Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

શુધ્ધ ચૈતન્યનો અનુભવ આત્મઅનુભવ છે.

હું પરથી ઘેરાયેલો છું. તેથી હું પુછીશ કે આત્માનુભવ માટે પરને અનુપસ્થિત કઇ રીતે કરવું? પર તો સદાય ઘેરી વળેલું છે.

પર ! પર તો આંખ બંધ કરતાં જ અનુપસ્થિત થઇ જાય છે, તેથી તે કોઇ સમસ્યા નથી.

વાસ્તવિક સમસ્યા તો 'વિચાર' છે. પરનાં જે પ્રતિબિંબ ચિત્ત પર અંકિત થઇ જાય છે અને જે આપણને ઘેરી વળે છે તે જ સમસ્યા છે. તેને જ જાણતા રહેવાથી જે તેને પણ જાણે છે તેને નહિ જાણી શકાય. વિચાર (Thoughts) ના કારણે ચેતના (Consciousness) જ્ઞાત નહિ થાય. વિચાર પ્રવાહ (Thought Process) જ્ઞાત નહિ થાય. વિચાર પ્રવાહ (Thought Process) નો જે સાક્ષી છે તેમાં જાગવું છે. સાક્ષીમાં જાગવું તે સાક્ષીને જગાડવો છે. આ ધ્યાન (Meditation) છે.

વિચારના અમૂર્ચ્છિત દર્શન (Right-Mindfulness) થી, સમ્યક જાગરણથી વિચાર પ્રવાહ પ્રત્યે ક્રમશઃ વિચારપ્રવાહમાં જે અંતરાલ (Intervals) છે, તેનો અનુભવ થાય છે. આ રિકત સ્થાન ક્રમશઃ અધિક થતું જાય છે. વિચારને જોવા માત્રથી કેવળ તેના દૃષ્ટા બનવા માત્રથી કોઇપણ પ્રકારના દમન અને સંઘર્ષ વિના તે વિસર્જિત થાય છ.ે વિચારપ્રવાહનું દર્શન (Awareness) વિચાર શૂન્યતા (Thoughtlessness) પર લઇ જાય છે.

વિચારનું શૂન્ય થવું તે ધ્યાન છ.ે વિચાર શૂન્યતામાં સચ્ચિદાનંદનો અનુભવ એ સમાધિ સત્યદર્શન છ.ે

સમાધિની અનુભૂતિ સત્ય છે. સમાધિનો વ્યવહાર અહિંસા છે. સમાધિમાં દેખાય છે કે જે છે તે અમૃત છે મૃત્યુનો ભ્રમ વિસર્જિત થાય છે. મૃત્યુ જતા ભય જાય છે. અભય પ્રગટે છે.

અભયથી અહિંસા પ્રવાહિત થાય છે. સમાધિમાં સ્વથી પહોંચાય છે. પણ તેમાં પહોંચીને આત્મ અને અનાત્મનો ભેદ વિલીન થાય છે. આ ભેદ વિચારનો હતો. સમાધિ ભેદ અને દ્વૈતથી અતીત છે. તે અભેદ છે. જેમ દિવેટ દીવાના તેલને જલાવીને સ્વયં પણ જલી જાય છે. તેમ સ્વ પણ પરથી મુકત થઇને સ્વયંથી મુકત થાય છે. 'હું'ની મુકિત 'હું'થી પણ મુકત છે.

સમાધિ બ્રહ્મ સાક્ષાત્કાર છે. બ્રહ્માનુભૂતિથી બ્રહ્મચર્ય સ્પંદિત થાય છે. બ્રહ્મચર્યનું કેન્દ્ર સત્ય અને પરિધિ અહિંસા છે. સમાધિમાં સત્યના ફુલ ઉગે છે અને ેઅહિંસાની સુગંધ ફેલાય છે.

પ્રયાસ છે મનુષ્યના અહંકારનો પડછાયો ! પ્રસાદ છે નિરહંકારની સ્થિતિમાં ઉદ્દભવેલી સુગંધ ? પ્રયાસ દ્વારા શુધ્ધ વસ્તુ મળે છે. કારણ કે મનુષ્યની શકિત અલ્પ છ.ે પ્રસાદ દ્વારા વિરાટ મળે છે.

'હું પરમાત્માને મેળવીને જ રહીશ' એ વાત જ ભ્રાંત છે. કારણ કે 'અહં' ભ્રાંત છે. જે દિવસે તમે અનુભવશો-'હં અહંરૂપે નથી.' બસ, તે દિવસે તમે પરમાત્માને પ્રાપ્ત કરશો.

વાસ્તવમાં પરમાત્મા તો પ્રાપ્ત છે જ : સદાયથી પ્રાપ્ત છે. માત્ર અહંકારની અકકડને કારણે અનુભવાતો નથી. જો તમે અહંકારથી આપૂર હશો તો પરમાત્માને ચૂકી જશો.

સર્વ પ્રકારનાં પ્રયાસ અહંકારની જ દોડધામ છે.

'હું કંઇક કરીને બતાવી દઉં-પછી ભલે તે ધન હોય કે પદ હોય કે મોક્ષ હોય...' હું દુનિયાને બતાવી દઉં કે હું કંઇક છું. હું કોઇ સાધારણ વ્યકિત નથી. આ બધી તમારા અહંકારની ઘોષણાએ તો તમને બાંધી રાખ્યા છે. આ બધી ઘોષણા તમારા પગની સાંકળો છે, તમારા ગળામાં બાંધેલા ફાંસીના ગાળિયા છે.

જે કોઇ વ્યકિતએ અંતરમાં ઉતરીને શોધ કરી તેણે અનુભવ્યું કે અહંરૂપે ત્યાં કંઇ જ નથી; ત્યાં તો છે માત્ર નિઃસ્તબ્ધતા, શાંતિ ! વ્યકિત જેટલી અંતરમાં ઉતરી, તેટલો જ અહં ઓગળતો ગયો. અને જે દિવસે તે પોતાની જીવન ઉર્જાના કેન્દ્ર પર પહોંચી ત્યારે તેણે અનુભવ્યું કે ત્યાં 'અહં' છે જ નહિ. તે નિરહંકાર સ્થિતિમાં જે સંભવે છે. તેનું નામ છે પ્રસાદ !

પ્રસાદનો અર્થ છે-પરમાત્મા તરફથી મળેલી ભેટ, ઉપહાર !

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:40 am IST)