Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

આવતી કાલ

જયારે તમે ઇચ્છા રાખો છો ત્યારે ભવિષ્ય મહત્વનું છે, ધ્યેય મહત્વના છે, અને જ્યારે તમે ઇચ્છા નથી રાખતા ત્યારે ત્યા ફકત વર્તમાન ક્ષણ જ છે. કોઇ ભવિષ્ય નથી. જેથી તમે તેને પાછુ ઠેલી શકો-- તમે એવું ના કહી શકો,''આવતીકાલે હું ખુશ થઇશ''

આવતી કાલને લીધે આપણે આજનો નાશ કરીએ છીએ ઉપજાવેલા સપનાઓ દ્વારા આપણે વાસ્તવિકતાનો નાશ કરીએ છીએ તેથી તમે કહી શકો છો, ''કઇ વાંધો નથી, જો હું આજે ખુશ થઇશ'' તેથી આજને સહન કરી શકીએ તમે તે સાંભળી શકો. પરંતુ જો આવતીકાલ જ ના હોય અને ઇચ્છા કરવા કે શોધવા માટે કઇ ના હોય, તો તમે પાછુ નહી ઠેલી શકો-- પાછુ ઠેલવાની વૃતી અદ્રશ્ય થઇ જશે. પછી તે તમારા ઉપર છે કે તમારે ખૂશ રહેવું કે નહી. આ ક્ષણેજ તમારે નિર્ણય લેવો પડશે. અને મને નથી લાગતુ કે કોઇ ખૂશ ના રહેવાનો નિર્ણય લે, શા માટે ? કોના માટે ?

ભૂતકાળ હવે છે નહી અને ભવિષ્ય કયારેય આવવાનું નથી તથી આ જ ક્ષણ છે. તમે તેનો ઉત્સવ મનાવી શકો, તમે પ્રેમ કરી શકે, તમે પ્રાર્થના કરી શકો, તમે ગાઇ શકો, તમે નાની શકો, તમે ધ્યાન કરી શકો, તમે તેનો જેમ ઉપયોગ કરવો હોય તેમ કરી શકો અને ક્ષણ એટલી નાની છે કે જો તમે સચેત નહી રહો તો તમારા હાથમાંથી સરકી જશે. તેવી વ્યકિતએ ખૂબ સચેત-રહેવુ પડશે. કામ કરવાના કોઇ જ સચેતતાની જરૂર નથી. તે ખૂબજ યાંત્રીક છે.

અને ''રાહ જુઓ'' શબ્દનો કયારેય ઉપયોગ ના કરો--કારણ કે તેનો અર્થ છે કે પાછલા બારણેથી ભવિષ્ય ફરીથી દાખલ થઇ જશે. જો તમે એવુ વિચારશો કે તમારે ફકત રાહ જ જોવી જોઇએ, તો ફરીથી તમે ભવિષ્યની રાહ જુઓ છો રાહ જોવા માટે કઇ જ નથી. અસ્તીત્વ આ ક્ષણે એટલું જ સંપૂર્ણ છે જેવું કયારેય હોઇ શકે. તે આનાથી વધારે સંપૂર્ણ કયારેય  હોવાનું જ નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:57 am IST)