Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

કાલે પૂ. કસ્તુરબાની પુણ્યતિથી નિમિતે માતૃવંદના સ્વરાંજલી કાર્યક્રમ

રાજકોટ, તા.૨૧:- મહાત્મા ગાંધીનાં સહધર્મચારિણી, પ્રથમ મહિલા સત્યાગ્રહી અને કર્મયોગી પૂ. કસ્તૂરબાની પુણ્યતિથિ નિમિત્ત્।ે — ૨૨ ફ્રેબ્રુઆરી ૨૦૧૯ ને શુક્રવારે — સાંજે ૪ કલાકે – નવસારી જિલ્લાના મરોલી સ્થિત ઐતિહાસિક કસ્તૂરબા સેવાશ્રમ ખાતે 'માતૃવંદના'સ્વરાંજલિ કાર્યક્રમ યોજાશે. શરૂઆતમાં કસ્તૂરબા વણાટશાળા તરીકે ઓળખાતી આ સંસ્થાનું ખાત-મુહૂર્ત ૧૯૩૦માં મહાત્મા ગાંધી હસ્તે થયું હતું. શિક્ષણ, આરોગ્ય અને રોજગારલક્ષી વિવિધ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓમાં કાર્યરત આ સંસ્થાના સ્થાપક પ્રમુખ-ટ્રસ્ટી ભારતના લોહ પુરુષ સરદાર વલ્લ્ભભાઈ પટેલ હતા. આથી ૧૫૦મી ગાંધી-જયંતી વર્ષ અંતર્ગત ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, કસ્તૂરબા સેવાશ્રમ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજિત આ પ્રેરક કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ છે.  મહાત્મા ગાંધી, કસ્તૂરબા, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ મીઠુબેન પીટીટ (માઈજી), કલ્યાણજીભાઈ મહેતા અને મંગળદાસ પકવાસાને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી સ્વરાંજલિ અર્પણ થશે. જમ્મુ-કાશ્મીરનાં પુલનામામાં થયેલ હુમલામાં માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની આહૂતિ આપનાર સીઆરપીએફના વીર શહીદ જવાનોને ખાસ ભાવાંજલિ અર્પણ થશે.   ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ અને પંકજ ભટ્ટ (સંગીતકાર) મેઘાણી-ગીતોની રમઝટ બોલાવશે. કસુંબીનો રંગ, રકત ટપકતી સો સો ઝોળી, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, ઝંડા અજર અમર રે જે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, છેલ્લો કટોરો ઝેરનો, શિવાજીનું હાલરડું, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-કન્યા જેવાં આજે પણ લોકહૈયે ગુંજતા અમર ગીતો રજૂ થશે.મોટી સંખ્યામાં ભાવિકો અને વિદ્યાર્થીઓને કાર્યક્ર્મમાં પધારવા ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯), પ્રતાપ પરમાર (૯૪૨૬૪૯૦૮૪૯)નો સંપર્ક કરી શકાશે. મહાત્મા ગાંધી, કસ્તૂરબા, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, ડો. રાજેન્દ્રપ્રસાદ, સુભાષચંદ્ર બોઝ, સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન, મણિલાલ કોઠારી, મહાદેવભાઈ દેસાઈ, મોરારજીભાઈ દેસાઈ, ઊચ્છંગરાય ઢેબર, રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, સ્વામી આનંદ, પૂ. મોટા, મુનિશ્રી સંતબાલજી, કેદારનાથજી, મીરાંબેન, બેરિસ્ટર ભૂલાભાઈ દેસાઈ, ડો. જીવરાજભાઈ મહેતા, બાળાસાહેબ ખેર, યશવંતરાવ ચૌહાણ, જુગતરામભાઈ દવે, મનુભાઈ પંચોળી 'દર્શક', નાનાભાઈ ભટ્ટ, નવલ તાતા, ફત્ત્।ેહસિંહરાવ ગાયકવાડ જેવાં મહાનુભવો ઐતિહાસિક કસ્તૂરબા સેવાશ્રમની મુલાકાતે આવી ચૂકયા છે જે ખાસ ઉલ્લેખનીય છે. કસ્તૂરબાનું મહાપ્રયાણ  ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪: પૂનાની આગાખાન મહેલ જેલ. સવારે ગાંધીજીએ કસ્તૂરબાને પૂછ્યું: 'હું ફરવા જાઉં?' ત્યારે હમેંશા હા કહેનારા કસ્તૂરબાએના પાડી. ગાંધીજી એમની પાસે ખાટલા પર બેઠા. કસ્તૂરબા ગાંધીજીની છાતી પર પોતાનું માથું ઢાળીને આંખો બંધ કરીને શાંત-ચિત્ત્।