Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

જેનુ જીવન સુધરે તેનુ મરણ સુધરે

જયારે માનવી નિષ્કામ કર્મ કરે ત્યારે અંતઃ કરણની શુધ્ધિ થઇ શકે છે. જે પોતાને ઇશ્વરનું એક યંત્ર માનીને પોતાની કામનાઓને પુર્ણરૂપે તેમને સમર્પિત કરીનેનિષ્કામ ભાવથી કર્મ કરે છે તેનું અંતકરણ  શુધ્ધ કહેવાય અનેશુધ્ધ અંતઃકરણ વાળા  સજ્જનો પરમતત્વની હાજરીનો અનુભવ કરી શકે છે.

આપણે પણ દિવ્ય આનંદની અનુભુતી કરી હોય શાશ્વતશાંતિ પ્રાપ્ત કરવી હોય તો પરમકૃપાળુ પરમાત્માનું શરણ સ્વીકારવું. એમના આશીષ આપણ પર ઉતરે એવું જીવન  જીવીએ.

ભીષ્મ પિતામહ બાણ શૈયા પર પડેલા છે. તેમણે વિચાર્યુ કે ઉતરાયણમાં મારે મારે મરવુ છે. ભીષ્મે દ્વારકાનાથ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવાનું શરૂ કર્યુ.

ભગવાનશ્રી કૃષ્ણે ભીષ્મને વચન આપેલુ કે અંતકાળે તમને મળીશ. અને ભીષ્મ પણ મારા નારાયણ આવે તો તેમના દર્શન કરતા કરતા હું પ્રાણ ત્યાગ કરીશ તેવો તેમનો નિશ્ચય હતો.

કૃષ્ણ, ભીષ્મ પાસે આવ્યા ભિષ્મે વિચાર્યુ કે હવે મારૂ મરણ સુધરી જવાનું છે. ભીષ્મે શ્રી કૃષ્ણને કહયું પ્રભુ મારે બાણ શૈયા પર સુવુ પડયુ વેદના સહન કરી આવી સજા કેમ?

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આપે પાપ કર્યુ નથી તે સાચી વાત છે તેથી તો હું તમને મળવા આવ્યો છું પણ આંખથી પાપ જોયું છે તેની આ સજા થઇ છે. કોઇ પાપ કરે ને તમે જુઓ પાપનો વિચાર કરો તો એ પણ પાપ છે.

તમે દુર્યોધનની સભામાં બેઠા હતા દુઃશાસન દ્રૌપદીની સાડીઓ ખેંચતો તો આ અન્યાય, પાપ તમે જોયુ હતુ તેની સજા છે તમે એ પાપને અટકાવવા કેમ કઇ બોલ્યા નહી? કેમ ખુલ્લો વિરોધ કર્યો નથી.

અને ભિષ્મ પિતામહે શ્રી કૃષ્ણની વાત માની લીધી કહયુ હે નાથ મારા તન મન બુધ્ધિ તમારા ચરણોમાં અર્પણ કરૂ છુ એ પ્રમાણે કહી સ્તુતી કરી. ભીષ્મે કરેલી આ સ્તુતી અનુપમ છે. ભિષ્મ મહાજ્ઞાની હતા છતા પ્રભુ પ્રેમમા તન્મય થઇને મર્યા છે. માનવજીવનની છેલ્લી પરીક્ષા મરણ છે જેનું જીવન સુધરે તેનું મરણ સુધરે છે. જે ભગવાન સ્મરણ કરે તેને ભગવાન અંતકાળે યાદ કરે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:05 am IST)