Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

તમારા માતાપિતાને માફ કરો

''પોતાના માતા-પિતાને માફ કરવા એ સૌથી અદ્યરા કામમાંથી એક છે કારણ કે તેઓ એ તમને જન્મ આપ્યો છે. કઈ રીતે તમે તેઓને માફ કરી શકો ?

 જયાં સુધી તમે તમારી જાતને પ્રેમ કરવાની શરૂઆત નહીં કરો, ત્યાં સુધી તમે એવી અવસ્થા સુધી ના પહોંચી જાવ કે તમે તમારા અસ્તિત્વની જ રોમાંચિત થઈ જાવ- ં કઈ રીતે તમે તમારા માતા-પિતાની આભાર માનશો ? તે અશકય છે .તમે ગુસ્સે થાશો. તેઓએ તમને જન્મ આપ્યો અને જન્મ આપતાં પહેલાં પૂછ્યું પણ નહીં તેઓએ આ ભયાનક વ્યકિતને જન્મ આપ્યો છે તમે એટલા માટે સહન કરો છો કારણ કે તેઓએ બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું . તમે તે નિર્ણય સાથે ન હતા.  શા માટે તમને આ દુનિયામાં ખેંચીને લાવવામાં આવ્યા ? તેથી જ ગુસ્સો આવશે .

જો તમે એવી સ્થિતિ સુધી પહોંચી જાવ જયાં તમે તમારી જાતને પ્રેમ કરી શકો,ં જયાં તમે તમારા અસ્તિત્વને લીધે ખૂબ જ આનંદિત અનુભવ કરો . જયાં કૃતજ્ઞાતા ની કોઈ સીમા નથી પછી અચાનક તમને તમારા માતા-પિતા માટે ખૂબ જ પ્રેમ ઉત્પન્ન થશે . તે તમારા માટે અસ્તિત્વમાં પ્રવેશ કરવા માટે એક દ્વાર પુરવાર થયા . તેમના વગર આ આનંદ શકય ના હોત -  તેઓએ તે શકય બનાવ્યું

જો તમે તમારા અસ્તિત્વનો ઉત્સવ મનાવી શકો - અને મારા કામનો સંપૂર્ણ હેતુ જ એ છે કે તમને તમારા અસ્તિત્વનો ઉત્સવ મનાવવામાં મદદરૂપ બનું. પછી અચાનક તમે તમારા માતા-પિતા માટે કૃતજ્ઞતા અનુભવશો .  તેઓની કરુણા માટે તેઓના પ્રેમ માટે તમે ફકત કૃતજ્ઞતા જ નહીં અનુભવો પરંતુ તમે તેઓને માફ પણ કરી દેશો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:53 am IST)