Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

ટીકાખોર મન

''હુ એવુ નથી કહેતો કે ટીકા કરવાનું વલણ હમેશા નુકસાનકારક હોય છે. જો તમે કોઇ વૈજ્ઞાનીક યોજના પર કામ કરતા હોય તો તે નુકસાનકારક નથી. તે એક જ માર્ગ છે કામ કરવા માટે''

જો તમે એક વૈજ્ઞાનીક યોજના પર કામ કરી છો તો ટીકાખોર મન ખૂબજ જરૂરી છે પરંતુ જો તમારે તમારા અંતરતમ સુધી પહોંચવું હોય તો ટીકાખોર મન એક મોટા અવરોધ છે ધ્યેય લક્ષી દુનીયા માટે તે એકદમ બરાબર છે તેના વગર વિજ્ઞાનના હોઇ શકે તેની સાથે ધાર્મિકતા ના હોઇ શકે આ સમજવુ જ પડશે. જયારે કોઇ ધ્યેયલક્ષી બને છે ત્યારે તેનામા તે વાપરવાની ક્ષમતા હોવી જોઇએ અને જયારે કોઇ આત્મલક્ષી બને છે ત્યારે વ્યકિતમા તેને એક બાજુ મુકવાની યોગ્યતા હોવી જોઇએ તેનો ઉપયોગ એક સાધન તરીકે જ થવો જોઇએ તમે તેનો ઉપયોગ કરવા કે ન કરવા માટેશકિતમાન હોવા જોઇએ તમે સ્વતંત્ર હોવા જોઇઅ.

ટીકાખોર મગજ સાથે અંદરની દુનીયામા જવાની કોઇ શકયતા નથી. શંકા અવરોધ છે.જેવી રીતે વિશ્વાસ વિજ્ઞાન માટેઅવરોધ છે. વિશ્વાસ કરવાવાળો વ્યકિત વિજ્ઞાનમા વધારે દુર ના  જઇ શકે તેથી જ જે દિવસોમાં દુનીયામાં ધર્મ આગળ પડતો હતો તે અવૈજ્ઞાનિક રહ્યો ચર્ચ અને વિજ્ઞાન વચ્ચેનો આકસ્મિક નહોતો તે ખુબ મૂળભૂત હતો સંઘર્ષ તે ખરેખર ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ નહોતો તે અસ્તિત્વતા બે પરિમાણો વચ્ચેનો સંઘર્ષ હતો, આત્મલક્ષી અને ધ્યેયલક્ષી તેઓની કામ કરવાની પધ્ધતિ અલગ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:10 am IST)