Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન કૃતજ્ઞતા

''શકય હોય એટલું અસ્તીત્વ પ્રત્યે કૃતજ્ઞતા અનૂભવો-નાની-નાની વસ્તુઓ માટે ફકત મોટી/વસ્તુઓ માટે નહી-ફકત શ્વાસ લેવા માટે પણ આપણે અસ્તીત્વ પર કોઇ અધીકાર નથી તેથી જે કઇપણ મળે છે તે એક ઉપહાર છે.''

કૃતજ્ઞ અને આભારી બનવાનો વધારેમાં વધારે પ્રયત્ન કરો, તેને તમારી જીવનચર્ચા બની જવા દો દરેક પ્રત્યે કૃતજ્ઞ બનો જો કોઇ વ્યકિત કૃતજ્ઞતાને સમજી જાય તો તેના જીવનમાં બનતી હકારાત્મક ઘટનાઓ માટે તે આભારી બની જાય છે અને વ્યકિત તેના માટે પણ આભારી બનીજાય છે જે ઘટનાઓ થવી જોઇતી હતી પરંતુ ના થ તમને કોઇ મદદ કરશે તો તમે આભારી હોવાનો અનુભવ કરશો-આ તો ફકત શરૂઆત છે પછી તમને કોઇ કષ્ટ નહી આપે તો તેના માટે પણ તમે આભાર અનુભવશો-તે કષ્ટ આપી શકત પરંતુ તેની દયાભાવના છે.કે તેણે કષ્ટ ના આપ્યું.

એકવાર તમે કૃતજ્ઞતાની લાગણીને સમજશો અને તેને તમારી અંદર ઉંડે સુધી ઉતારી દેશો, તમે દરેક વસ્તુ પ્રત્યે આભારી અનુભવવાની શરૂઆત કરશો અને જેટલા વધારે તમે આભારી બનશો તેટલો જ ફરીયાદ અને ગુસ્સો ઓછો થતો જાશે એકવાર ફરીયાદ કરવાની વૃતિ અદ્દશ્ય થશે તો દુખ પણ અદ્રશ્ય થઇ જશે દુખ ફરીયાદ સાથે રહે છે તે ફરીયાદ અને ફરીયાદી મન સાથે જોડાયેલું છે કૃતજ્ઞતા સાથે દુખ અશકય છે. આ એક ખુબજ અગત્યનું રહસ્ય છે. શીખવા માટે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:35 am IST)