Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

યા દેવી સર્વભુતેષુ : શકિતરૂપેણ સંસ્થિતાઃ

ત્રિ શકિતની આરાધના

વેદાન્તના મત અનુસાર પરબ્રહ્મ, પરમાત્મા નિર્ગુણ, નિરાકાર, ઉર્જાનો ભંડાર હતા અને ગુણાતિતા હતા એક સમયે પરબ્રહ્મ પરમાત્માને એકમાંથી અનેક થવુ એવો ભાવ થયો.

પરિણામે સત્ રજ, તમ, એમ ત્રણ ગુણો આકાશ, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ વગેરે પંચતત્વોનું સર્જન થયું.

સતગુણ બ્રહ્માજીનું રજ ગુણ ભગવાન વિષ્ણુનુ અને તમો ગુણ ભગવાન ભોળાનાથ મહાદેવનું પ્રતિધિત્વ કરે છે.

બ્રહ્માજીએ સરસ્વતી શકિતની સહાયથી સૃષ્ટિની રચના કરી.

વિષ્ણુ ભગવાને લક્ષ્મી  શકિતની સહાયથી સૃષ્ટિનું પાલન કર્યું.

અને ભગવાન શંકરે માતૃશકિત-દુર્ગા કાલિની સહાયથી સૃષ્ટિનો લય કરે છે.

આમ આ રીતે માતૃશકિત સરસ્વતી, લક્ષ્મી અને કાલિ સૃષ્ટિના જન્મ, પાલન, અને ભય-સંહારના નિમિત કર્તા છે.

મા સરસ્વતી બુદ્ધિ, શકિત વાણી જ્ઞાન અને સત્યગુણની જનની છ.ે સરસ્વતી શકિતની આરાધનાથી બુદ્ધિ, વાણી, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

સરસ્વતી શકિત સત્યગુણની આરાધનામાં સફેદ રંગના પુષ્પ, ચંદન, સફેદ રંગની દુધની મીઠાઇ, ધરવામાં આવે છે. ભકતજને પણ સફેદ વસ્ત્રોમાં સફેદ રંગના આસન પર બેસવાનું હોય છ.ે

લક્ષ્મી શકિત ધન, વૈભવ, ઐશ્વર્ય, સુખ સુવિધા સત્તા રજો ગુણની જનની છે. લક્ષ્મી શકિતની આરાધનાથી ભૌતિક સુખ, વૈભવ, સત્તા સંપન્નતા પ્રાપ્ત થાયછે. પીળા રંગના પુષ્પ કેસર મિશ્રીત પીળા રંગનું ચંદન અને પ્રસાદરૂપે કેસરીયા, દુધ કે, મીઠાઇ અપાય છે.

ભકતજને પીળા રંગના વસ્ત્ર ધારણ કરી પીળા રંગના ઉનના કે રેશમી આસન પર બેસીને આરાધના કરવાની હોય છે.

શકિત સંપ્રદાયમાં કુમારીકા પુજનને પણ વિશિષ્ટ મહત્વ અપાય છે.

આમ ત્રિશકિતની આરાધના સરસ્વતી, લક્ષ્મી અને કાલિ માતાની ઉપાસનાથી ભકતજનને સુખ, શાંતિ, અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

કાલરાત્રી મહારાત્રી, મોહરાત્રી, જનેશ્વરીય્ શિવકાંતા, શંભુશકિત, વંદે ત્થા જનનીમુખાય

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:08 am IST)