ે પડ્યાં રહ્યાં. બન્નેનાં ચહેરા પર અપૂર્વ શાંતિ અને સંતોષ નજરે પડતાં હતાં. એ દિવ્ય દ્રશ્ય જોઈને બીજાં બધાં ત્યાંથી થોડા દૂર હઠી ગયા. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ કસ્તૂરબાની છેલ્લી દ્યડીઓ ગણાવવા લાગી. કસ્તૂરબાનું માથું હજી ગાંધીજીના ખોળામાં જ હતું. કસ્તૂરબાની સાથે ગાંધીજીની એ આખરી પળો અત્યંત પવિત્ર હતી. મોડી સાંજે સાત અને પાંત્રીસ વાગે ગાંધીજીના ખોળામાં કસ્તૂરબાએ અંતિમ શ્વાસ લીધાં. ત્યાં ઊભેલા એમના પુત્ર દેવદાસભાઈ ગાંધી પોકેપોકે રડવા લાગ્યા. ગાંધીજીની આંખમાંથી મોતી જેવાં આંસુ સરી પડ્યાં. કસ્તૂરબાનાં મૃતદેહને નવડાવીને, ગાંધીજીએ હાથે કાંતેલાં સૂતરની બનેલી સાડીમાં લપેટ્યાં. સૂતરની બનેલી ચૂડીઓ અને તુલસીની માળા પણ પહેરાવી. માથા પર ચંદન અને કંકુનો લેપ કર્યો. કસ્તૂરબાનાં મુખ પર મંદ સ્મિત અને પરમ શાંતિ છવાયેલી હતી. ૨૩મીએ મહાદેવભાઈ દેસાઈની સમાધી પાસે જ કસ્તૂરબાનાં શરીરને ચિતા પર ગોઠવ્યા પછી ગાંધીજીએ સર્વધર્મની પ્રાર્થના કરાવી. દેવદાસભાઈએ અગ્નિદાહ આપ્યો. સાંજે ચાર વાગ્યા સુધી ગાંધીજી ચિતા પાસે જ બેસી રહ્યા. કહેઃ 'બાસઠ વર્ષનાં સાથીને આ ઘડીએ આવી રીતે છોડી શકું ખરો? બા પણ એ માટે મને માફ ન કરે'. રાત્રે ખાટલામાં સૂતા સૂતા ગાંધીજી કહેવા લાગ્યાઃ 'બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શકતો. હું ઈચ્છતો હતો ખરો કે બા મારા હાથમાં જ ચાલી જાય, જેથી મને ચિંતા ન રહે કે મારા પછી એનું શું થશે. પરંતુએ મારા જીવનનું અવિભાજય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે, તે કદી ભરાઈ શકવાનું નથી'. અગ્નિસંસ્કાર પછી ભસ્મ એકઠી કરવા ગયા, ત્યારે ચિતા સાથે બળવા છતાં અખંદિત રહેલી કસ્તૂરબાની પાંચ બંગડી મળી આવેલી. ગાંધીજી અને કસ્તૂરબાનો પ્રેમ સાચ્ચે જ અલૌકિક, અનન્ય અને અદભુત હતો. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વખતે કસ્તૂરબાએ જુસ્સાભેર કહેલું: 'હું જેલમાં મરી જઈશ પણ હારીને પાછી નહિ આવું'. ત્યારે ગાંધીજી આનંદભેર બોલી ઊઠેલાઃ 'ન કરે નારાયણ અને તું જેલમાં મરીશ તો હું તને જગદંબાની જેમ પૂજીશ'. પૂનાની આગાખાન મહલ જેલમાં મૃત્યુને વરીને કસ્તૂરબા ખરા અર્થમાં જગદંબા બની ગયાં! મહાત્મા ગાંધીએ કસ્તૂરબા વિશે લાગણીસભર નોંધ્યું છેઃ 'તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે મારું શુભતર અર્ધાંગ બની. તે બહુ જ આગ્રહી સ્વભાવની હતી. પણ આ સત્યાગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિંસક અસહકારની કળા અને અમલમાં મારી ગુરુ બનાવી. તેનામાં એક બહુ મોટો ગુણ હતોઃ ગમે કે ન ગમે અથવા જાણ્યે-અજાણ્યે પણ મારે પગલે ચાલવામાં એ ધન્યતા અનુભવતી. મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવી હોય તો હું કસ્તૂરબાને જ પસંદ કરું.'

આલેખન પિનાકી નાનકભાઈ મેદ્યાણી 

ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન

 (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(5:51 pm IST)