Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન વાસ્તવિક લુંટારાઓ

 

''ડરવા જેવુ કાઇ નથી કારણ કે આપણી પાસેગુમાવવા માટે કઇ નથી. તમારી પાસેથી જે લુંટી સકાય છે તેની કોઇ કિંમત નથી તો પછી શા માટે ભય, શા માટે શંકા, શા માટે વહેમ?''

શંકા, વહેમ, ડરઃ આ બધા વાસ્તવિક લુંટારાઓ છે તેઓ તમારા ઉત્સવની શકયતાનો નાશ કરી નાખે છે. તેથી જયારે પૃથ્વી પર છો, પૃથ્વીને માણો, આ ક્ષણ જયા સુધી રહે તેને તમારા અંતરના ઉંડાણથી માણો ભયના કારણે આપણે ઘણી બધી વસ્તુઓ ચુકી જઇએ છીએ ભયના કારણે આપણે પ્રેમ નથી કરી સકતા અને કરીએ છીએ તો પણ અધુરા હૃદયથી. તે હંમેશા અમુક મર્યાદા સુધી રહે છે, તેનાથી આગળ નહી. આપણે એવા બીંદુ પર આવી પહોંચીએ છીએ કે તેનાથી આગળ જતા ગભરાઇએ છીએ અને ત્યા અટકી જઇએ છીએ આપણે ભયના લીધે ગાઢ મીત્રતા સુધી પહોંચી શકતા નથી આપણે ભયના કારણે પ્રાર્થનામાંં ઉંડા ઉતરી શકતા નથી.

જાગૃત થાઓ પણ કયારેય સાવચેત નહી બંને વચ્ચે ફરક ખૂબ જ સુક્ષ્મ છે ભયમાં જાગૃતતા નથી હોતી સાવચેતીમાં ભય હોય છે કોઇ વ્યકિત-સાવચેત છે તેથી તે કદાચ ભૂલ નહી કરે અને તેથી જ તે દુર સુધી નહી જઇ શકે આ જ ડર તમને નવી જીવનશૈલી, તમારા ઉર્જાના નવા પ્રવાહો, નવી દિશાઓ, નવી ભૂમિ શોધવા નહી દે. તમે હમેશા એકજ રસ્તા ઉપર ફરીને ફરી ચાલતા રહેશો, માલગાડીની જેમ આગળ અને પાછળ થતા રહેશો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:24 am IST)