Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ગાંધી નિર્વાણ દિને રાષ્ટ્રીય શાળામાં 'મેઘાણી-ગીતો' ગુંજ્યા

લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ, નિલેશ પંડયા અને પંકજ ભટ્ટે રમઝટ બોલાવી : સામૂહિક 'મોનાંજલિ' અર્પણ : મોટી સંખ્યામાં શાળા - કોલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ : વિશ્વભરમાં વસતા બે લાખથી વધુ : ભાવિકોએ આ કાર્યક્રમને ઇન્ટરનેટ પર પણ માણ્યો : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વાર

ગાંધી નિર્વાણ દિને રાજકોટ સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીયશાળા પ્રાંગણ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોનાં 'સ્વરાંજલિ'તેમ જ સામૂહિક 'મૌનાંજલિ'નાં ભાવાંજલિ કાર્યક્ર્મ 'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે'નું આયોજન સતત નવમા વર્ષે થયું હતું. રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક લાગણીસભર સંસ્મરણો રાજકોટ સાથે છે તેથી ૧૫૦મી ગાંધી-જયંતી વર્ષ અંતર્ગત આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ રહ્યું. ૩થી ૭ માર્ચ ૧૯૩૯ દરમિયાન ગાંધીજીએ 'તપોભૂમિ'રાષ્ટ્રીયશાળા ખાતે ઉપવાસ કરેલા જે ખાસ ઉલ્લેખનીય છે. આપણાં સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં આહૂતિ-બલિદાન આપનાર નામી-અનામી સ્વાતંત્ર-સેનાનીઓથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું હતું. સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ, રાષ્ટ્રીયશાળા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો પણ સહયોગ રહ્યો હતો.      

ભારત સરકારના ખાદી ગ્રામોદ્યાગ કમિશનના પૂર્વ-અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, વિશ્વવિખ્યાત સંગીતકાર-પિયાનોવાદક કાંતિભાઈ સોનછત્રા, રાષ્ટ્રીયશાળાના જીતુભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના હિંમતભાઈ ગોડા, વલ્લભભાઈ લાખાણી, દિપેશભાઈ બક્ષી અને પરાગભાઈ ત્રિવેદી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી, સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલીયા, લેખક-પત્રકાર રાજુલભાઈ દવે, શિક્ષણ-જગતના મુનાફભાઈ નાગાણી, ડી. કે. વડોદરિયા, ડો. યજ્ઞેશભાઈ જોષી, પૂર્વીબેન ગાંધી અને પ્રજ્ઞનેશભાઈ કુબાવત, નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક જે. એચ. જલુ, ડો. એલ. બી રાવલ, આકાશવાણી-રાજકોટના નિવૃત્ત્। અધિકારી શાંતિલાલ રાણીંગા, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, વાલજીભાઈ પિત્રોડા, સમીરભાઈ તુષારકાંત દવે, શાંતિભાઈ ચાનપરાની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. વિશ્વભરમાં વસતાં બે લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્ર્મને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો. સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસના સૌજન્યથી ઉપસ્થિત સહુ વિદ્યાર્થીઓને ક્રીમ બિસ્કીટ અપાયાં હતાં.

ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ, નીલેશ પંડ્યા અને પંકજ ભટ્ટ (સંગીતકાર)એ ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી. ગાંધીજીને અતિ પ્રિય એવું ભકતકવિ નરસિંહ મહેતા કૃત 'વૈષ્ણવજન તો તેને રે કહીએ', મૂળ પ્રભાતી ઢાળમાં અભેસિંહભાઈએ રજૂ કરીને કાર્યક્ર્મનો આરંભ કર્યો. છેલ્લો કટોરો ઝેરનો, વિરાટ-દર્શન, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ભેટ્યે ઝૂલે છે તલવાર, ચારણ-કન્યા, શિવાજીનું હાલરડું, ઝંડા-વંદન, રકત ટપકતી સો સો ઝોળી જેવી ઝવેરચંદ મેઘાણી રચિત અમર રચનાઓ રજૂ થઈ. વિદ્યાર્થીઓની લાગણીને માન આપીને અભેસિંહભાઈએ મોર બની થનગાટ કરે રજૂ કર્યું. આજે પણ લોકમુખે રમતું ઝવેરચંદ મેઘાણી રચિત અતિ લોકપ્રિય ગીત કસુંબીનો રંગ રજૂ કરીને સ્વરાંજલિ કાર્યક્ર્મને વિરામ આપ્યો. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), કુલદીપ વાઘેલા (મંજીરા)એ સાથ આપ્યો. સાઉન્ડ-સિસ્ટમ રાજેશ ધામેચા - શિવ સાઉન્ડ તથા મંડપ કોન્ટ્રાકટ વિશાલ શિવલાલ સોલંકી – સહજાનંદ મંડપ સર્વિસનો હતો. 

સવારે ૧૧ કલાકે સામૂહિક 'મૌનાંજલિ'અર્પણ થઈ. ગાંધીજીની વિશાળ તસ્વીરને સહુએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.

રાજકોટ નિવાસી ૯૦ વર્ષીય વિશ્વવિખ્યાત સંગીતકાર - પિયાનોવાદક કાંતિભાઈ સોનછત્રાનું આ અવસરે ખાસ અભિવાદન કરાયું. 'વૈષ્ણવ જન'ની કીબોર્ડ પર ભારતીય શા સ્ત્રીય રાગ બિલાવલ આધારિત સુમધુર સૂરાવલિ કાંતિભાઈએ બખુબી રજૂ કરી તથા ઈન્ટરનેટ પર મૂકીને, મહાત્મા ગાંધીને અનોખી સ્વરાંજલિ આપી છે. કાંતિભાઈ સોનછત્રાનાં વિડીયોને વિશ્વભરમાંથી લાખો સંગીત-પ્રેમીઓ ઈન્ટરનેટ પર માણે છે  : રૂરૂરૂ.શ્ર્ીણૂફૂણુંંત્ત્.ણૂંૃ/લ્ત્ર્શ્વજ્ઞ્ધ્ર્ીઁદ્દજ્ઞ્ણુત્ર્ર્ીજ્ઞ્લ્ંઁણૂત્ર્ત્ર્ર્ીદ્દર્શ્વી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

(1:42 pm IST)
  • કાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST

  • ભાવનગરમાં ભારતીબેન શિયાળ, હિરાભાઇ સોલંકી સહિત દાવેદારોની ઉમેદવારી માટે રાફડો ફાટયો access_time 3:33 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST