Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

'નવભારતની સંકલ્પનાને પરિપૂર્ણ કરવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્દ્યદ્રષ્ટા નેતૃત્વ હેઠળ આપણે સહુ સંગાથે આગળ વધીએ'

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી મેદ્યાણીને લાગણીસભર પત્ર

રાજકોટઃ જેમને હૈયે સદાય રાષ્ટ્રપ્રેમ, લોકકલ્યાણ અને જનસેવાની ભાવના વસેલી છે એવા ભારતના લોકલાડીલા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ લોકસભાની ચૂંટણીમાં જવલંત વિજય પ્રાપ્ત થયો છે તથા દેશના પ્રધાન મંત્રી પદે તેઓ પુનઃ બિરાજમાન થઈ રહ્યા છે તેનું ગુજરાતી તરીકે સહુ સવિશેષ ગૌરવની લાગણી અનુભવે છે. ગુજરાતના યશસ્વી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને 'ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન'ના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણીને લાગણીસભર પત્ર લખ્યો છે.  મુખ્ય મંત્રીશ્રી લખે છેઃ 'શ્રી નરેન્દ્રભાઈ મોદીની અડગ રાષ્ટ્રભાવના અને અસંદિગ્ધ નિષ્ઠાનાં સથવારે એમના નેતૃત્ત્વ હેઠળ એનડીએ સરકારે કરેલાં ગરીબોનાં કલ્યાણ માટેનાં પ્રકલ્પો અને વિકાસનાં કાર્યોને દેશની જનતાએ સચોટ મહોર મારી છે. 'સૌનો સાથ, સૌનો વિકાસ'એ એક સૂત્ર જ નહિ પરંતુ લોકકલ્યાણ પ્રત્યેની પ્રતિબધ્ધતા સૂચવતો મંત્ર બની ગયો છે અને તેમાં હવે 'સૌનો વિશ્વાસ પણ પ્રતિપાદિત થયો છે. નવભારતની સંકલ્પનાને પરિપૂર્ણ કરવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ આપણે સહુ સંગાથે આગળ વધીએ.'

આલેખન  પિનાકી નાનકભાઈ મેદ્યાણી  * ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:27 am IST)