Gujarati News

Gujarati News

News of Friday, 18th August 2017

શ્રાવણ - શ્રધ્ધાબિંદુ

દુદુંભીના નાદ સાથે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટયને દેવોએ વધાવ્યું...!

શ્રી કૃષ્ણનો જય જયકાર બોલાવ્યો

મથુરા, પુરીના પરમ સુંદર રાજભવનમાં મુનિ શ્રેષ્ઠ ગર્ગજી પધાર્યા, જયોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડીત એવા ગર્ગ ઋષિને મહારાજા સુરસેને પુરોહિત પદ પર તેમની પ્રતિષ્ઠા કરી મથુરાનો વૈભવ અનેરો હતો. સુવર્ણ દ્વારથી રાજભવન શોભતું હતું. રાજદ્વારે ગજરાજો ઝુલી રહ્યા હતા. વીર સૈનિકો કવચ, ધનુષ્ય, ઢાલ, ખડગથી શોભી રહ્યા હતા રથ, હાથી અશ્વ, અને પાયદલની ચતુરંગી સેના માંડલીકોથી રાજમંદિર સુરક્ષીત હતું.

ઇન્દ્રપુરી જેવી શોભા આપતા રાજભવનમાં મુનિવર ગર્ગ પધાર્યા ત્યારે, સિંહાસન રૂઢ મહારાજા ઉગ્રસેનને જોયા અક્રુર દેવક અને કંસ તેની સેવા માટે હાજર હતા. રાજા ઉગ્રેસેન ઉપર છત્ર ઝુમતું હતું તથા અમર ઢોળાતા હતા.

ગર્ગને રાજભવનમાં પધારતા જોઇને રાજા ઉગ્રસેન સિંહાસન ઉપરથી એકદમ ઉભો થઇ ગયો અને મુનિવર ગર્ગના ચરણોમાં પડયા યાદવો પણ પુરોહિતજીના ચરણોમાં અત્ષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા સુભદ્રપીઠ પર આસનાસ્થિત થતાં તેમનું પુજન કરવા લાગ્યા પરિક્રમા અને સ્તુતિ પુરી થતા રાજા ઉગ્રસેન મુનિવર સામે વિનમ્રતાથી ઉભા રહ્યા.

ગર્ગઋષિાએ રાજાને આશિર્વાદ આપીને રાજ પરિવારની કુશળતા પુછી ત્યાર પછી મહાયના મહર્ષિની નીતી વેતા યદુરેષ્ઠ દેવકને કહ્યું, કે રાજન, હું ઘણા સમયથી શોધી રહ્યો છું ઘણો વિચાર કર્યો પરંતુ મને લાગ્યું છે કે સમગ્ર વિશ્વમાં વાસુદેવ સિવાય દેવકી માટે સુયોગ્ય મુરતીયો મને દેખાતો નથી  તેથી હે રાજા આપની કુંવરી દેવકીનું વિધિ પૂર્વક વાસુદેવ સાથે પાણી ગ્રહણ કરાવો, તેવી મારી ઇચ્છા છે.

મુનિવર ગર્ગના આદેશને શિરોમાન્ય ગણી સમસ્ત ધર્મધારીઓમાં શ્રેષ્ઠ દેવકો પનનું બીડુ મોકલ્યુ ગર્ગની ઇચ્છા પ્રમાણે વાસુદેવ દેવકીના લગ્ન કર્યા જાનને વિદાય આપતી વખતે સુવર્ણ અને રત્નોના આભુષણોથી શોભતી દેવકરાજ દેવકી રથમાં બેઠી....!વાસુદે પ્રત્યે કંસને ખુબ પ્રેમ અને મમતા હતી. બેન દેવકીને વિદાય આપવા ચતુરંગી સેના સાથે આવીને બહેનના રથનો સારથી બની બેઠો, ગગનમાં ઉડતા પક્ષીઓ જેવા અશ્વોની લગામ હાથમાં લઇ રથ હાંકવા બેઠો એ વખતે એક હજાર દાસીઓ, દસ હજાર હાથી દસ લાખ ઘોડા એક લાખ રથ અને બે લાખ ગાયો આવી.

વિદાય વેળા આવી એ વખતે ભેરી મૃદંગ, ગોમુખ, ઘંધુરી વીણા ઢોલ, વેણી જેવા વાજીંત્રો સાથે યાદવોનો કોલાહલ સંભળાતો હતો મંગળ ગીતો ગવાતા હતા શુભ આશિર્વાદ વહેતા હતા તેવામાં....આકાશવાણી...થઇ..!

અરે...! મુર્ખ કંસ ગગનગામી અશ્વની લગામ હાથમાં લઇને જેને રથમાં તું બેસાડીને લઇ જઇ રહ્યો છે. તેવી તારી ભગીની દેવકીના ઉદરે અવતરનાર આઠમું બાળક તારો તારો નાશ કરશે.

