Gujarati News

Gujarati News

News of Friday, 25th January 2019

પ્રજાસતાક દિન નિમિતે રાજકોટ પોલીસ હેડકવાર્ટરમાં મેઘાણી ગીતો ગુંજશેઃ મેઘાણી સહિત કોર્નરની સ્થાપના

રાજકોટ, તા.૨૫: પ્રજાસત્ત્।ાક દિન નિમિત્ત્।ે રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે ''કસુંબીનો રંગ''લોકડાયરાનું ભવ્ય આયોજન થયું. નવી પેઢી આપણાં સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેદ્યાણી સ્થાપિત ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને સાથીઓએ ઝવેરચંદ મેદ્યાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર જેવાં અમર મેદ્યાણી-ગીતો રજૂ થયાં. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને શહીદ ભગતસિંહને પણ સ્વરાંજલિ અર્પણ થઈ. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (આઈપીએસ), સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ), નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની (આઈપીએસ), ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી મેદ્યાણી, મદદનીશ પોલીસ કમિશ્નર પ્રદીપસિંહ જાડેજા (પૂર્વ), જી. એસ. બારીયા (હેડકવાર્ટર) અને જે. કે. જાડેજા (ટ્રાફીક), પોલીસ ઈન્સ્પેકટર એસ. આર. ખાંડેખા (રિઝર્વ), એન. કે. જાડેજા (એ ડીવીઝન), બી. એમ. કાતરીયા (પ્રધ્યુમનનગર) અને આર. વાય. રાવલ (એસઓજી), લોકગાયક નીલેશ પંડ્યા, માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત્। ઉપસચિવ અજિતભાઈ નંદાણી, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયાની વિશેષ ઉપસ્થિતિ રહી. પોલીસ-પરિવારની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી.           

હેડકવાર્ટરમાં આવેલ રિઝર્વ પોલીસ ઈન્સપેકટરની કચેરી ખાતે ખાસ પોલીસ-પરિવાર માટે ''મેઘાણી-સાહિત્ય''કોર્નરની સ્થાપના પણ આ અવસરે થઈ હતી. ઝવેરચંદ મેઘાણી લિખિત કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો 6x3x1 ફૂટનાં આકર્ષક કાચનાં કબાટમાં વિષયવાર અહિ મૂકાયા છે. એમનાં અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના, સિંધુડો, વેવિશાળ, ર્ીંસોરઠ તારાં વહેતાં પાણી, માણસાઈના દીવા,  સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, ર્ીંસોરઠી સંતો, રઢિયાળી રાત, સોરઠી સંતવાણી અહિ ખાસ ઉપલબ્ધ કરાયાં છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (આઈપીએસ), સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ) અને સમસ્ત રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ રહ્યો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

આલેખન  પિનાકી નાનકભાઈ મેઘાણીઃ

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન.(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(11:39 am IST)
  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • BSNL કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો : આનંદો : BSNL ના કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો તમામને રકમ મળી ગઇ : ખાતામાં જમા કરી દેવાઇઃ હવે માર્ચનો પગાર પણ ટાઇમસર થાય તે માટે અત્યારથી કાર્યવાહી શરૂ : રજૂઆતોનો ધોધ... access_time 4:04 pm IST