Gujarati News

Gujarati News

News of Monday, 25th February 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન અનૂભવથી મેળવેલુ ડહાપણ

''બીજી વ્યકિત કયારેય જવાબદાર નથી. ફકત જુઓ, જો તમે દરેક ક્ષણમાં જાગૃત બનો તો પછી કોઇ સમસ્યા જ નથી. પરંતુ બધા લોકો ક્ષણ વીતી ગયા  પછી જાગૃત થાય છે. અનૂભવથી મળેલા હડાપણનુ કોઇ મૂલ્ય નથી.''

જ્યારે તમે કોઇનો વાંક કાઢીને સતત સમજાવીને ખરૂ-ખોટુ કહીને પછી તમે સમજદાર બનો છો અને તમે જુઓ છો કે આ બધુ કરવા પાછળ કોઇ મુદ્દો જ ન હતો, હવે ઘણુંજ મોડુ થઇ ગયું છે. તે સમજાવુ અર્થ વગરનું છે-તમે પહેલેથી જ ઘણુ નુકશાન કરી ચુકયા છો આ ફકત આભાસી શાળપણ છે તે તમને એવો અનુભવ કરાવે છે જાણે તમે બધુ સમજી ગયા છો આ તમારા અહંકારની એક યુકિત છે આ ડહાપણ તમને કોઇ મદદ નથી કરવાનું જયારે તમે કામ કરો છો એજ ક્ષણે સાથે સાથે જાગૃતતા ઉત્પન્ન થવી જ જોઇએ અને તમે પોતે જોઇ શકો કે જે તમે કરી રહ્યા છો તે અર્થ વગરનું છે.

તે તમે ઘટના ઘટતી વખતે ઉપરથી તેન ેજોઇ શકો તો તમે તે કરી ના શકો કોઇપણ વ્યકિત, પોતાની જાગૃતાના વિરોધમાં ના જઇ શકે અન ેજો કોઇ વ્યકિત તેના વિરોધમાં જાય તો સમજવું કે તે તેની જાગૃતતા નથી.

તેથી યાદ રાખો, બીજી વ્યકિત કયારેય પણ કોઇ વસ્તુ માટે જવાબદાર નથી સમસ્યા એ છે કે તમારી અંદર જ કઇક ઉકળે છેઅને અવશ્ય જેને તમે પ્રેમ કરો છો એ તમારી સૌથી નજીક છે તમે તમારી અંદરનો ઉકળાટ કોઇ અજાણ્યો વ્યકિત જે રસ્તા ઉપરથી પસાર થયા છે તેના ઉપરના ફેંકી શકો તેની સૌથી નજીકની વ્યકિત તેનો ભોગ બને છે જેના ઉપર તમે અર્થહીન બકવાટ ફેંકો છો. પરંતુ આ ટાળવું જ જોઇએ કારણ કે પ્રેમ ખૂબ જ નાજૂક છે જો તમે તે ખૂબજ કરશો. વધારે પડતું કરશો તો પ્રેમ અદ્રશ્ય થઇ શકે છ.ે

બીજી વ્યકિત કયારેય જવાબદાર નથી તેને તમારી ચેતનાની કાયમી અવસ્થા બનાવવાનો પ્રયત્ન કરો જેથી જયારે પણ તમને બીજા સાથે ગડબડ લાગે તેને યાદ કરો તમારી જાતને રંગે હાથ પકડી પાડો અને તમારા વર્તનને ત્યા જ અટકાવી દો. અને ક્ષમા માંગી લો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:09 am IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST