Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

શ્રાવણ સત્સંગ

મહાદેવજી મુકિતદાતા

આધ્યાત્મીક  વિકાસમાંથી માનસીક શાંતિ જન્મે છે એ સાચુ છે કે આધ્યાત્મીક વિકાસ એ આંતરીક પ્રક્રિયા છે. આધ્યાત્મીક જીવન એ આંતરીક જીવન છે. એ પણ એટલું જ સાચુ છે કે આવો આંતરીક વિકાસ બહારના સાનુકુળ બળોની મદદથી થાય છે.

આંતરીક વિકાસ માટે સાત્વીક આહાર, સાત્વીક પોષાક, સાત્વીક વાંચન, સાત્વીક સોબત, સાત્વીક પર્યાવરણ અને સાત્વીક ટેવોની ભલામણ કરવામાં આવે છે.

આથી જ ઋષિમુનીઓએ પ્રાર્થના, યાત્રા, સત્સંગ, ઉપવાસ અને ધાર્મિક ઉત્સવની વાત કરી છે. આ બધા શકિતશાળી ઉપચારો છે તેને તજજ્ઞો નહી ઝડપી ઉન્નતી માટે આ બધા ઉપચારોનો સાહેતુક આશરો લેવો વધારે સારો. જયારે તમારો આધાત્મીક વિકાસ પુરતો થશે ત્યારે આ બધા ઉપચારો સાધનો આપોઆપ છુટી જશે.

સમુદ્ર મંથન સમયે હળાહળ ઝેર મહાદેવજીએ ગ્રહણ કર્યુ તેમને તેની પીડાથી બચાવવા દેવતાઓએ શીતલ જળનો અભિષેક સદાશિવજી ઉપર કર્યો. એક એવી માન્યતા છે કે પવિત્ર શ્રાવણ માસમાં ભકતજનો જલાભીષેક કરે છે જપ, તપ, દાન, પુણ્ય પણ થાય છે. પરંતુ શીવલીંગ પર જલાભીષેક કરવાથી મહાકાલ મહાદેવ પ્રસન્ન થાય છે.

એમ કહેવાય છે કે ભોળાનાથ મહાદેવે તપ કરેલુ જયારે તપ પુર્ણ થયું ત્યારે તેમણે નેત્ર ખોલ્યા ત્યારે તેમના ચક્ષુમાંથી સરી પડેલા જલબિંદુ વૃક્ષ રૂપે સાકાર થયા અને તે રૂદ્રાક્ષ કહેવાયા. રૂદ્રાક્ષ ધારણ કરવાથી આરોગ્યની પ્રાપ્તી થાય છે. રૂદ્રાક્ષની માળાથી જપ કરવાથી ભોળાનાથ ખુશ થાય છે. મહાદેવજી મુકિતદાતા છે તેથી તેમની આરાધનાથી મુકિત અને મોક્ષ પ્રાપ્ત થઇ શકે છે.

ગંધર્વરાજ પુષ્યદંતે શિવમહિમા સ્ત્રોત્ર  ગાઇને સદાશિવ મહાદેવજીને પ્રસન્ન કર્યા હતા. આ સ્ત્રોત્રની મહતા શિવની રૂદ્રીષ્ટી સમાન છે. અગીયાર વખત શિવ મહીમા સ્ત્રોત્રનો પાઠ કરવાથી એક વખત રૂદ્રી પાઠ થયેલો મનાય છે. આ સ્ત્રોત્ર ઉતમ કોટીનું છે. 

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:38 am IST)