આકાશવાણી સાંભળીને ઉત્સવ થંભી ગયો દુષ્ટની જેને સંગત છે. સ્વભાવ જેનો દુષ્ટવૃતિથી ભર્યો છ.ે લાજ જેને અડી શકતી  પણ નથી નિર્દયતાથી ભયંકર કૃત્ય કરવામાં જેનું હૃદય થાકતું નથી એવા કંસે આકાશવાણી સાંભળીને તેણે તીક્ષ્ણ ધાર વાળુ ખડગ ખેંચ્યું રથમાં બેઠેલી દેવકી વિદાયનું દુઃખ અને ગૃહીણીના આનંદની મીશ્ર લાગણી અનુભવી રહી હતી, એવે વખતે ઓચીંતાનો કંસનો બળવાન હાથ, તેના માથા પર પડયો. માથાનો ચોટલો પકડીને દેવકીને નીચે ઉતારી વાજીંત્રો બંધ થયા આગળ હતા તેઓ પાછુ વાળીને જોઇએ ચકિત થયા બધાના મોઢામાંથી હા...હા...હા...! નો દુઃખ ભર્યો અવાજ નીકળી પડયો. બહેન માથે કંસનું ખડગ પડેતે પહેલા વાસુદેવે તેનો હાથ પકડી લીધો સત્યપુરૂષ વાસુદેવ દુષ્ટ કંસના ક્રોધને શાંત કરવા લાગ્યા...!

આકાશવાણી એ જે કહ્યું છે, તે વિષે મારી વાત સાંભળજો દેવકીના ઉદરે જે બાળકનો જન્મ થશે તેને હું આપને સોંપી દઇશ  કે જેનો તમને ભય છે  ! માટે વ્યથિત નથાઓ.

વાસુદેવની વાત ઉપર વિશ્વાસ રાખીને દેવકીને મુકત કર્યા, વર્ગ સંહિતા કહે છે કે દુષ્ટોનો સહાર કરવા માટે પરમ પુરૂષના સ્તવનથી ભગવાનને શ્રી કૃષ્ણ રૂપ. અવતાર ધારણ કરવાનો નિર્ણય કર્યો...જયારે શ્રીહરિના પ્રાગટયનો સમય થયો ત્યારે આકાશ સ્વચ્છ હતું, દશે દિશાઓ નિર્મળ બની ગઇ હતી. તારાઓ પ્રકાશવાન થયા, ભૂમિમંડળમાં પ્રસન્નતા છવાઇ ગઇ નહી સરોવટ સમુદ્રનું જળથી ચારેય દિશાઓમાં તેની સુગંધ ફેલાઇ ગઇ કમળો ઉપર ભમરા ગુંજારવ કરવા લાગ્યા શિતળ મંદ પવન વહેવા લાગ્યો ગ્રામ સુવિધાથી સંપન્ન બનવા લાગ્યા નગરો મંગળધામ બની ગયા દેવતા બ્રાહ્મણ, પર્વત, વૃક્ષ, અને ગાયો, સુખ સામગ્રીથી પરિપૂર્ણ થઇ ગયા દેવતાઓએ દુદંભી વગાડયા જય જય કારનો ધ્વની ગુંજવા લાગ્યો ગાંધવ, સિધ્ધ કિન્નરો ચારણ ગીત ગાવા લાગ્યા...દેવો સ્તોસ્ત્રોચ્ચાર કરવા લાગ્યા દેવતાઓ મંદશા પારિજાત, માલતીના મનોરમ પુષ્પો વર્ષાાવવા લાગ્યા ગર્જના કરતો મેધ જળવૃષ્ટિ કરવા લાગ્યો.

શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ, રોહીણી નક્ષત્ર, હર્ષલ યોગ અષ્ટમી તિથિઓ, અર્ધરાત્રીએ વૃષ લગ્નમાં ચંદ્રોદય કાળમાં વિશ્વમાં જયારે અંધકાર છવાયો હતો ત્યારે વાસુદેવ મંદિરમાં દેવકીના ગર્ભથી  સાક્ષાત શ્રીહરિ પ્રગટ થયા...! જાણે અરણી કાષ્ટમાંથી અગ્નિનો આર્વિભાવ થયો હોય, તેવી રીતે માતા દેવકીજી સમક્ષ સમગ્ર વિશ્વમાં અધિપતિ, દુષ્ટનો નાશ કરવા, પુત્ર-રૂપે પ્રકાશી રહ્યા અને એવે વખતે આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઇ દુદંભીના નાદ સાથે ભગવાનના પ્રાકટયને દેવોએ વધાવ્યું ભગવાન શ્રીકૃષ્ણનો જય જય કાર બોલાવ્યો...!

કૃષ્ણ કનૈયાલાલ કી જય...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:27 am IST)