Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

અજ્ઞાન

જયારે હુ અજ્ઞાન શબ્દનો ઉપયોગ કરૂ છું, હું તેનો કોઇ નકારાત્મક અર્થમાં ઉપયોગ નથી કરતો મારો કહેવાનો અર્થ જ્ઞાનનો અભાવ નથી. મારો કહેવાનો અર્થ કઇક ખૂબ જ મૂળભુત, ખૂબજ ઉપસ્થિત, ખૂબ જ હકારાત્મક આપણે આ પ્રકારના જ છીએ રહસ્યમય રહેવું તે અસ્તિત્વનો મૂળભુત સ્વભાવ છે અને તેના કારણે જ તે ખૂબજ સુંદર છે.

બધુ જ્ઞાન વધારે પડતુ છે અને બધુ જ્ઞાન કેવળ ભ્રામકતા ઉત્પન્ન કરે છે જે આપણે જાણીએ છીએ છતા પણ અજાણ છીએ તમે કોઇની સાથે આખી જીંદગી પસાર કરો છો અને વિચારો છો કે તમ ેતેને જાણો છો -પરંતુ તમે જાણતા નથી. તમે બાળકને જન્મ આપો છો અને વિચારો છો કે તમે તેને જાણો છો-પરંતુ તમે જાણતા નથી.

જે કઇપણ આપણે વિચારીએ છીએ કે આપણે જાણીએ છીએ તે આપણો ભ્રમ છે કોઇ તમને પુછે કે ''પાણી શુ છે!'' અને તમે કહો H2O તમે કેવળ રમત જ રમો છો પાણી શું છે તે ખબર જ નથી અથવા તો "H" શુ છે અને ''O" શુ છે તમે ફકત નામ જ આપો છો. કોઇ તમને પુછે કે આ H શુ છે અને તમે પરમાણુ અનેઇલેકટ્રોન સુધી જાઓ છો-પરંતુ તમે ફરીથી નામ જ આપો છો. રહસ્ય પુરૂ નથી થયું-રહસ્યને ફકત મુલત્વી રાખવામાં આવ્યું છે અને છેલ્લે હજુ પણ ઘણુ બધુ અજ્ઞાત જ છે. શરૂઆતમાં આપણે જાણતા ન હતા કે પાણી શું છેે અને હવે આપણે જાણતા નથી કે ઇલેકટ્રોન શું છે તેથી આપણે કોઇ-જ્ઞાન મેળવી ના શકયા. આપણે વસ્તુઓને નામ આપવાની અને વિભાજીત કરવાની રમત રમ્યા પરંતુ જીવન રહસ્ય જ રહ્યું અજ્ઞાન એટલુ બધુ અગાઘ અને અંતિમ છે. કે તેને દુર નથી કરી સકાતુ અને એકવાર તમે તે સમજી જાઓ તો તમે તેની વચ્ચે રહી શકો તે ખૂબ જ સુંદર છે તે ખૂબજ આરામ દાયક છો કારણ કે પછી કયાંય જવાનું રહેતુ નથી કઇ જાણવાનું રહેતુ નથી કારણ કે કાઇ જાણી શકાય જ નહી અજ્ઞાન જ અંતિમ છે તે વિશાળ અને વ્યાપ્તછે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:32 am IST)
  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • મહેસાણાની દુધસાગર ડેરીના ૪૫ કર્મચારીઓની બદલીઃ ત્રણ દિવસથી હડતાલ ઉપર : કર્મચારીઓ મહેસાણા ન આવવા મકકમઃ ૩ દિવસથી મહેસાણાના કર્મીઓ હડતાલ ઉપર ડેરીએ કામ બંધ કરતા કર્મચારીઓની કરી બદલીઃ દુધસાગર ડેરીના કર્મચારી હડતાલ પરઃ હરીયાણાના માનેસર પ્લાન્ટના કર્મીઓ હડતાલ ઉપરઃ મહેસાણાના કર્મીને ઉપર પર પ્રાંતીયોએ માર્યો હતો માર access_time 3:21 pm IST