Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

અનિર્ણાયકતા

''જ્યારે તમે મત બનાવો છો ત્યારે ભાગલાની શરૂઆત થાય છે.''

તમે જયારે કોઇ મીત્ર સાથે ઉંડાણપુર્વક વાત કરવામા મશગુલ હોય ત્યારે અચાનક તમને ચૂપ રહેવાનું મન થાય છે. તમે વાકયની અધવચ્ચેથી જ વાત અટકાવવા માગો છો તેથી ત્યા જ અટકી જાવ અને બાકી રહેલું વાકય પુરૂ પણના કરો કારણ કે તે તમારી પ્રકૃતિની વિપરીત જાશે.

પરંતુ ત્યારે નીર્ણય લેવાની વૃતી વચ્ચે આવે છે શરમ અનૂભવો છો કે બીજા લોકો શું વિચારશે જો અચાનક હુ બોલવાનું બંધ કરી દઇશ જો તમે અચાનક શાંત થઇ જશો તો તેઓ સમજશે નહી, તેથી તમે કોઇ રીતે વાકય પુરૂ કરો છો તમે રસ હોવાનો ઢોંગ કરો છો અને પછી અંતે તમે છટકી જાવ છો. તે ખૂબજ ખર્ચાળ સાબીત થશે અને તે કરવાની કોઇ જરૂર જ નથી. ફકત એટલુ જ કહો કે અત્યારે વાત મગજમા આવતી નથી. તમે માફી માંગી શકો છો અને શાંત રહી શકો છો.

કેટલાક દિવસો માટે કદાચ તે થોડુ તકલીફજનક રહેશે. પરંતુ ધીમે-ધીમે લોકોને સમજાવા લાગશે તમારી જાત વિશે કોઇ મત ન બનાવો કે તમે શુ કામ શાંત થઇ ગયા; તમારી જાતને એવુ ના કહો કે આ સારૂ નથી. બધુ જ સારૂ છે.-ઉંડાણપૂર્વકની સ્વીકૃતિથી બધુ જ આશીર્વાદરૂપ બની જાય છે. તે આવી જ રીતે બને છે- તમારૂ આખુ અસ્તીત્વ શાંત થવા માંગે છે તેવી રીેતે તેને અનુસરો તમારી સમગ્રતા સાથે ફકત છાયારૂપ બની જાવ અને તે જયા પણ જાય તેને અનુસરો કારણ કે બીજુ કોઇ લક્ષ્ય જ નથી. તમે તમારી આસપાસ જબરદસ્ત શાંતીનો અનૂભવ કરવાની શરૂઆત કરશો.

(10:05 am IST)
  • ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નવું પૂતળું બનાવી આપવાની નરેન્દ્રભાઇની જાહેરાત મમતાએ ફગાવી દીધી : અમારે કોઇ મદદ જોઇતી નથી : તમે (ભાજપ) લોકોએ જ પૂતળું તોડ્યું છે : ભાજપે આ કર્યું છે તે વાત બંગાળની પ્રજા કયારેય ભૂલશે નહિ : મમતા દીદી આક્રમૂક મૂડમાં access_time 4:30 pm IST

  • અમિતભાઇ શાહે કોલકતા બહારથી ગુંડા બોલાવ્યા તેનો અહેવાલ, રાષ્ટ્રીય ચેનલો નહિં દેખાડે કારણ કે તેઓ દલાલ છેઃ મમતા બેનરજી access_time 3:49 pm IST

  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST