Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2019

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

આચાર્યશ્રી આજે કારાવાસમાં હતા. તેમણે ત્યાંના કેદીઓને કહ્યું,''મિત્રો, તમે કેદી છો એવો વિચાર ન કરશો. જે કેદી નથી તેઓ પણ કેદી છે. જ્યાં વાસના છે ત્યાં બંધન છે. જ્યાં અજ્ઞાન છે ત્યાં કેદ છે.

આ બંધન માણસ પોતે જ બનાવે છે. આ કેદની દીવાલો પણ પોતે જ પરિશ્રમ કરીને બનાવે છે આ ભલેઆશ્ચર્યજનક લાગે પણ ઘણાનાં જીવન પોતાને માટે કેદ બનાવવાાં જ વ્યતીત થાય છે.

જે ધર્મ નથી શોધતો તે જાણ્યે અજાણ્યે અધર્મમાં જીવે છે. અને અધર્મ બંધન છે. જે પ્રકાશની દિશામાં ગતિ નથી કરતો તે વધુ ને વધુ અંધકારમાં તણાય છે. અંધકાર આત્મઘાત છે. સત્યની અભીપ્સા જેમાં નથી, તે સ્વતંત્ર નહીં થઇ શકે. સત્ય સ્વતંત્રતા લાવે છ.ે

સત્ય સ્વતંત્રતા છે. જે પરતંત્ર છે તેને માટે પરમાત્મા નથી. પરતંત્ર ચિત્ત-ભૂમિમાં પરમાત્માનાં ફૂલ નથી લાગતાં. તેનેમાટે સ્વતંત્રતાની ભૂમિ, સરળતાનું ખાતર અને સ્વચ્છતાનું પાણી તેમજ શૂન્યનું બી. તેમ જ સૌથી વિશેષ સજગતાનો પહેરો જરૂરી છે.

આ શરતો પૂરી કરવાનું સાહસ અને શકિત ધરાવે છે તે મુકત જાય છે. તેનો આત્મા પરતંત્રતાની રાખમાંથી મુકત થાય છે. તેમાં પરમાત્માની પ્રસુપ્ત અગ્નિ પ્રજ્વેલ છે. તે અગ્નિથી દુઃખ અને અસંતોષ, પીડા અને સંતાપ બધાં બળી જાય છે. તેમાંથી આનંદનાં અનંત ફૂલ જનમે છે જે અમૃતનાં પણ !

મિત્રો, હું તમને આ અમૃતની શોધ માટેઆમંત્રીત કરૃં છું. યાદ રાખજો કે જે પળે તમારા હૃદય આ આમંત્રણના ગુંજાવથી પ્ફુલ્લિત બનશે. તે ક્ષણે તમે નવું જીવન ધારણ ધરશો. જેઓ ગેબી અવાજને સાંભળે છે તેઓ પૃથ્વી પરનો અવાજ સાંભળવા અસમર્થ બને છે. ગેબી પુકાર પ્રત્યે સદ્દભાવ અને સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી જ પૃથ્વીનો અવાજ સંભળાય છે.

પરમાત્મા તરફ દૃષ્ટિ નથી થઇ ત્યાં સુધી પાશવ ભાવ રહે છે. જેઓ આકાશમાં નથી ઉડી શકતા તેમને જ પૃથ્વી બાંધી રાખે છે.

 આંખો ઉઘાડો અને જુઓ કે આત્માને ઉપર ઉડવા માટે કેટલું વિરાટ અને અસીમ આકાશ પથરાયેલું છે? વળી કેટલું નજીક ? શું એ આપણી મૂર્ખાઇ અને મૂઢતા નથી ? નાના કીડા-મકોડાની જેમ આપણે રહીએ છીએ. આપણી પાસે દૂર દૂરનું આકાશ અને તેમાં ઉડવાની  પાંખવાળો આત્મા છે જે આકાશથી પણ મોટો છ.ે

પણ એ આત્મા રહસ્યપૂર્ણ છે તે જરૂરને વખતે નાનો મોટો થઇ શકે છે. એ સંકલ્પ કરતાં અણુથી નાનો અને આકાશથી પણ મોટો બને છે. તે પશુ અને પરમાત્મા બન શકે છે. પણ આ બધું તે જ કરી શકે જે પોતાનું સજન કરવા-શકિતશાળી હોય છે.

જે ચિત્તને શુદ્ર પર કેન્દ્રિત કરે છે તે શુદ્ધ બને છે. જે અનંતના ઉંડાની આકાંક્ષા સેવે છે તે પોતે અનન્ત બને છે. માટે હું કહું છું કે કોઇ પણ ઇચ્છા કરવી હોય તો પરમાત્મા થવાની ઇચ્છા કરો.

બંધાવાની ઇચ્છા ોય તો અનંત આકાશથી બંધાઓ અને કેદખાનું બનાવવું હોય તો માણસ માટે આ વિશ્વથી નાનુ કોઇ કારાગૃહ નથી. વાડ ઉભી કરવી હોય તો સ્વતંત્રતાની કરો, કારણ તે બાંધશે નહીં પણ મુકત કરશે. બંધન જ શોધતા હો, તો પ્રેમનું શોધો. '' પરેમ બંધન નથી. પરમ મૂકિત છે.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:13 am IST)
  • પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST

  • રાજકોટમાં ગરમીમાં ઘટાડોઃ ૩૮.૪ ડીગ્રી : ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. access_time 3:56 pm IST

  • અમિતભાઇ શાહે કોલકતા બહારથી ગુંડા બોલાવ્યા તેનો અહેવાલ, રાષ્ટ્રીય ચેનલો નહિં દેખાડે કારણ કે તેઓ દલાલ છેઃ મમતા બેનરજી access_time 3:49 pm IST