Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

સત્ય એટલું વિરાટ છે કે તેના નવા નવા આયામો દરરોજ ઉઘડતા જશે. મારા પછી બીજા લોકો સત્યના નવા-નવા આયામો શોધશે, મનુષ્ય વિકસિત થતો રહેશે અને સત્યના નવા-નવા ઉઘાડ થતા રહેશે. તેનો કોઇ જ અંત નથી. આ યાત્રા અનંત છે. માટે જ સત્યની કયાંય સમાપ્તિ નથી. આજે જેટલું સત્ય જાણ્યું, તેટલું તો છે પરંતુ તેની પાર પણ સત્ય છે. જેને ભવિષ્યમાં બીજા લોકો જાણશે.

સત્યની લહેરોને બધી દિશામાંથી આવવા દો, તેના બધાં રૂપોનું સ્વાગત કરો. અને તેનાં રૂપમાં સત્યને ઓળખવામાં સફળ થાઓ. મારો આ જ તો પ્રયત્ન છે.

જે દિવસે તમે તેને સર્વમાં અનુભવશો...કારણ કે બધાં જ રૂપ તેના છે, વૃક્ષોમાં, પર્વતોમાં, ચાંદ-તારામાં અને મનુષ્યમાં પણ તે જ છે. તમારી દૃષ્ટિ તેને ઓળખવામાં સમર્થ બને.

આપે અનેક માર્ગોનું પ્રતિપાદન કર્યું છે- શું હું આપને પુછી શકું કે આપની દેશનાનું સારસુત્ર શું છે ?

વિલીન થાઓ, કયા બહારના નીચે વિલીન થાઓ તેનાથી કોઇ ફરક નથી પડતો. બસ ! અહંકારરૂપે સમાપ્ત થઇ જાઓ.

પ્રાર્થના દ્વારા, ભજન દ્વારા, કિર્તન દ્વારા કે ધ્યાન દ્વારા કે પછી સત્સંગ દ્વારા નષ્ટ જાઓ. વિધિઓ ભિન્ન છે. જે રીતે કોઇ ઝેર ખાઇને, પોતાને ગોળી મારીને, ગળે ફાંસો ખાઇને. નદીમાં ડૂબીને કે પછી રેલવેના પાટા પર સુઇને શરીર હત્યા કરે છ.ેઆ બધી વિધિઓ જુદી જુદી છે પરંતુ બધાંની નિષ્પત્તિ તો એક જ છે બસ, તમે વિલીન થઇ જાઓ. તમારો અહંકાર નષ્ટ થઇ જાય.વાસ્તવમાં આજ 'આત્મ-ઘાત' છે. જે હું તમને શિખવાડી રહ્યો છે.

શરીરને નષ્ટ કરવામાં કોઇ ખાસ વાત નથી. તમે ફરીથી આવા જ કોઇ શરીરમાં પાછા ફરશો. કારણ કે તમારી ચેતનામાં કોઇ પરિવર્તન થયું નથી.

તમારો અહંકાર જયારે વિલીન થાય છે. ત્યારે જે સંભે છે તે છે વાસ્તવિક આત્મઘાત ! તે પછી શરીરમાં પાછા આવવું પડતું નથી,

મારા ઉપરદેશનું સારસુત્ર છે. : વિલીન થાઓ, અહંકારરૂપે સમાપ્ત થઇ જાઓ. આ માટે હું ભિન્ન ભિન્ન વિધિઓ પર બોલી રહ્યો છું. કારણ કે ભિન્ન ભિન્ન પ્રકારના લોકો છે. જેને જે વિધિ અનુકુળ પડે તે વિધિ દ્વારા તે અહંકારને નષ્ટ કરે.

તમે વાતની ચિંતા નહિ કરતા કે કોઇ કઇ વિધિથી અહં-ઘાત કરે છ.ે અહંકારના મૃત્યુ માટે કોઇપણ એક વિધિને સમગ્રતાથી કરવી પર્યાપ્ત છ.ે

મનુષ્ય બે વાતોની શોઘ કરી રહ્યો છે. પ્રેમ મળે અને સુરક્ષા મળે. સુરક્ષા માટે ધન ભેગું કરે છ ેઅને પ્રેમ માટે સંબંધો ઉભા કરે છ.ે

સુરક્ષા માટે મકાન બનાવે છે. તિજોરીઓ ભરે છ.ે અને પ્રેમ માટે પત્ની, પતિ, દીકરા, દીકરીઓ, મિત્રો, પ્રિયજનોનું નિર્માણ કરે છે.

સુરક્ષા અને પ્રેમની શોધમાં તો આ આખો સંસાર ઉભો થાય છે. તમે જેને સંસાર કહો છો તે આના સિવાય બીજું છે શું ? સુરક્ષા અને પ્રેમને પ્રાપ્ત કરવાની પ્રબળ આકાંક્ષા ! હકીકતમાં તે મળતા નથી અને દોડ ચાલુ રહે છે.

ગમે તેટલું ઘન હોય તો પણ સુરક્ષા ઉભી થતી નથી. હકીકતમાં પહેલા તમે તમારા પુરતા ભયભીત હતા...કે કઇ રીતે સ્વયંની સુરક્ષા કરવી. પરંતુ હવે તો ધનની પણ સુરક્ષા કરવી પડે છે. આ રીતે અસુરક્ષા તો બમણી થઇ ગઇ.

તમે જેને ધનના માલીક કહો છો, તેને ધનના ચોકીદાર કહો. માલિક તો કયારેક જ કોઇક બને છે માલિક તો તે છે જે આપી શકે. ધનના માલિક તો તે છેજે આપવામાં સમર્થ હોય. જે વ્યકિત ધન દ્વારા સુરક્ષા શોધે છે. તે આપે કઇ રીતે ? તે તો એક એક પૈસા બાબત કંજુસ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:05 am IST)
  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST