Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન પ્રકાશ

''જે સમયે તમે પ્રકાશીત થાઓ છો, આખુ અસ્તીત્વ પ્રકાશમય લાગે છે. જો તમે અંંધકારમય છો તો આખુ અસ્તીત્વ અંધકારમય લાગે છે. બધુ તમારા ઉપર આધારીત છે.''

ધ્યાન વિષે એક હજાર અને એક માન્યતાઓ દુનીયામાં પ્રચલીત છ ે. ધ્યાન એકદમ સરળ છે તે કઇ નથી પરંતુ જાગૃતતા છે તે મંત્રોચ્ચાર નથી. તે કોઇ મંત્ર અથવા જયમાળાનો ઉપયોગ નથી. આ બધી મોહક ક્રિયાઓ છે તે તમને અમુક પ્રકારનો આરામ આપશે-એ આરામમાં કઇ ખોટુ નથી. જો તમે ફકત શાંત થવા માંગતા હોય, તે સંપૂર્ણ યોગ્ય છે. શાંત થવા માટે કોઇપણ સંમોહક ક્રિયા મદદરૂપ થઇ શકે છે. પરંતુ જો તમારે સત્ય જાણવું હોય તો તે પુરતી નથી.

ધ્યાનનો સરળ અર્થ તમારી અજાગ્રતતાને જાગૃતામાં રૂપાંતરીત કરવી. સામાન્ય રીતે આપણું દશમાં ભાગનું મન જાગૃત હોય છે અને બાકીના નવ ભાગ અજાગૃત હોય છે. ફકત મગજનો એક નાનકડો ભાગ, એક પાતળું સ્તર પ્રકાશમાં હોય છે.ે બાકીનો આખો ભાગ અંધકારમય હોય છે. અને પડકાર એ છે કે આ નાની પ્રકાશની જ્યોતી, એટલી ફેલાવવી કે જેથી આખુ મગજરૂપી ઘર પ્રકાશથી ઝળહળી ઉઠે, એવી રીતે કોઇપણ ખૂણો અંધકારમય ના રહે.

જયારે આખુ ઘર પ્રકાશમય થઇ જાશે ત્યારે જીવન એક ચમત્કાર બની જશે, તેનામાં જાદુઇ ગુણ આવી જશે. તે સામાન્ય નહી રહે -બધુ જ અસાધારણ બની જશે.

ભૌતિકતાનુ પવિત્રતામાં રૂપાંતરણ થશે. અને જીવનની નાની-નાની વસ્તુઓ અથવા ઘટનાઓ પણ ખૂબ જ મહત્વની બનવા લાગશે જેની તમે કયારેય કલ્પના પણ ના કરી હોય સામાન્ય પથ્થર પણ હીરા જેટલે જ સુંદર લાગશે, આખુ અસ્તીત્વ પ્કાશમય બની જશે જે ક્ષણે તમે પ્રકાશીત થાઓ છો આખુ અસ્તીત્વ પ્રકાશમય લાગે છે. જો તમે અંધકારમય છો તો આખુ અસ્તીત્વ અંધકારમય લાગે છે. બધુ જ તમારા ઉપર આધારીત છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:00 am IST)