વચનથી પકડી રાખવાને બદલે પરિણામ સ્વરૂપે સત્યને પકડી રાખવું એ જ ધર્મ છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:33 am IST)