Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2017


દાંપત્ય જીવનને સુખી બનાવવા ગાયત્રી સાધના પરમ ઉત્તમ...!

જે દિવસથી ગાયત્રી માતાની સાધનાની શરૂઆત કરવામાં આવે છે, તે દિવસથી ભકતજનના મનમાં શાંતિ, સ્થિરતા, સદ્દબુધ્ધિ અને આત્મસંયમની ભાવના ઉભી થાય છે.

ચિત્તની ચંચળતા નાશ પામે છે. વિચારોમાં સતોગુણની વૃધ્ધિ થાય છે. ઇચ્છાઓ, ક્રિયાઓ ભાવનાઓ બધુંજ સતોગુણી, શુધ્ધ અને પવિત્ર રહેવા લાગે છે.

ઇશ્વર પ્રાપ્તિ ધર્મરક્ષા તપશ્ચર્યા આત્મકલ્યાણ અને ઇશ્વર આરાધનામાં મન વિશેષરૂપથી લાગે છે. ધીરે ધીરે તેમની સ્થિતિ ઇશ્વર પરાયણ અને બ્રહ્મવાહિની જેવી સાત્યિકં થઇ જાય છે. મા ગાયત્રીના રૂપમાં ભગવાનનો સાક્ષાત્કાર થવા લાગે છે. એવી આત્મશાંતિ પ્રાપ્ત થાય છે.

પોતાના પતિને સુખી, સમૃધ્ધ, સંપન્ન, સ્વંસ્થ પ્રસન્ન અને ીદર્ધજીવી બનાવવા માટે સૌભાગ્યપતિ મહિલાઓએ મા-ગાયત્રીનું શરણું લેવું જોઇએ. અને એનાથી પતિના બગડેલા સ્વભાવ, વિચાર કે આચરણ શુધ્ધ થાય છે, તેનામાં સાત્વિક બુધ્ધિ આપે છે.

પ્રાતઃ સમયથી શરૂ કરીને મધ્યાન્હ સુધી ઉપાસના કરી શકાય જયાં સુધી ઉપાસના પૂરી થાય નહી ત્યાં સુધી ભોજન લેવું નહી. પાણી પી શકાય.

શુધ્ધ શરિર, શુધ્ધ મન, અને શુધ્ધ વસ્ત્ર, સાથે પૂર્વ તરફ મોં રાખીને બેસવું જોઇએ. કેસર નાખીને પોતાના હાથે ચંદન ઘસવું. અને મસ્તક, હૃદય, તથા કંઠ પર તિલક છાપના રૂપમાં લગાવવું.

મા ગાયત્રીની મૂર્તિ અથવા તો ચિત્રની વિધિવત પૂજા કરવી પુજાના દરેક કાર્યોમાં પીળા રંગનો પ્રયોગ કરવો. પ્રતિમાનું આવરણ પીળા વસ્ત્રોનુ઼ રાખવું પીળા પુષ્પ, પીળા અક્ષત, બેસનના લાડવા, જેવા પીળા પદાર્થનો ભોગ, કેસર ભેળવેલ ચંદનનું તિલક, આરતી માટે પીળું-ગાયનું ઘી તે ન મળે તો કેસર મેળવીને પીળુ કરવું ચંદનનો પાવડર ધુપનો પુજામાં ઉપયોગ કરવો જોઇએ.

મા ગાયત્રીનું ધ્યાન કરતાં રહીને ઓછામાં ઓછા ર૪ ગાયત્ર મંત્ર જપવા જોઇએ આ ઉપરાંત જયારે પણ સમય મળે ત્યારે મનોમનમાં ભગવતીનું ધ્યાન કરતા રહેવું જોઇએ.

મહિનાની દરેક પુનમે વ્રત રાખવું. રોજના આહારમાં પીળા રંગની એક વસ્તુ અવશ્ય પણે લેવી.

આમ આ પિત્તવર્ણ સાધના દાંપત્ય જીવનને સુખી બનાવવા માટે પરમ ઉત્તમ મનાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:17 am IST)
  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST