Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પવિત્ર શ્રાવણ માસ

પરમકૃપાળુ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય

અધ્યાત્મના અમૃત આનંદથી જીવનની સાચી દિશા

એક રાજા તેણે તેના મંત્રીને પુછયું કે ગૃહસ્થ રહીને પણ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય ખરા? ત્યારે મંત્રી બોલ્યો મહારાજ આનો જવાબ તો કોઇ સિધ્ધ સાધુ સંત જ આપી શકે.

 

આ પછી મંત્રી રાજાને ગાઢ જંગલમાં લઇને ગયો તેણે મહારાજને કહયું આ વનમાં એક સિધ્ધ મહાત્મા રહે છે. તેમને મળવા માટે કીડી કે મંકોડાથી પણ પોતાને બચાવીને ચાલવુ પડે છે એક પણ કીડી કે મંકોડાનું મોત થાય તો તેઓ શાપ આપે છે.

રાજા તો ધ્યાનપુર્વક ચાલતા ચાલતા મહાત્માજી પાસે પહોંચ્યા અને પોતાનો પ્રશ્ન પુછયો.

ત્યારે મહાત્માએ પ્રતિ પ્રશ્ન કર્યો આપે મારી પાસે આવતા માર્ગમાં શું જોયુ?

રાજાએ કહયું ભગવન હું તો આપના શાપના ડરને લીધે કીડી મંકોડા જોતા જોતા આવ્યો છું રસ્તામાં મારી નજર બીજે કયાંય ગઇ નથી.

અને ત્યારે મહાત્માએ હસતા હસતા કહયું રાજન જેવી રીતે શાપના ડરથી તમે માર્ગમાં બચતા બચતા આવ્યા છો.

એવી જ રીતે પરમ કૃપાળુ પરમાત્માના ભયથી દુષ્કર્મો સાવધાનીથી બચતા બચતા ચાલવું જોઇએ.

અને આ રીતે સાધનાની પુર્વક ચાલતા ગૃહસ્ત રહેવા છતાં પરમ કૃપાળુ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે અને મહારાજાએ મહાત્માને દંડવત પ્રણામ કર્યા આભાર માન્યો.

અધ્યાત્મ ક્ષેત્રમાં આપણને શાસ્ત્રો પુરાણા યોગી કે તપસ્વી પાસેથી માર્ગદર્શન મળી શકે છે પરંતુ અનુભુતી તો પોતાની જાત પર કરેલ પ્રયોગો જ થઇ શકે.

યોગમાં અધ્યાત્મનો આનંદ તો યોગમાં રહીને જ લઇ શકાય. એવા લોકો જ આ માર્ગના સાચા વટેમાર્ગુ છે. કારણ કે તેમની પાસે અનુભવનો અનુભુતીનો આસીમ સંસાર છે.

તેમની દરેક પળ સત્યમ શિવમ સુંદરમની અનુભુતી અને અભિવ્યકિતમાં જ વિતે છે.

કબીર, તુલસીદાસ, મીરા, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ યુગ ઋષિ શ્રીરામ શર્મા આચાર્ય જેવા મહાન યોગીઓનું જીવન આવુ જ હતું. તેમની જીભ નહી પણ જીવન બોલતા હતા.

અધ્યાત્મના અમૃત આનંદથી અનુભુતીથી જીવનની સાચી દિશામાં પ્રયોગો કરી શકાય અને ત્યારે આપણે આપણો અહમ આત્મામાં વિલીન થઇ જાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:40 am IST)