Gujarati News

Gujarati News

News of Friday, 30th August 2019

શ્રાવણ સત્સંગ

વડીલોનું હૃદય પીગળે ત્યારે અંતરના આશિર્વાદ મળે

બે સહારાના સહારાના બનો, બીજાની સહાય કરો, અંધોની આંખો બનો, વૃદ્ધોની લાકડી બનો. ઇન્સાનીયત-માનવતા એજ ભકિતનું રૂપ છ.ે જે વ્યકિતમાં માનવતા ભરી પડી છે. તેનું દિલ સાફ હોય છે અને જેનું દિલ સાફ હોય તેને બીજા બધાનું દિલ સાફ લાગે છે સ્વચ્છ અને નિર્મલ હૃદય જેની પાસે છે., તેની માનવતાવાદી વ્યકિતના દિલમાં ભગવાન વસે છે.

કેટલાંક માનવી એવાં હોય છે. જે આપણામાંથી દુર હોવા છતા આપણી નજીક છે અને કેટલાંક આપણી નજીક હોવા છતા પણ દુર હોય છે.

ઇશ્વર આપણા દિલમાં હોય છ.ે જે બીજાનો ઉદ્ધાર કરે છ.ે પીડીતોની હાલતમાં સુધારો લાવે છ.ેતે ભગવાન છે.

બીજાની પાછળ ખોટે રસ્તે ચાલનારને જે સાચા રસ્તે વાળે છે. તે ભગવાન છે. અને ભગવાન હરકોઇના અંતરમાં વસે છે. ઇશ્વર સર્વોચ્ય છે. માનવી મગતરૂ છે.

હર કોઇને પોતાના ગુરૂ માનવા જોઇએ, ઇશ્વરે દરેકમાં અનેક ગુણો મુકેલા છે તેની ઇજજત  કરીએ ગુરૂ વિના પ્રગતિ નથી ઉન્નતિ નથી. સુખનો સાથી જીવ અને દુઃખનો સાથી શિવ કોઇ આપણી નિંદા કરે તો માઠુ લગાડશો નથી સંસારમાં આવ્યા પછી કેટલાક જીવો પરમાત્માની પણ નિંદા કરે છે, તો પછી આપણી નિંદા કરે તેમાં નવાઇ શાની ? જેણે જન્મ આપ્યો છેએ ઇશ્વરની જ જે જીવ કદર કરતો નથી તો પછી બીજા જીવોની તો તે કદર કયાંથી કરવાનો !

બળવાન વ્યકિત જ ઇશ્વરના માર્ગે જઇ શકે છે. પરંતુ બળવાન કોણ ? જે અંદરના શત્રુને માટે તે કામ, ક્રોધ, લોભ, મદ, મસ્તરને મારે તે બળવાન છે અને તન અને મનના માલિક તો ખુદ ઇશ્વર છે એ વાત ભૂલશો નહીં.

માનવીનું મન ચંચળ હોય છે. આંખને ચંચળ થવા દેશો નહી, આંખ સ્થિર થશે એટલે મન આપોઆપ સ્થિત થશે મનને પ્રભુ ભકિતમાં જોડો તો મુશ્કેલી સમયે પણ ઇશ્વર સહાયભૂત થશે પરમાત્મા અતિઉદાર છે દુઃખમાં તેને યાદ કરનારને તે દુઃખ સહન કરવાની શકિત આપે છે.અને મોટેભાગે દુઃખમાં જ વૈરાગ્ય આવે છે.પરમાત્મા જયારે કૃપા કરે ત્યારેજ દુઃખ તેની પાસે આવે છે અને તેની કસોટી થાય છ.ે

બહુ સુખ આવે ત્યારે માનવું કે  હું તેને લાયક નહતો છતાં ય પ્રભુએ મને બહુ સુખ આપ્યું છે અને દુઃખ આવે ત્યારે માનવું કે હું લાયક ન હતો એટલે પ્રભુએ સુખ ન આપ્યું આવું વિચારનારને જીવનમાં સુખ અને દુઃખ સરખો આનંદ આપશે. નિંદારૂપ ઝેર સહન કરશો તો અમૃત મળશે.  જીવનમાં પ્રતિકુળ પરિસ્થિતિ એ ઝેર સમી છ.ે ઝેર એ દુઃખ છે, પ્રભુભકિતને સાથે રાખશો તો એ ઝેર પણ સહન કરી શકાશે.

યજ્ઞો કરવાથી જે પુણ્ય મળતું નથી તે  માતા-પિતાની સેવા કરવાથી મળે છે. વડીલોની સેવા કરનાર અને વડીલોની આજ્ઞાનું પાલન કરનાર હંમેશા સુખી થાય છે વડીલોનું હૃદય પીગળે ત્યારે જ તેમના અંતરમાંથી આશિર્વાદ નીકળે છે આશિર્વાદ માંગવાથી મળતા નથી પરંતુ વડીલોનું હૃદય પીગળે ત્યારે તેનું હૈયું બોલે છે. કલ્યાણ થાવ.

આ જગત સંસાર તો નાશવંત છ.ે તેમાં રહેનારો દરેક માનવી ઇશ્વરના અંશ સમાન છે જન્મથી કોઇ પતિ નથી કે કોઇ પત્ની નથી અને જગતમાંથી વિદાય લીધા પછી કોઇ પતિ-પત્ની રહેતું નથી પતિ-પત્નિનો સંબંધ તો જીવન છે ત્યાં સુધી જ રહેવાનો.

સંસારમાં રહીને જે જીવ ઇશ્વર સાથે સબંધ જોડે છે તેનું જીવન સુધરે છે પરમાત્માના નામનું રટણ કરતા કરતા જે જીવ પ્રભુચરણમાં જાય છે તેને જ શાંતિ મળે છે. બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:04 am IST)