Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

શ્રાવણ સત્સંગ

ભોળાનાથ મહાદેવનું સ્થાન -ઇશાન

જયાં શિવ છે ત્યાં સત્ય છે. જયાં શિવ છે ત્યાં સ્વચ્છતા છે. શિવ છે ત્યાં સુંદરતા છે. મતલબ કે શિવજી છે ત્યાં  બધું જ છે. સમગ્ર બ્રહ્માન્ડમાં સદાશિવ છે જગતનો પ્રથમ ધર્મ એટલે માનવ ધર્મ.

આ ધર્મના સિધ્ધાંતો માનવ જાતીને મદદ કરવા માટે રચાયા હતાં.

શિવતત્વ જગતમાં બધે જ છે. આપણાં વેદોમાં વૃક્ષોને શ્રેષ્ઠજીવ કહેવામાં આવ્યા છે. કોઇપણ પદાર્થને સુક્ષ્મરીતે જોવી એ આપણી સંસ્કૃતિ હતી પણ એ સાબિત થયુ કે કાળો રંગ વધારે શોભે છે. કાળા રંગના પથ્થરને ગોળાકાર સપાટી પરથી વિવિધ દ્રશ્યો સાથે ધસાય છે. ત્યારે તેમાંથી ઉર્જા ઉદ્ભવે છે.

તેથી જ જયારે અભિષેક કરવામાં આવે ત્યારે જલધારીમાંથી પસાર થાય ત્યારે શકિતનું સ્વરૂપ ગણવામાં આવે છે.

આ પ્રવાહીનો નમન તરીકે ઉપયોગ કરવામાં આવતો જે ચક્રોને જાગૃત કરવામાં મદદ કરી શકે. એક સામાન્ય લાગણી પ્રક્રિયાને સમજવી જરૂરી છે. જલધારી તાંબાની જ શા માટે ?

આપણાં વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન દિશાને શિવનું સ્થાન ગણવામાં આવે છે. દેશના જુના નુકશામાં જોઇએ તો ઇશાનમાં  કૈલાસ આવે છે.

અમાસના આગલા દિને જ શિવરાત્રી કેમ આવે છે. એ સુક્ષ્મ પ્રકાશનો દિવસ છે. ભોળાનાથ મહાદેવજી ઓમકાર સાથે જોડાયેલ છે. વાયવ્યના અમુક દોષનું નિવારણ મંત્ર સપ્તકમાં અવરોહમાં બોલાયેલ ઓકાર ચિતને શાંત કરે છે.

શિવલીંગ પર વિવિધ દ્રવ્યોથી કરાયેલ અભિષેક પણ વિવિધ દોષના નિવારણ સાથે જોડાયેલ છે. વળી અમુક વારે અભિષેક કરવામાં આવે તો કયું દ્રવ્ય વાપરવુ તેની સરસ માહિતી મળે છે.

પણ કયારેક અભિષેક ન કરાય તો  શિવપૂજા બધા જ સુખ આપવા સક્ષમ છે. માત્ર તેની યોગ્ય રીતે અને પાત્રતા સમજવી જરૂરી છે.

દેવાધિદેવ મહાદેવજીને પ્રિય બીલીપત્ર વાયવ્યથી ઉદભવતી કેટલીક સમસ્યાનું નિવારણ કરવાની ક્ષમતા બીલીપત્રમાં છે. બીલીનું વૃક્ષ વાવવાની વાત એટલે જ કરવામા આવી તેથી જ જો શિવપૂજાને સમજવામાં આવે તો તેની પાછળનું વિેજ્ઞાન આપ મેળે સમજાય જાય.

ઓમ ત્ર્યંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્

ઉવાંરૂકમિય બંધનાન મૃત્યુ મુક્ષિમ માતૃ તા તે 

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:11 am IST)