Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

હાસ્ય

''હસવા માટે કારણની રાહ જોવાની શુ જરૂર છે ? જીવન પોતેજ પુરૂતું કારણ છે હાસ્ય માટે તે કેટલુ અર્થહીન છે. તે કેટલુ હાસ્યાસ્પદ છે, તે કેટલુ સુંદર છે, તે કેટલું અદ્દભૂત છે! તે બધીજ વસ્તુઓનો સુમેળ છે તે એક મહાન સુયોજીત મજાક છે.''

હાસ્ય દુનિયાની સૌથી સરળ ક્રિયા છે જો તમે તેને થવા દો પરંતુ તે મુશ્કેલ બની ગયું છે લોકો ભાગ્યે જ હસે છે તેમ છતા પણ તેઓ જયારે હસે છે તે વાસ્તવીક નથી હોતુ લોકો એવી રીતે હસે છે જાણે કોઇને સમ્માન આપવાનું હોય, જાણે તેઓ કોઇ ફરજ બજાવતા હોય હાસ્ય એક મજા છે તમે કોઇને સમ્માન નથી આપી રહ્યા.

તમારે બીજાને ખૂશ કરવા માટે તો ના જ હસવુ જોઇએ કારણ કે જો તમે ખુશ નથી તો તમે બીજાને કયારેય ખૂશ ન કરી શકો તમારે તમારી જાત સાથે સુસંગત થઇને જ કોઇપણ પ્રકારના કારણની રાહ જોયા વગર હસવાનુંછે જો તમે ઘટનાઓએ બરાબર જોવાની શરૂઆત કરશો તો તમે તમારા જાતને હસવાથી રોકી નહી શકો બધુ જ એકદમ સંપૂર્ણ છે હાસ્ય માટે કઇ અધુરૂ નથી-પરંતુ આપણે તે થવા નથી દેતા આપણો ખૂબજ ઉદાસ છીએ હાસ્ય માટે પ્રેમ માટે, જીવન માટે એકવાર તમને ખબર પડે છે ઉદાસીને દુર કરી સકાય તો તમે એક અલગ જ આયામમાં પહોંચી જશો હાસ્ય જ છે જો તમે તે ખૂબજ કરશો, વધારે પડતુ કરશો તો પ્રેમ અદ્રશ્ય થઇ શકે છ.ે

બીજી વ્યકિત કયારેય જવાબદાર નથી તેની તમારી ચેતનાની કાયમી અવસ્થા બનાવવાનો પ્રયત્ન કરો જેથી જયારે પણ તમને બીજા સાથે ગડબડ લાગે, તેને યાદ કરો તમારી જાતને રંગે હાથ પકડી પાડો અને તમારા વર્તનની ત્યાજ અટકાવી દો. અને ક્ષમા માંગી લો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:02 am IST)