Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2017


મા આદ્યશકિતની ત્રિગુણાત્મક શકિત સમગ્ર સૃષ્ટિની આધારભુતા

'શ્રદ્ધાંવાન લભતે સુખમ્' એ સૂત્ર અનુસાર સુખ માટે શ્રદ્ધા જોઇએ પાપ પુણ્યના સિધ્ધાંતો પરની શ્રદ્ધા સુખને લાવી આપે છે. આજે માનવસૃષ્ટિ દુઃખના દાવાનળમાં સળગી રહી છે. તેનું એકજ કારણ છે કે, માનવ પાપ-પૂણ્યના સિધ્ધાંતો પરની શ્રદ્ધાંને વીસરી ગયો છે. સુખી અવસ્થામાં તે અભિમાન, અહંકાર, અને વ્યસનોની દુનિયામાં રાચે છે બંને અવસ્થામાં તે સુખ-શાંતિને પામી શકતો નથી પાપ પુણ્યના શ્રધ્ધાવાળા જ સાચુ મન સ્વાસ્થ્ય પામી શકે છે.

અજ્ઞાનતામાં માનવી પોતાની જાતને, પોતાના રૂપને ઓળખી શકતો નથી સંસારી જીવોની એવી સ્થિતિ હોય છે. પોતાના સુખની પાછળ સંસારી જીવ દુઃખનો વિચાર કરતો નથી પરંતુ જયાં સુધી જીવ સંસારની ભૌતિક વાસના પર વિજય ન મેળવે ત્યાં સુધીએ ભુલો કરતોજ રહેવાનો.

જીવનમાં એક નવી સંવાદિતા લાવવા માટે મા ભગવતી આદ્યશકિતની આરાધના જ જીવનને આત્માના પ્રકાશ, અને પરમાનંદમાં દિવ્યતાની સિધ્ધિમાં પહોંચાડવાનું કાર્ય કરેછે. મા આદ્યશકિતની આરાધનાથી જન્મ-મરણના ફેરા ટળે છે. એવી મા જગદંબા, આદ્યશકિત અંબિકા સૌને શકિત અર્પે

મા આદ્યશકિત પોતાની ત્રિગુણાત્મક શકિત દ્વારા સત્-અસત્ સ્વરૂપ સમગ્ર વિશ્વનુું સર્જન કરે  છે. એનુ રક્ષણ કરે છે. અને પલયકામમાં વિસર્જન કરે છે. આવા ઐશ્વર્યયુકત આદ્યશકિતની હું અંતઃકરણ પૂર્વક સૌભાવિકો તેમની આરાધનામાં લીન બની જાય એજ આ નવરાત્રી પર્વની સાચી ઉજવણી છે.

મા ભાગવતી આદ્યશકિતજ સગુણ, નિગુંણ અને યુકિત આપનાર માયાસ્વરૂપ છે. આ સમગ્ર સૃષ્ટિની આધારભૂતા મા ભગવતી આદ્યશકિત જ છે.

શકિતદેવી મા ભગવતી-આધ્યશકિત સાત્વિક રાજસી અને તામસી શકિતઓ મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીના રૂપમાં પ્રગટે છે.

સંસારની સુવિધા માટે એ અવતાર ધારણ કરે છે આ ત્રણેય-શકિતઓ જગનનવની પરમાત્માની ચિતશકિત છે. આ ચિતશકિતના ત્રણેય સ્વરૂપો સત્વ-રજસ-અને તમસ વગેરે અનુસાર વેશ ધારણ કરે છે અનેતે અનુસાર કાર્ય કરે છે.

ચિત શકિતના સત્વ પ્રધાન વૈષ્ણવરૂપ મહાલક્ષ્મી કહે છે જે જગતનું પાલન પોષણ કરે છે  અને રજ પ્રધાન બ્રહ્માશકિતને મહાસસ્વતી કહેવાય, છે જે જગતની ઉત્પત્તિ તથા જ્ઞાનનો સંચાર કરે છે. તમ પ્રધાન રૌદ્રરૂપને 'મહાકાલી'ક હે છે જે મુખ્યત્વે દુષ્ટોનો સંહાર કરે છે.

સર્વ સ્વરૂપે સર્વશે સર્વશકિત સમન્વિતે ભયભ્યસ્ત્રાહીનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:36 am IST)