Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન - ૮૮

સંતુલિત થઇને કાર્ય કરો

''કાર્ય એ જગતની સૌથી સુંદર વ્યવસ્થા છે પરંતુ તેમા-ખોવાઇ જવા માટેનહી. પાંચ અથવા છ કલાક માટે કામ કરો અને પછી તેના વિશે બધુ જ ભુલી જાઓ ઓછામાં ઓછા બે કલાક તમારા આંતરીક વિકાસ માટે આપો કેટલીક કલાકો તમારા સબંધ માટે, પ્રેમ માટે, તમારા બાળકો માટે મીત્રો માટે, સમાજ માટે આપો.''

તમારો વ્યવસાય તમારા જીવનનો ફકત એક ભાગ હોવો જોઇએ તે જીવનના દરેક પરિમાણ ઉપર આચ્છાદિત ના થવો જોઇએ જેમ કે સામાન્ય રીતે તે થાય છે. ડોકટર ર૪ કલાક માટે ડોકટર બની જાય છે. તે એના વિશે વિચારે છે. વાત કરે છે. જયારે તે જમે છે. ત્યારે પણ તે ડોકટર છે જયારે તે પ્રેમ કરે છે ત્યારે પણ તે ડોકટર છે. હવે તે એક પાગલપન છે. તે પાપ છે. આ પાલગપનને દુર કરવા માટે લોકો ભાગી જાય છે. હવે તેઓ ર૪ કલાક માટે ખોજી બની જાય છે. ફરીથી તેઓ એ જ ભૂલ કરે છે- કોઇપણ વસ્તુને ર૪ કલાક વળગી રહેવાની ભૂલ....

મારા બધા જ પ્રયત્નો તમને આ દુનિયામાં રહેવા માટે મદદ કરવાના છે અને છતા પણ ખોજી બની રહેવાનું છે. જરૂરથી તેઅઘરૂ છે. કારણ કે ઘણી પડકાર જનક પરીસ્થીતીઓ આવશે ડોકટર અથવા તો ખોજી બેમાંથી એક બનવું સરળ છે. એક સાથે બંને બનવુ અઘરૂ છે. કારણ કે ઘણી વિરોધાભાસી પરીસ્થિતિઓ ઉત્પન્ન કરશે પરંતુ વિરોધાભાસી પરિસ્થિતિઓના વ્યકિતનો વિકાસ થાય છે. તોફાનોના અતી વિરોધીઓની ટકકરમાં જ પૂર્ણતા ઉત્પન્ન થાય છે. મારૂ સુચન છે કે તમે પાંચ અથવા છ કલાક માટે કામ કરો બાકીના કલાકો બીજી વસ્તુઓ માટે ઉપયોગકરો; ઉંઘવા માટે, સંગીત માટે, કવિતા માટે, ધ્યાન માટે પ્રેમ માટે, અથવા અહી તહી રખડવા માટે તે પણ જરૂરી છે. તે વ્યકિત ખૂબજ હોશીયાર બની જાય અને અહી તહી રખડે નહી તો તે ખૂબજ ભારે, શાંત અને ગંભીર બની જાય છે. તે જીવનને ચૂકી જાય છે.

 

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(11:10 am IST)