Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

શ્રાવણ સત્સંગ

એકાગ્રચિત્તે શિવ ઉપાસના

શિવતત્વ અનંત છે. જેનો આદિ, મધ્ય કે અંત નથી. એટલે કે અનંત કહ્યા છ.ે વળી શિવતત્વ સારાય બ્રહ્માન્ડમાં વ્યાપક છે એમ સ્કંદપુરાણમાં જણાવાયું છે.

શિવલીંગ બ્રહ્માન્ડની આકૃતિનું પ્રતિક છ.ે ચિન્હ પ્રતિકૃતિ તરીકે પુજનની પરંપરા શરૂ થઇ. આપણા ઋષિ મુનીઓ આદિ અનાદી કાળમાં આત્માની જ્યોતિ પ્રગટ કરવા આત્મ સાક્ષાત્કાર માટે, દીપ-જયોતિ દ્વારા દૃષ્ટિ એકાગ્ર કરવા ધ્યાનાવસ્થામાં બેસતા હતા.

તેમજ દીપની એકાગ્રતા વડે ધ્યાન અને સમાધિ પામવા પ્રયાસ કરતાં જો કે ધ્યાનમાં અનેક બાધાઓ આવતીહતી.

આ પછી શિવ તત્વના વ્યાપક તત્વની ભાવના લાવી આદિ-અનાદિ સ્વરૂપ, શિવ સ્વરૂપના આકાર સ્વરૂપની સ્થાપના થઇ.

શિવના આકાર સ્વરૂપ શિવલીંગની પુજા પ્રતિષ્ઠા વધી શિવ તત્વની આદ્ય નિત્ય સેવિકા વેદિકા થાળા સ્વરૂપે આદ્યશકિત પાર્વતીની સ્થાપના કરી પુજન કરવામાં આવ્યું.

આમ પ્રકૃતિ સ્વરૂપે પાર્વતીજીનું વેદિકા સ્વરૂપે અને શિવસ્વરૂપ શિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા થઇ.

જેમ કૃષ્ણભકત શરદપૂર્ણિમાએ ગોપીઓની જેમ શ્રી કૃષ્ણના સ્મરણમાં જાગીને રાસલીલા ખેલવામાં આવે છે.

હોળીની રાત્રે હોલીકાનું દહન કરીને ભકત પ્રહલાદના સ્મરણમાં હોળીના ગુલાલના રંગો ઉડાડવામાં આવે છ.ે એમ મહા શિવરાત્રીએ શિવભકતો રાત્રીએ જાગરણ કરીને મહાદેવજીની ઉપાસનામા લીન થઇ જાય છેે.

પંચાક્ષર મંત્ર અને મહામૃત્યુજપ મંત્રના જપસાથે આખી રાત શિવપૂજામાં લીન રહે છ.ે

''ઁ ત્યંબકય્ યજા રહે સુગંધી પુષ્ટીવર્ધનમ્ ઉર્વારૂક મેઘ બંધનાન મૃત્યુ મુક્ષયમમાં મૃતાત'' મંત્રથી શિવજીને ૧૦૮ આહુતિ અપાય છે.

સર્વ પાપોનો નાશ કરનારૂ મહાવ્રત મહાશિવરાત્રીએ થાય છે.

શિવનું ભૌતિક સ્વરૂપ કે પ્રતિકરૂપ શિવલીંગ છે તે જ્ઞાનરૂપી પ્રકાશ પૂરો પાડે છ.ે પ્રકાશ સ્વરૂપે બિરાજમાન શિવનું ભૌતિક સ્વરૂપ કે પ્રતિક એટલે શિવલીંગ તે પ્રત્યેક શ્રદ્ધાળુને જ્ઞાનરૂપી પ્રકાશ પુરો પાડે છ.ે જીવનની યથાર્થતા સમજાવે છે.

જે વ્યકિત એકાગ્રતા સિદ્ધ કરવામાં સફળ થાય એ જ સાચા અર્થમાં શિવજીની સાધના ઉપાસના કે આરાધના કરી શકે છ.ે એજ ખરા અર્થમાં પરમતત્વની કૃપા આશિર્વાદ, અનુદાન કે ઇશ્વરનું સંરક્ષણ કે વરદાન મેળવવા સદ્દભાગી બને છે.

દેવાધિ દેવ મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરવા શિવભકતની આરાધના ઉપાસનાથી ભોળનાથ ભોળા છેઅને કરૂણાના સાગર છે તેઓ ભકતની ઉપર પ્રસન્ન થાય છે.જ

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:05 am IST)