Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

 બિન શરતી

એક વાર તમે જાણશો કે પ્રેમ શુ છે તો તમે આપવા માટે તૈયાર થઇ જશો તમે જેટલો વધારે પ્રેમ આપશો તેટલો વધારે તમને મળશે. જેટલો વધારે તમે બીજા ઉપર વરસાવશો તેટલો જ વધારે ઉછળીને તમારા અસ્તીત્વ ઉપર આવશે.

બીજા લોકો  મેળવવા માટે લાયક છે કે નહી તેની પ્રેમને કયારેય પરવા નથી હોતી આ એક કંજુસાઇનો અભિગમ છે. અને પ્રેમ કયારેય પરવા નથી હોતી. આ એક કંજુસાઇનો અભિગમ છે. અને પ્રેમ કયારેય કંજુસ હોતો નથી. વાદળને કયારેય  પરવા નથી કે જમીન તેને લાયક છે કે નહી તે પહાળો ઉપર વરસે છે., પત્થરો ઉપર વરસે છે, તે બધે જ વરસે છે. તે કોઇપણ શરત વગર આપે છે. અને પ્રેમ પણ એવો જ હોય છે. તે ફકત આપે છે. આપીને આનંદીત થાય છે. જે કોઇપણને મેળવવાની ઈચ્છા હોય તે મેળવી શકે છે. તેને લાયક બનવાની કોઇ જરૂર નથી. તેને કોઇ ચોક્કસ શ્રેણીમાં સમાવિષ્ટ થવાની જરૂર નથી. તેને કોઇપણ યોગ્યતા પુરવાર કરવાની જરૂર નથી. તમે જેટલો વધારે આપશો તેટલો વધારે તમને મળશે જેટલો વધારે તમે બીજા ઉપર વરસાવશો તેટલો જ વધારે ઉછળીને તમારા અસ્તીત્વ ઉપર આવશે.

સામાન્ય હિસાબ કરવાની રીત બીલકુલ અલગ છે. જો તમે કઇ આપો તો તમે તેને ગુમાવો છો જો તમે કોઇ વસ્તુ રાખવા માંગતા હો તો તે બીજાને આપવાનુ ટાળો તેને કંજુસાઇથી એકઠુ કરો . પ્રેમની બાબતમાં આ બીલકુલ ઉલ્ટુ છે. જો તમે તે મેળવવા માંગતા હો તો કંજુસાઇ ના કરો નહીતર તે નાશ પામશે. તે વાસી થઇ જશે. આપતા જાઓ અને તાજા સ્ત્રોતો મળતા જ  જશે. તાજો પ્રવાહ તમારા અસ્તીત્વ ઉપર પ્રસરી જશે. જ્યારે તમે કોઇ શરત વગર આપશો , આખુ અસ્તીત્વ તમારા ઉપર ઓતપ્રોત થઇ જશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:09 am IST)