Gujarati News

Gujarati News

News of Wednesday, 19th April 2017


સાથી હાથ બઢાના

૪ વર્ષના ભાવેશને બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર માટે રૂ. ૯ લાખની મદદની જરૂર

રાજકોટ તા. ૨૦ : શાકભાજી વેચી બે દિકરી, એક દિકરો, પતિ-પત્નિ અને માતા સહીત છ સભ્યોનું ગુજરાન ચલાવતા રાજકોટના રાજુભાઇ વાનકીયાના ૪ વર્ષના પુત્ર ભાવેશને થેલેસેમીયા મેજરની બીમારી થતા ગરીબ પરીવાર મુંજવણમાં મુકાય ગયેલ છે. ભાવેશ ત્રણ માસનો હતો ત્યારથી થેલેસેમીયાની સારવાર ચાલી રહી છે. ભાવેશની બહેન રાગીની સાથે તેનો બોર્નમેરો મેચ થયો હોય હવે સીઆઇેમએસ (સીમ્સ) હોસ્પિટલ અમદાવાદ ખાતે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરાવવાની છે. આ માટે રૂ. ૯ લાખનો ખર્ચ થાય તેમ હોવાનું તબીબોએ કહ્યુ છે. ત્યારે આટલી મોટી રકમ ભેગી કરવા રાજુભાઇનો પરીવાર સક્ષમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો દાતાઓ પાસે આર્થીક મદદની અપીલ કરવામાં આવી છે. ભાવેશ વાનકીયા અને રાજુભાઇ વાનકીયાના જોઇન્ટ નામથી એસ.બી.આઇ. ગાયકવાડી શાખા રાજકોટ ખાતે બચત ખાતુ ધરાવે છે. બચત ખાતા નં. ૨૦૩૧૧૮૯૧૯૨૬ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન ગાયકવાડી-૬, કીટીપરા, કવાર્ટર નં.ડી-૩૦૪, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.૮૧૪૦૨ ૮૬૫૬૨ ઉપર સંપર્ક કરી શકાય છે. (૧૬.૭)

 

(3:45 pm IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • કાવેરી વિવાદ સંદર્ભે સુપ્રિમ કોર્ટે અંતિમ ચુકાદો રિઝર્વ રાખ્યો : કહયું લાગતા વળગતા રાજયોના સુચનો લ્યો access_time 4:25 pm IST