Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

પ્રેમને પ્રાપ્ત કરવાની દોડમાં તમે કેટલાં બધાં સંબંધો બાંધો છો ? સંબંધો તો ઉભા થાય છે પરંતુ પ્રેમ કયાં મળે છે? પ્રેમ તો સંબંધ પ્રાપ્ત થાય ત્યાંથી હટી જાય છે. કારણ કે પ્રાપ્ત થતા જ સમજાય છે. કે તેમાં પ્રેમ તો નથી. અને આ પ્રમાણે દરેક સંબંધ પ્રેમ માટે નવી શોધ બને છે આ રીતે યાત્રા બંધ નથી થતી. મૃગજળનો આ જ અર્થ થાય છે.

તમે યોગ્ય પૂછયું છે કે-પ્રેમને શોધીએ છીએ. સુરક્ષા શોધીએ છીએ...અને આ બન્ને વાત મૃગજળ પુરવાર થાય છે. અને વળીઆપ કહો છો કે-સ્વયંને અસ્તિત્વના હાથમાં છોડી દો...પરંતુ તેમાં તો વધુ અસુરક્ષા જણાય છે. નિશ્ચિત જ ! કારણ કે અસુરક્ષા જ સુરક્ષિત થવાનો ઉપાય છે.

તમે શાની સુરક્ષા કરવા માંગો છો ? તમે જે કોઇ વસ્તુની સુરક્ષાઇચ્છો છો, તે બચવાની નથી. જયાં મૃત્યુ સંભવે છે ત્યાં સુરક્ષા કઇ રીતે શકય છે?

તો પછી શું સુરક્ષાનો કોઇ ઉપાય નથી ? વાસ્તવમાં તો સુરક્ષાશોધમાં જ ભ્રાંતિ છે. તમે તો અસુરક્ષિત થઇ જાઓ. તમે અસુરક્ષિતતાનો સ્વીકાર કરી લો. આ જ અર્થછે-જયારે હું છું કે સ્વયંને અસ્તિત્વના હાથમાં છોડી દો,

અસુરક્ષા જીવનનો સ્વભાવ છે, તેમાં ફેરફાર શકય નથી.

એક દિવસ તમે બાળક હતા. બાળપણ ગયું...તમે તેને રોકી શકયા ? એક દિવસ તમે યુવાન થયા, યુવાની ગઇ...તમે તેને રોકી શકયા ? આ રીતે વૃદ્ધત્વ પણ ચાલ્યું જશે અહીં જે કંઇ છે તે બધું વહી રહ્યું છે. અહીં કંઇ અટકતું જ નથી. બધું, સર્વ કંઇ જલધાર જેવું છે આ જલધારને તમે રોકવાની ઇચ્છા કરશો તો બસ, દુઃખી થશો.

જેવો તમને બોધ થયો કે આ તો જલાધારનો સ્વભાવ છે કે તે કયાંય અટકતી નથી-બસ. તે જ ક્ષણે  દુઃખ ગયું. હવે દુઃખ માટે કોઇ કારણ જ ન રહ્યું.

તમે જેવી સુરક્ષા શોધશો કે તમેઅસુરક્ષિત થતા જશો. તમે જેવો પ્રેમ ઇચ્છશો કે તમે વિષાદથી ઘેરાઇ જશો. તો પછી કરવું શું ?

હું કહું છું-અસુરક્ષા જીવનનું સત્ય છે, આ સત્યને તમે ખોટુ ન પાડી શકો. તમારી ઇચ્છાઓને આધારે સત્ય થોડું જ ચાલે છે? તે તો જેમ છે તેમ જ રહેશે.

તમે ગમે તેટલું ઇચ્છો કે ઝાડના પાંદડા લીલા ન હોય, પીળાં હોય, કાળાં હોય, સફેદ હોય...પણ તમારી આવી વાતો કોણ સાંભળવાનું છે! ઝાડના પાંદડા તમારી આકાંક્ષાઓથી સંચાલિત નથી, તે તો કોઇ મહાનિયમને અનુસરે છે. જે દ્વારા તે તો હંમેશા લીલા જ હોવાના.

જે જન્મે છે, તે મૃત્યુ પામશે. જે યુવાન છે, તે વૃધ્ધ થશે. જે આજે આકાશને આંબે છે. તે કાલે કબરમાં પડશે.

સ્વામી રામે કહ્યું છે- 'એક ઘર જેવું છોડયું કે બધાં ઘર મારા થઇ ગયાં. જેવું એક આંગણું છોડયું, કે સમગ્ર આકાશ મારૃં આંગણું બની ગયું. મારી પાસે જયાં સુધી કંઇક હતું.ત્યાં સુધી હું દરિદ્ર હતો. હવે મારી પાસે કંઇ જ નથી અને હું સમ્રાટ છું ! હકીકત તો આ પ્રમાણે જ છે.'

સમ્રાટ તો તે જ છે જે કહે છે 'જીવન જેવું છે, તેના કરતાં અન્યથાની અમારી કોઇ અપેક્ષા નથી. અમે સુરક્ષા ઈચ્છતા નથી. જો જીવનમાં અસુરક્ષા છેતો તેનો સ્વીકાર ! વૃદ્વત્વ આવશે મૃત્યુ આવશે તોતે માટે અમે તૈયાર છીએ.' જેમના જીવનમાં આ તથ્યનો, સત્યનો વિરોધ ન રહ્યો : તેમના જીવનમાં અસુરક્ષા આપોઆપ વિલીન થઇ ગઇ.

તમને આ વાત સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ હું ફરીથી પુનઃરૂકત કરીશઃ તમે જેવી સુરક્ષાની માગણી કરી કે અસુરક્ષા પેદા થઇ. વાસ્તવમાં અસુરક્ષા છે જ નહિ. તમારી સુરક્ષાની માંગણીને કારણે જન્મે છે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:11 am IST)
  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST